________________
હeaderedaceboosectetectosetecbetescoredecessoasterests.botected Mes s edseases. [૪૩] તે જિનાલય આજે પણ વિદ્યમાન છે. આ સાલવીઓ સિંહસૂરિના પરમ ભક્ત હતા. અને અચલગચ્છના અનુયાયીઓ હતા. વાદવિજેતા શ્રી જયસિંહસૂરિ :
મટી પઢાવલીમાં વર્ણન છે કે, ઉક્ત વાદ પ્રસંગે શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી દેવસૂરિ ઇત્યાદિ પણ હાજર હતા. દિગંબરાચાર્યને જીતવા બદલ કુમારપાળ રાજાએ શ્રી જયસિંહસૂરિજીને “વિજયપત્રિકા” પણ લખી આપી હતી. છત્રસેન ભટારકે વિધિપૂર્વક જયસિંહસૂરિ પાસે દીક્ષા સ્વીકારી અને તેમનું નામ “છત્રહર્ષ' રાખવામાં આવ્યું હતું. ત્યારથી અચલગચ્છમાં હર્ષ શાખાને પ્રારંભ થયે ઉપરોક્ત ઘટના સં. ૧૨૧૭ માં બની હતી. તે વરસે રાજા કુમારપાળે શ્રી જયસિંહસૂરિજીને અતિ આગ્રહપૂર્વક પાટણમાં ચાતુર્માસ પણ કરાવ્યું હતું. શ્રી તારંગાજી તીર્થની પ્રથમ યાત્રા :
ચાતુર્માસ બાદ કુમારપાળ રાજાના આગ્રહથી શ્રી જયસિંહસૂરિએ તારંગા તીર્થ તરફ વિહાર કર્યો. કુમારપાળ રાજાએ કરાવેલા ભવ્ય જીર્ણોદ્ધાર બાદ તરત જ શ્રી જયસિંહ સૂરિએ આ તીર્થની સર્વ પ્રથમ યાત્રા કરી હતી. તીર્થનું વિશાળ અને ભવ્ય જિનમંદિર જેઈ શ્રી જયસિંહસૂરિ આનંદ પામ્યા. ત્યાં તેમણે અ૫ દિવસો સુધી સ્થિરતા પણ કરી. શાસન-પ્રભાવનાનાં કાર્યો :
ત્યાર પછી તેમના ઉપદેશથી દેહલ શ્રેષ્ઠીએ શત્રુંજય તીર્થને સંઘ કાઢયો હતે. આ સંઘમાં શ્રી જયસિંહસૂરિ નિશ્રાદાતા હતા. શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી તેઓ ખંભાત પધાર્યા. અહીં તેમના ઉપદેશથી સાંગણ શેઠે જ્ઞાનપંચમી ઉજમણુમાં ત્રણ લાખ ટંક ખરચી જિનાગમ લખાવ્યાં. વળી સૂરિજી તે શેઠના આગ્રહથી ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. તે પછી તેમણે ગિરનાર તીર્થની યાત્રા કરી. ત્યાંથી તેઓ પ્રભાસપાટણ પધાર્યા. ત્યાંના નિવાસી મંત્રી અંબાક શ્રેષ્ઠીએ શ્રી જયસિંહસૂરિજીના ઉપદેશથી તીર્થરૂપ શ્રી ચંદ્રપ્રભ જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું. ત્યાં ચાતુર્માસ કરી તેઓ કચ્છ પધાર્યા. અચલગચ્છના આચાર્યોમાં કચ્છ પધારનાર તેઓ પ્રથમ હતા. કચ્છમાં કેટલાંક વરસે રહીને તેઓ વાગડ (વાય) વિભાગમાં પણ વિચર્યા હતા. ત્યાં તેઓએ ધર્મોપદેશ આપી અનેક જૈનેતરને જૈન બનાવ્યા.
વહીવંચાની નેંધ દ્વારા જાણવા મળે છે કે, ભદ્રેશ્વરની પ્રતિષ્ઠા શ્રી આર્ય રક્ષિતસૂરિએ કરેલી. શ્રી જયસિંહસૂરિએ કચ્છના વિહાર દરમ્યાન ભદ્રેશ્વર તીર્થના જીર્ણોદ્ધાર અંગે પ્રેરણા આપી હોય તેવો સંભવ છે. રાજા અનંતસિંહ રાઠોડ સાથે સંપર્કઃ
સં. ૧૨૬૮ માં સિંહસૂરિજી વિહાર કરતા હસ્તિતુંડ નગરમાં પધાર્યા. તે
એ આર્ય કરયાણાગૌતમસ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org