________________
છે. હded but searcહecedicinessessessodessessess.cdscasesses [૫૩] અવર્ણનીય ઉપકાર છે. ગચ્છનાયક ગુરુ રાસમાં આ રીતે ઉલેખ પ્રાપ્ત થાય છેઃ જાલરી પડિબહિય બિહ૫મુહો ગણહરિધમ્મષસૂરિ :
અર્થાત્ ઃ બિહ વગેરેને શ્રી ધર્મઘોષસૂરિએ પ્રતિબોધ પમાડેલ. બિલ્ડ જાલેરને પ્રતિભાશાળી શ્રેષ્ઠી પુંગવ હતા. હરિયા ગોત્ર, કારાણી, પેથાણી વગેરે આડકે:
મહાપ્રભાવક શ્રી ધર્મઘોષસૂરિ વિ. સં. ૧૨૬૯ માં મારવાડના ભાલાણ નગરમાં પધાર્યા. ત્યાંના પરમાર ક્ષત્રિય રણમલના કુંવર હરિયાને તેમણે જૈન બનાવ્યો. હરિયા સર્પદંશથી ઘેરાઈ મૂચ્છિત દશામાં પડ્યો હતો. પણ તે ધર્મઘોષસૂરિના પ્રભાવે મૃત્યુમાંથી બચી ગયો. આથી રણમલના સમગ્ર કુટુંબે જૈન ધર્મ સ્વીકાર્યો. તેના પુત્ર હરિયા પરથી હરિયા” ગોત્ર પ્રસિદ્ધ થયું. હરિયાએ સં. ૧૨૬૯ માં ભાલાણીમાં શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય બનાવ્યું. હરિયા ગેત્રમાંથી, સહસ્ત્રગણું, કાકા, સાંઈયા અને ગ્રથલિયા આ ચાર શાખાઓ થઈ. આ શાખાઓમાંથી મરૂથલીયા, વિજલ, સરવણ, પાંચારીઆ, નપાણી, સાઈયા, કપાઈયા, દિન્નાણી, કારાણી, વકીયાણી, પેથાણી, સાયાણી, કાયાણી હરિયાણુ, અભરાણી, ઢાડીઆ અને હરગણુણ ઇત્યાદિ એડકે પ્રસિદ્ધિમાં આવી. મેવાડ- ચિત્તોડ તરફ વિહાર :
શ્રી ધર્મઘોષસૂરિ વિહાર કરતા સુવર્ણગિરિના શ્રેષ્ઠી દેદા શાહના અતિ આગ્રહથી ચિત્તોડ પધાર્યા. દેદા શાહની બહેન મિથ્યાદર્શની હતી એક ઉત્સવમાં તેણે ભેજનમાં વિષ ભેળવ્યું. આ ભજન મુનિઓને પણ વહોરાવવાનું ષડયંત્ર રચાયેલું હતું. પણ ધર્મઘોષસૂરિને ધ્યાનબળથી આ વાત જાણવામાં આવી ગઈ. આથી બત્રીસ સાધુઓ મૃત્યુના મુખમાંથી બચી ગયા. શ્રી મહેંદ્રસિંહસૂરિ પણ સંભવતઃ તે વખતે સાથે હતા. શ્રી ચકેશ્વરી દેવીનું પ્રગટ થવું:
આ પ્રસંગથી શ્રી ધર્મઘાષસૂરિ અંતરથી વિશેષ જાગૃત થયા અને ધ્યાનમાં ચિંતવવા લાગ્યા કે, આ વિષમ કાળમાં સાધુઓની સંયમયાત્રાને નિર્વાહ કેવી રીતે થઈ શકશે ? સૂરિજીના ધ્યાનના પ્રભાવથી ચક્રેશ્વરી દેવી સૂરિજીની સામે પ્રગટ થયાં અને કહ્યું : “આજથી વીરપ્રભુનું શાસન જયાં સુધી ચાલશે, ત્યાં સુધી વિષમ વેળાએ હું ગચ્છને સહાયતા કરીશ.” અન્ય ગચ્છના આચાર્યો અચલગચ્છમાં: જયપ્રભસૂરિ – વીરચંદ્રસૂરિ :
ઝાડાપલીય ગચ્છના શ્રી જયપ્રભસૂરિએ ધર્મઘોષસૂરિના સમયમાં અચલગચ્છની સમાચારી સ્વીકારી તેમ જ દિગંબર મતના વીરચંદ્રસૂરિને ધર્મઘોષસૂરિએ વાદમાં હરાવ્યા પછી તેમને વલભી શાખામાં સૂરિપદ આપ્યું. આ આચાર્યોને ધમષસૂરિએ વહન કરાવીને સિદ્ધાંત ભણાવ્યા. તેમણે પ્રતિબોધેલાં શ્રાવક, ગોત્ર પણ સમાચાર પાળવા લાગ્યાં.
એ શ્રી આર્ય કદયાળગૉતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org