________________
dastuse desfastestoste destustestostecessoslastasadade destacadadestestostestestastastasestastasestestostestostestadadadadadadadadostasestedades desa
c e
સ્વીકાર્યો. તેના દત્તકપુત્ર છાજેલ પરથી તેના વંશજો “છાજેડ ગોત્રથી ઓળખાયા. આ રીતે હલ્યુડીઆ, રાઠોડ, પડાઈયા, નાગડા, લાલન, ગાલા, દેઢીઆ, કટારીઆ, પોલડીઆ, નીસર, છાજેડ, લેલાડીઆ, મહુડીઆ, સહસ્રગણા ગાંધી ઈત્યાદિ અનેક નેત્રોને પ્રતિબંધી
શ્રી જયસિંહસૂરિજીએ આહંત ધર્મને ખૂબ ફેલાવો કર્યો. આ ગોત્રના શ્રાવકોએ કાળસંગે સ્થાનાંતર કરવા છતાં પિતાના પ્રતિબંધક અચલગચ્છના આચાર્યોના સદુપદેશથી અનેક પ્રકારનાં શાસનેન્નતિનાં શુભ કાર્યો કર્યા અને અચલગચ્છની સમાચારી દ્વારા જૈન ધર્મની આરાધના કરી. શ્રી શત્રુંજય તીર્થ પર અદ્દભુત દાદા જિનાલય નિર્માણ અને પ્રતિષ્ઠા :
શ્રી આર્યરક્ષિતસૂરિજીએ રત્નપુરના હમીરજીને ઉપદેશ આપી જૈન બનાવ્યો. તેના પુત્ર સખતસંઘથી “સહસ્રગણું ગાંધી ગેત્ર પ્રસિદ્ધિમાં આવ્યું. શ્રી શત્રુંજય મહાતીર્થ પર આવેલ અબુજીની વિશાળ અને ભવ્ય પ્રતિમા સં. ૧૨૪૯ માં શ્રી જયસિંહસૂરિના ઉપદેશથી ભિન્નમાલ પાસેના રત્નપુરના રહેવાસી શ્રેષ્ઠી શેવિંદ શાહ સહસ્ત્રગણું ગાંધીએ પ્રસ્થાપિત કરેલ. આ પ્રમાણેને એક લેખ ડૉ. ભાંડારકરને પ્રાપ્ત થયેલ તે આ મુજબ છે : _ वि. १२४९ भिन्नमाल पार्श्व रत्नपुरवासी सहस्रगणा गांधी अदबुदप्रतिमा शत्रुजये अंचलगच्छे श्रीजयसिंहसूरिणा प्रस्थापिता।
શ્રી શત્રુંજય તીર્થ ઉપરના શ્રી અદબુદ દાદાના જિનાલયને જીર્ણોદ્ધાર પણ વિ. સં. ૧૬૮૬ માં અચલગચ્છશ શ્રી કલ્યાણસાગરસૂરિજીના વખતમાં થયેલ. જીર્ણોદ્ધાર કરાવનાર શ્રેષ્ઠી હતા દેવગિરિવાસી શ્રીમાલી ધર્મદાસ. શત્રુંજય મહાતીર્થની યાત્રા કરતા અનેક યાત્રિકો આ અબુદ દાદાની ભવ્ય પ્રતિમાની પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વંદનાદિ ભક્તિ કરી પાવન બને છે. કણાનીમાં પ્રતિષ્ઠા :
શ્રી જયસિંહસૂરિજીના ઉપદેશથી સં. ૧૨૧૭ માં કણાની ગામના શ્રેષ્ઠી જસરાજે એક વિશાળ જિનાલય બંધાવેલું, તેમાં ચોવીસ તીર્થંકરદેવેની ભવ્ય પ્રતિમાઓ પણ પ્રતિષ્ઠિત કરાવેલી. ધર્મપ્રચારક શ્રી જ્યસિહસૂરિ:
ભારતના મુખ્ય શહેરો અને ગામડાંઓમાં ઉગ્ર વિહાર કરી શ્રી સિંહસૂરિજીએ ધર્મને ખૂબ પ્રચાર કર્યો. શ્રી આર્યરક્ષિતસૂરિએ પ્રકાશેલ જિનાજ્ઞા સંમત સમાચારીને બહોળે પ્રચાર શ્રી જયસિંહસૂરિએ કર્યો. આથી જ અચલગચ્છને પાયે દઢ થયે અને શતાબ્દીઓ વીતી જવા છતાં આજ પર્યત અચલ (વિધિ પક્ષ) ગ૭ ટકી શક્યો છે. અલબત્ત તેઓશ્રી પછી થયેલા પ્રભાવક આચાર્યોએ પણ પિતાને ચિરસ્મરણીય હિસ્સ આપે છે.
શ્રી આર્ય કયાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ
.
આ, ક,
સ્મૃ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org