________________
sluisfood
.
blossesses
s
test.seofessaste staste steveshottest slides/sta... vp
fps.sefuses
,
૫૦. આગમકલા મુખ શ્રી મહેન્દ્રસિંહસૂરિ મહેન્દ્રકુમારને જન્મ
મારવાડના સરનગર (શ્રીનગર)માં શ્રીમાળી જ્ઞાતીય શ્રેષ્ઠી શ્રી દેવપ્રસાદ અને તેમનાં પત્ની ક્ષીરદેવી રહેતાં હતાં. સં. ૧૨૨૮ માં માલ (મહેન્દ્ર) કુમારને ક્ષીરદેવીએ જન્મ આપ્યો.
આ બાળકે સં. ૧૨૩૭ માં ખંભાતમાં ધર્મ ધષસૂરિ પાસે દીક્ષા સ્વીકારી. નવદીક્ષિત મહેંદ્ર મુનિની બુદ્ધિ સતેજ હતી. અલ્પ સમયમાં જ તેઓ આગમન અજોડ અભ્યાસી બની ગયા. સં. ૧૨૫૭ માં મહેન્દ્ર મુનિ ઉપાધ્યાય પદથી અલંકૃત થયા અને ગુર્વાજ્ઞાથી અલગ વિચરવા લાગ્યાસં. ૧૨૫૭ નું ચાતુર્માસ પણ તેમણે નગરપારકરમાં કર્યું.
સં. ૧૨૬૯ માં ગુરુએ તેમને સૂરિપદ આપ્યું અને તેમનું નામ “મહેન્દ્રસિંહસૂરિ જાહેર કર્યું. ગુરુના સ્વર્ગગમન બાદ એજ સં. ૧૨૬૯ ના વર્ષમાં તેઓ ગચ્છનાયક પદે આ રુઢ થયા. ત્રણ વર્ષ દુષ્કાળ અને વડેરા ગોત્ર:
તેમના સમયમાં લાગલગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડેલું. તે વખતે તેઓ બાહડમેર પાસેના કિરાડુ નગરમાં ચાતુર્માસમાં વસતા હતા. તેમના ઉપદેશથી કિરાડુના શ્રેષ્ઠી આલ્હાએ દુકાળપીડિતેને ખૂબ સારી મદદ કરી હતી કિરાડુમાં ઓશવાળનાં સવા સાત ઘર હતાં. તેમાં આલ્હાનું ઘર વડું” કહેવાતું હતું. આહાએ દુકાળમાં પ્રથમ વરસે એક કળશી, બીજે વરસે બે કળશી અને ત્રીજે વરસે ત્રણ કળશી અન્ન આપીને અનેક દુખિતેને સહાયતા કરી હતી. શેઠ આહાની કીર્તિ સાંભળી અસંખ્ય લેકે તેમનું ઘર પૂછતા આવતા કે, અનાજ કયાંથી મળે છે? ત્યારે લોકો કહેતા કે “વડેરા આલ્હા શેઠની દાનશાળામાંથી. આ રીતે આલ્હાના વંશજો “વડેરા તરીકે પ્રસિદ્ધ થયા. ઉસનગરમાં પ્રતિષ્ઠા:
સં. ૧૨૯૫ માં શ્રી મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રીમાલી ડાયન ગોત્રીય શ્રેષ્ઠી જાણુએ ઉસનગરમાં એક શિખરબંધ જિનાલય બંધાવ્યું, તેમાં ચોવીસ તીર્થકરની પ્રતિમાજીએ પણ મૂળનાયકની પ્રતિમા સહિત પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. શ્રેણી હાથીનાં ધર્મકાર્યો :
વળી પ્રાગ્વાટ જ્ઞાતિના શ્રેષ્ઠી શ્રી હાથીએ શ્રી મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી દહીંથલીમાં આદિનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું અને સંઘ સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી. વિસલપુર ઈત્યાદિ સ્થળમાં અઢાર લાખ ટંક ધર્મકાર્યોમાં ખર્ચા. શ્રેષ્ઠી હાથીને દહીંથલીના રાજા મંડલિકે પિતાના મંત્રી તરીકે રાખ્યા હતા.
ગઈ શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org