________________
decededakadeddess Modedeedeedoooodsdsdecestoboddess નગરમાં અનંતસિંહ રાઠોડ નામના રાજા રાજય કરતો હતો. તે જલેદાર નામના જીવલેણ રોગથી પીડાતા હતે. નગરમાં પ્રભાવક આચાર્યશ્રીને પધારેલા જાણી રાણીએ દાસી દ્વારા સૂરિજીને કહેણ મોકલ્યું. જવાબમાં સૂરિજીએ કહી મોકલાવ્યું? રાજા જે જૈન ધર્મને સ્વીકાર કરે, તે રોગ દૂર કરવાને ઉપાય બતાવીશું.” આ સાંભળી જીવિતથી કંટાળેલા રાજાએ તેમ કરવાનું મંજૂર રાખ્યું. બીજે દિવસે રાણું પિતાના સ્વામીને પાલખીમાં બેસાડી સૂરિજી પાસે ગઈ, ત્યારે સૂરિજીએ પ્રાસુક જલ મંગાવી, મંત્રથી મંત્રીને રાજાને આપ્યું. તે પાણીને રાજાના પેટ પર લેપ કરવાથી તેને ભયંકર વ્યાધિ મટી ગયે. હલ્યુડીઆ રાઠોડ અને ધોઈ :
નીરોગી બનેલા રાજાએ પરિવારની સાથે જૈન ધર્મને સ્વીકાર કર્યો, તેમ જ સમ્યત્વ સહિત શ્રાવકનાં બાર વ્રતે સ્વીકાર્યા. ગુરુના ઉપદેશથી રાજાને ઓસવાળ જ્ઞાતિમાં દાખલ કરવામાં આવ્યા. તે રાજાના વંશજો “હલ્યુડીઆ રાઠોડ ગોત્રથી પ્રસિદ્ધ થયા. આ વંશજોમાંથી આગળ જતાં “સંઘઈ” એવી પેટા શાખા પણ નીકળેલી છે. રાજા સેમચંદને પ્રતિબંધ અને ગાલા ગોત્ર:
મારવાડ અંતર્ગત નગર કોટડામાં યદુવંશીય સેમચંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની પાસે પાંચ હજાર સુભટનું સૈન્ય હતું. પણ તે પોતાના સૈન્ય દ્વારા લૂંટફાટ કરતે. સં. ૧૨૧૧ માં શ્રી જયસિંહસૂરિ પિતાના ૫૦૦ શિષ્યો સાથે ઉમરકેટથી જેસલમેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં સેમચંદ રાજા તેમને મળે. સેમચંદે સૂરિજીને કહ્યું કે “તમારી પાસે જે કાંઈ હોય તે આપી દે.” પણ સૂરિજી અને સાધુઓ પાસે તે પાતરાં અને સાધુજીવનનાં ઉપકરણે સિવાય કાંઈ જ ન હતું. મોટી પઢાવલિમાં વર્ણન છે કે, તે સોમચંદ શ્રી જયસિંહસૂરિજીના પ્રભાવથી સ્થભિત થઈ ગયે. તેની માતા સરૂપદેવી અપર નામ મિણલદેવીએ સૂરિજી પાસે ક્ષમા યાચી. ત્યારે સૂરિજીએ કહ્યું: “તે જૈન ધર્મ સ્વીકારે અને લૂંટફાટ ન કરવાની પ્રતિજ્ઞા લે, તો તેને સ્તંભનમાંથી મુક્ત કરી શકાશે.’ આ વાતમાં પારકરનો રાણે ચાંદો પણ સાક્ષી બન્યું, એટલે સોમચંદને મુક્ત કરવામાં આવ્યું. એ પછી આચાર્ય પિતાના પરિવાર સહ જેસલમેર વિહાર કરી ગયા. હવે સેમચંદના હૃદયનું પરિવર્તન થયું. તે સૂરિજીને વાંદવા કુટુંબને સાથે લઈને જેસલ મેર ગયે. ત્યાં તેણે જૈન ધર્મ સ્વીકાર્યો. તેને ગુરુના ઉપદેશથી ઓસવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યો. સોમચંદે કેટડા નગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય અને પિતાની ગેત્રદેવી વિસલમાતાનું મંદિર બંધાવ્યું તથા સવા મણ સોનાની શાંતિનાથ પ્રભુની મૂર્તિ ભરાવી. આ બધામાં તેણે પાંચ લાખ ટંક દ્રવ્ય ખચ્યું. સેમચંદને પુત્ર
I
શ્રી આર્ય કયા ગૌતમ સ્મૃતિગ્રંથો
=
==
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org