________________
[૪૨] Bestses ded desc#dddddded સમગ્ર સાલવી જ્ઞાતિ અને અમારા ઈષ્ટદેવની મૂતિઓ તથા અમારા ગુરુ છત્રસેન ભટ્ટારકને પણ સાથે લાવીશું. રાજાએ આ શરત કબૂલ રાખી. આ રીતે સાલવી જ્ઞાતિએ પાટણમાં આવીને વસવાટ કર્યો. આ સાલવીઓની વસ્તીથી પાટણમાં સાત પુરા થયા. તે આજે પણ : “સાલવી પાડા' તરીકે પ્રસિદ્ધ છે. વાદમાં વિજય મેળવવા શ્રી સિંહસૂરિને નિમંત્રણ:
આ સાલવીઓ દિગંબર જૈન હતા. તેઓ પિતાની સમાચાર મુજબ રાત્રિપૂજા કરતા. રાજા કુમારપાળને થયું કે, આ સાલવીઓ જે વેતાંબર જૈન બની જાય તે સારું. શ્રી હેમચંદ્રસૂરિ સાથે આ બાબત અંગે વિચારણા કરતાં સૂરિજીએ કહ્યું : . “વિધિ પક્ષ(અચલ)ગચ્છના જયસિંહસૂરિ મહાપ્રભાવક છે, તેમ જ આ દિગંબરાચાર્ય છત્રસેન ભટારકને ઘટ સરસ્વતી સિદ્ધ છે શ્રી જયસિંહસૂરિ મંત્ર તંત્રના જાણકાર છે. હાલ તેઓ ખંભાતની આસપાસના પ્રદેશમાં વિચરી રહ્યા છે. તેમને તેડી લાવે. તેઓ સમર્થ છે અને આ દિગંબર આચાર્યને જીતીને વેતાંબર બનાવી શકશે. આ સાંભળી મહારાજા કુમારપાળે પિતાના મંત્રી દ્વારા પાટણ પધારવા જયસિંહસૂરિને આમંત્રણ મોકલ્યું. જયસિંહસૂરિ અને દિગંબરાચાર્યને વાદ:
શાસન પ્રભાવનાનું કાર્ય જાણી શ્રી જયસિંહસૂરિ પાટણ પધાર્યા અને રાજાએ તેમને વિનંતિ કરીઃ “વાદમાં છત્રસેન આચાર્યને આપ જીતો. ત્યારે જયસિંહસૂરિએ કહ્યું : “અમારાથી રાજદરબારમાં અવાય નહિ. આથી તેઓને અહીં તેડાવે અને તમે પણ હાજર રહો.” પછી રાજાએ દિગંબરાચાર્યને તેડાવ્યા અને વાદ અંગે નિર્ણય થયો. વાદની પૂર્વ શરત એવી હતી કે, જે હારે તે પોતાના શિષ્યો સહિત જીતનારને શિષ્ય બની જાય. બંને આચાર્યોએ આ શરતને મંજૂરી આપી. બન્ને વચ્ચે વાદ ચાલ્યો. છત્રસેને પડદો બંધાવી કુંભની સ્થાપના કરી, ઘટસરસ્વતી કુંભમાં સ્થાપી અને તે કુંભ પાસે બેસી તેણે વાદ શરૂ કર્યો. એટલે ઘટસરસ્વતી વાદ કરે અને શ્રી જયસિંહસૂરિ તેના પ્રત્યુત્તર આપે. દરરોજ સવા પહાર પર્યત વાદ ચાલે. આ રીતે છ દિવસે પસાર થઈ ગયા. ત્યારે રાજાએ કહ્યું :
હે પૂજ્ય! હવે જલદી જીતી લે.” એટલે સાતમે દિવસે શ્રી જયસિંહસૂરિએ પિતાના શિષ્યને શીખવીને ઘટ ફડાવી નંખાવ્યું. પછી એક જ પ્રશ્નમાં તે છત્રસેન દિંગબરાચાર્યને જીતી લીધો. આ વિજયથી પાટણના જિને અને મહારાજા આનંદ પામ્યા. જેનશાસનને જયજયકાર થયો. છત્રસેન ભટારક પોતાના શિષ્યો સહિત શ્રી જયસિંહસૂરિના શિષ્ય બન્યા. બધા સાલવીઓ પણ તાંબર બની ગયા. તેમની દિગંબરની શ્રી નેમિનાથજીની પ્રતિમાને કણદોરે (કંદોરો) કરાવી, તાંબરી બનાવી ત્રીસેરીના જિનાલયમાં પધરાવવામાં આવી.
કહS A આર્ય કcથાણાગૌતમસ્મૃતિગ્રંથ વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org