SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ s.slowled-1-dlesleslesles.es/es.slegestestostessess-stes slesslesleeves do nole on sessoul. sections food વિદ્યાધર ગચ્છનાયક સમપ્રભસૂરિ : એવી જ રીતે વિદ્યાધર ગચ્છના નાયક શ્રી સમપ્રભસૂરિ પણ ધર્મઘોષસૂરિના શિષ્ય થયા. તેમણે અચલગચ્છની સમાચારી સ્વીકારી. તેમની સાથે એ ગચ્છના અન્ય મુનિએ અને શ્રાવકાએ પણ અચલગચ્છની સમાચારી સ્વીકારી. એકવીસ મિત્રો સહિત મંત્રી વિસલની દીક્ષા : આપણે આગળ જોયું કે શ્રી આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી મંત્રી કપર્દી આ ગચ્છના મહાન શ્રાવક થયા અને કપદની પુત્રી સમાઈ આ ગચ્છનાં ‘સમયશ્રી” નામનાં પ્રથમ સાવી થયાં. મંત્રી પદના વંશજ શ્રેષ્ઠી નાના વિસલે એક લાખ સોનામહોરો ખરચીને પિતાના એકવીસ મિત્રો સહિત શ્રી ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધી. વિસરીઆ – શંખેશ્વરીઆ : આ ગ૭ના પ્રથમ શ્રાવક યશોધનના વંશજ શ્રેષ્ઠિ જેતા શાહે શ્રી ધર્મઘોષસૂરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા. ભીમાના ભાઈ ભાણાના વંશજો વીસલદેવના કારભારી હોવાથી “વીસરીઆ મહેતા” કહેવાયા. તેમાંની એક “શખેશ્વરીઆ” ઓડક પ્રસિદ્ધ થઈ જીરાવલિ તીર્થમાં દેવકુલિકા : જીરાવલિલ પાર્શ્વનાથ તીર્થમાં અચલગચ્છના આચાર્યોના ઉપદેશથી અનેક શ્રાવકોએ પિતાને ફાળે નેધાવ્યો છે. સં. ૧૨૯૩ માં ઉપકેશ જ્ઞાતિના શ્રેષ્ઠિ અબડના પુત્ર જગસિંહ ઉદય ભાર્યા ઉદયાદે તપુત્ર નેકોએ શ્રી ધર્મ જોષસૂરિના ઉપદેશથી જીરાવલિ તીર્થમાં ભવ્ય દેવકુલિકા કરાવી. શ્રી ઘર્મઘોષસૂરિની ગ્રંથરચના – શતપદી : - શ્રી ધર્મઘોષસૂરિએ સં. ૧૨૬૩ માં પ્રાકૃતમાં “શતપદી' ગ્રંથની રચના કરી. તે ગ્રંથ મહાકવિની કોટિને હોઈ તેમના પટ્ટધર શ્રી મહેન્દ્રસિંહસૂરિએ સં. ૧૨૯૪ માં બીજા કેટલાક પ્રશ્નોત્તર ઉમેરી “શતપદી” અપર નામ “પ્રશ્નોત્તર પદ્ધતિ” ગ્રંથની સરળ સંસ્કૃતમાં રચના કરી. - શ્રી ધર્મઘોષસૂરિએ રચેલ ગ્રંથમાં અંગ, ઉપાંગ, છેદસૂત્ર, મૂળસૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને પન્ના ઈત્યાદિના આધારે વિધિપક્ષ (અચલ) ગચ્છની સમાચારી ચર્ચવામાં આવી છે. એ ઉપરથી શ્રી ધર્મઘોષસૂરિની ગીતાર્થતા, બહુશ્રુતતા અને સિદ્ધાંતનિષ્ઠા જાણી શકાય છે. આ ગચ્છની સમાચારીને સર્વ પ્રથમ અક્ષરદેહ આપનાર તરીકે શ્રી ધર્મઘોષસૂરિનું નામ ઈતિહાસમાં અમર રહેશે. શતપદી ગ્રંથની પ્રામાણિકતા : શ્રી અરક્ષિતસૂરિએ શિથિલાચારને હટાવવા વિધિમાર્ગને પ્રકાશિત કર્યો શ્રી SS શ્રી આર્ય ક યાણા ગૌતમ સ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy