________________
de dados de se deseo do do dosto dosedadbiladostedododosododdadadostestesleste stedestacadostosododde dubdodoslodedesbadetestostecode
144]
જયસિંહસૂરિએ અનેક લાખ ક્ષત્રિ–જેનેતરને પ્રતિબધી જેન કર્યા અને ગ૭ના પાયા સુદઢ કર્યા, જ્યારે શ્રી ધર્મપષસૂરિએ વિધિમાર્ગ સમાચારીને ભાવિ પિઢી જાણી શકે, તે માટે “શતપદી' ગ્રંથની રચના કરી, અતિ મહત્ત્વનું કાર્ય કર્યું. આ ગ્રંથના એકેય વિચારને આજ સુધી કોઈ પણ આધાર રહિત કે અશ્રદ્ધેય ઠરાવી શક્યા નથી. ધર્મઘોષસૂરિ રચિત “ષિમંડલ પ્રકરણ :
ઉક્ત ગ્રંથ ઉપરાંત શ્રી ધર્મઘોષસૂરિએ “ષિમંડલ પ્રકરણ ગ્રંથની રચના કરી. ભક્તિભરનમિર સુરવારથી શરૂ થતા આ ગ્રંથ પ્રાકૃત પદ્યમાં છે. વિ. સં. ૧૯૯૫ માં ઉક્ત ગ્રંથને પત્રમંદિરંગણિ રચિત વૃત્તિ સાથે વિજયેમંગસૂરિજીએ સંપાદિત કરી પ્રગટ કરાવેલ છે તેઓશ્રી પ્રસ્તાવનામાં આ પ્રમાણે જણાવે છે :
अथ विशेषविचारणायां क्रियमाणायां सत्यां विधिपक्षाञ्चलगच्छनायके जयसिंहसूरि पट्टधरो धर्म घोषसूरिः सम्भाव्यते । एतेन धर्मघोषसूरिणा ऋषिमण्डलस्तव प्रकरणं प्रणीतं स्याद् ।। ઋષિમંડલ ગ્રંથ પર ટીકાઓ :
શ્રી ત્રાષિમંડલ પ્રકરણ ગ્રંથના રચયિતા અચલગચ્છીય શ્રી ધર્મઘોષસૂરિ છે, એ માટે બીજા પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ માટે અન્ય ગચ્છના મુનિવરેએ ખૂબ જ આદર પ્રગટ કરેલ છે. અચલગચ્છીય ભુવનતું ગસૂરિ કૃત ટીકા આ ગ્રંથની પ્રથમ ટીકા છે. ત્યાર બાદ અન્ય ગચ્છીય મુનિએ એ પણ વિસ્તૃત ટીકાઓ પચી છે, જેનાંથી કેટલીક તે પ્રકાશિત થઈ ગયેલ છે. શ્રી ભાવસાગરસૂરિ “ગુર્નાવલીમાં જણાવે છે કે “શ્રી ધર્મઘોષસૂરિએ “શતપદી' ઇત્યાદિ ગ્રંથની રચના કરેલી છે.” શ્રી ધર્મઘોષસૂરિ “વાદીગજ શાર્દૂલ” મહાકવિ” ઈત્યાદિ બિરુદોથી પ્રસિદ્ધ હતા. અપ્રતિહત વિહારો:
મહા પ્રભાવક શ્રી ધર્મઘોષસૂરિ પોતાના ગુરુ શ્રી જયસિંહસૂરિની જેમ કચ્છ, ગુજરાત, સિંધ, માળવા, મહારાષ્ટ્ર, મરુદેશ અને સેરઠ ઇત્યાદિ પ્રદેશોમાં અપ્રતિહત વિચર્યા અને બહોળો ધર્મ પ્રચાર કર્યો. શ્રી ધર્મઘોષસૂરિનો કાળધર્મ :
સં. ૧૨૬૮ માં ૬૦ વરસની વયે તેઓશ્રી તિમિરપુરમાં કાળધર્મ પામ્યા મોટી પટ્ટાવલીમાં તેઓ કચ્છના ડેણ ગામમાં સ્વર્ગસ્થ થયા હતા, એ ઉલ્લેખ મળે છે.
શ્રી આર્યશક્ષિતસૂરિ, શ્રી જયસિંહસૂરિ અને શ્રી ધર્મઘોષસૂરિ–આ ત્રિપુટી પટ્ટધરોએ અચલ (વિધિ પક્ષ) ગચ્છના પાયા સુદઢ કર્યા હતા. પછીના પટ્ટધર અને આચાર્યોને તો ઉક્ત ત્રિપુટીએ પ્રસ્થાપિત કરેલ સમાચારીને અનુસરવાનું હતું.
એ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ રચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org