________________
hehehehhedodoesbestoboostoboosebeleseds seedseyond scope obs boost Messages (espeb [૬૧]
તે આ મુજબ સં. ૧૨૮૦માં વિદ્યાધરગચ્છના અધિપતિ શ્રી સેમિપ્રભસૂરિએ અચલગચ્છની સમાચારીને સ્વીકૃતિ આપી હતી. તેઓ અને તેમના શિષ્ય અચલગચ્છના તૃતીય પટ્ટધર શ્રી ધર્મઘોષસૂરિની આજ્ઞામાં આવી ગયા હતા ભેરિલમાં ૭૨ જિનાલય નિર્માણ : - વલભીગચ્છના શ્રી પુણ્યતિલકસૂરિના સદુપદેશથી શ્રીમાલી કાત્યાયનગોત્રીય મુંજા શ્રેષ્ઠીએ ભેરેલમાં સં. ૧૨૦૨ માં નેમનાથ ભગવાનનું ભવ્ય તીર્થ રૂપ ૭૨ જિનાલય બંધાવેલ. આજે પણ ભેરેલમાંથી એ પ્રાચીન જિનાલયના અવશેષે પ્રાપ્ત થાય છે. પાસેની વાવ આજે પણ “મુંજા વાવ’ તરીકે પ્રસિદ્ધ છે. તે સમયમાં બોરીચા, વાહણ અને પારેખ ઈત્યાદિ એકેના શ્રાવકે પણ અચલગરછીય હતા.
સં. ૧૩૧૩ માં ત્રીસ વરસની લઘુ વયે તિમિરપુર (ખંભાતમાં)માં સિંહપ્રભસૂરિ સમાધિપૂર્વક દિવંગત થયા. પદ. ભટેવા તીર્થના પ્રતિષ્ઠાપક-સમરસિંહ નૃપ પ્રતિબોધક શ્રી અજિતસિંહસૂરિ અચલકુમારને જન્મઃ
મારવાડના ડોડ ગામમાં શ્રીમાળી શ્રેષ્ઠી શ્રી જિનદેવ શ્રાવકના ઘરે જિનમતીની કુક્ષિથી સં. ૧૨૮૩ માં અચલકુમારનો જન્મ થયો હતો.
એકદા જિનદેવ-જિનમતી બને પિતાના પુત્ર અચલકુમારને લઈ તીર્થયાત્રાએ નિકળ્યા. યાત્રાઓ કરતાં કરતાં અનુક્રમે તેઓ ખંભાત આવ્યાં, ત્યારે તે બને શેકશેઠાણી
જ્વરોગથી મૃત્યુ પામ્યાં. નિરાધાર એવા આ બાળકને ખંભાતના સંઘે વલ્લભીગચ્છીય શ્રી ગુણપ્રભસૂરિને સમર્પિત કર્યો. ગુરુની સાથે રહેવાથી બાળકને દીક્ષા લેવાની ભાવના જાગી. સં. ૧૨૯૧ માં શ્રી ગુણપ્રભસૂરિએ અચલકુમારને દીક્ષા આપી. તે સમયે દીક્ષાનામ અજિતસિંહ મુનિ આપ્યું. જાલેર પ્રતિ વિહાર અને પદવી પ્રદાન :
શ્રી સિંહપ્રભસૂરિ કાળધર્મ પામતાં સં. ૧૩૧૪ માં પાટણમાં અજિતસિંહ મુનિ સૂરિપદથી અલંકૃત થયા. સં. ૧૩૧૬ માં શ્રી અજિતસિંહસૂરિ વિહાર કરતા અનુક્રમે મારવાડના જાલેર શહેરમાં પધાર્યા ત્યાંના સંઘે તેમને ગચ્છનાયક પદથી અલંકૃત કર્યા. ત્યાંથી વિહાર કરી તેઓ પુનઃ પાટણ પધાર્યા. તેમણે ગરછના પંદર સાધુઓને આચાર્ય, ઉપાધ્યાયાદિ પદોથી અલંકૃત કર્યા હતા. નૃપતિબેધાદિ દ્વારા શાસન–પ્રભાવના :
એકદા શ્રી અજિતસિંહસૂરિ જાલેર (માસ્વાડ)માં ચાતુર્માસે બિરાજતા હતા, ત્યારે
મિ શ્રી આર્ય કરયાણાગતમ સ્મૃતિસંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org