________________
પ્રાચીન ગ્રંથકારની દષ્ટિએ શ્રી જયસિંહસૂરિ :
પ્રાચીન ગ્રંથકારેએ પિતાના ગ્રંથમાં શ્રી જયસિંહસૂરિની ખૂબ પ્રશંસા કરી છે. પંદરમી સદીમાં થયેલા કવિચક ચક્રવતી શ્રી જયશેખરસૂરિ “ઉપદેશ ચિંતામણિ ગ્રંથની પ્રશસ્તિમાં લખે છે કે, શ્રી સિદ્ધરાજ જયસિંહ રાજા, શ્રી જયસિંહસૂરિની નિઃસંગતા (અપરિગ્રહિતા)થી આશ્ચર્ય પામ્યો હતો અને પોતાની રાજસભામાં આનંદોર્મિએ સહિત તે જયસિંહસૂરિની અતિશય પ્રશંસા કરતે હતો. શ્રી વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર'માં આવું વર્ણન છે ?
ગ છે શ્રી વિધિપક્ષભૂષણનિભાઃ શ્રીસિદ્ધરાજચંતાઃ આચાર્યા જયસિંહસૂરિ મુનઃ સંગરંગાંકિતાઃ | વાદે નિર્જિતદિકપટાઃ સુવિહિતા: શાસ્ત્રાંબુધ: પારગી
લક્ષત્રવિબોધકાર પરહિતાઃ કાલીપ્રસાદા: બબુ | અર્થાત્ શ્રી વિધિપક્ષગચ્છમાં ભૂષણ રૂપ શ્રી સિંહરિ સિદ્ધરાજથી પૂજાયેલા અને સંવેગ (વૈરાગ્ય) રંગથી રંગાયેલા હતા. તેઓએ વાદમાં દિગંબરાચાર્યોને પરાજિત કર્યા હતા. તેઓ સુવિહિત આચારના પાળનારા અને શાસ્ત્રસમુદ્રના પારગામી હતા. લાખો ક્ષત્રિના પ્રતિબોધક હતા. (એટલે તેઓએ લાખ ક્ષત્રિયોને બોધ આપી જૈન બનાવ્યા હતા.) તેઓ બીજાઓ પર ઉપકાર કરવામાં તત્પર હતા, તેમજ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલીદેવી તેમનું સાંનિધ્ય કરતી હતી.
શ્રી ચક્રેશ્વરી દેવી શ્રી જયસિંહસૂરિ પર પ્રસન્ન હતાં. (જુઓ “ગુરુપટ્ટાવલી પૃ. ૫૦૫). એકદા કેઈ દુર્મતિએ શ્રી જયસિંહસૂરિને જીવથી ઠાર મારી નાખવા માટે ઘણા માણસો મોકલ્યા. તેઓ ત્યાં આવ્યા, પણ તેમને ચકેશ્વરી દેવીએ થંભાવી દીધા. સ મારા મૂચ્છ ખાઈને નીચે પડ્યા. તે જાણીને તેમનાં માતપિતા, ભાઈપ્રમુખ સર્વ સગાંવહાલાંઓ ત્યાં આવ્યા અને ગુરુના પગ પેઈને ચરણોદક એ મારા ઉપર છાંટ્યું ત્યારે તેઓ ભાનમાં આવ્યા અને બંધનમુક્ત થયા.
શ્રી જયસિંહસૂરિએ અનેક લાખ ક્ષત્રિ, રજપૂતેને પ્રતિબોધી જનધર્માનુયાયી બનાવ્યા હતા, તે આપણે જોઈ ગયા. સફળ ધર્મોપદેશક હવા ઉપરાંત તેઓ સફળ ટીકાકાર અને અદ્વિતીય ગ્રંથકાર પણ હતા. મોટી પઢાવલી અનુસાર તેમણે રચેલ ગ્રંથોનાં નામ આ પ્રમાણે છે: (૧) કર્મગ્રંથ બહવૃત્તિ, (૨) કમ્મપયડી ટીકા, (૩) કર્મગ્રંથ વિચાર ટિપ્પણ, (૪) કર્મવિપાક સૂત્ર, (૫) ઠાણાંગ ટીકા, (૬) જૈન તર્કવાર્તિક, (૭) ન્યાયમંજરી ટિપણુ, (૮) યુગાદિદેવચરિત્ર ઈત્યાદિ. આ ગ્રંથસૂચિ દ્વારા તેમની ન્યાય અને કર્મ સાહિત્ય તેમ જ આગમ અંગેની વિદ્વત્તા અને સૂક્ષ્મ દષ્ટિની સમજ મળી રહે છે.
ગ)
શ્રઆર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org