________________
4444
4
444
44
ts .. Messessed
sex stosto ladakvasasashkfkhotossessesfooooooook
બન્યા. મોટી પઢાવલીથી જાણી શકાય છે કે, તેઓ એવી પ્રૌઢ પ્રતિભાથી યુકત હતા કે ગુરુએ તેમને પાંચ જ વરસમાં ઉપાધ્યાય પદ આપીને પિતાથી અલગ વિહાર કરવાની આજ્ઞા આપી હતી. તેઓ પ્રકાંડ વિદ્વાન હોવાથી વાદમાં પણ અનેક વાદીઓને પરાજિત કરી દેતા હતા. આથી પ્રસન્ન થઈ રાજા સિદ્ધરાજ જયસિ છે તેમને “યુગપ્રધાન પદ આપ્યું હતું. એવું વર્ણન મોટી પઢાવલીમાંથી પ્રાપ્ત થાય છે. સૂરિપદની પ્રાપ્તિ :
સં. ૧૨૦૨ માં પાવાગઢ તીર્થ નજીકના મંદીરપુરમાં ત્યાંના સંઘે તેમને સૂરિપદથી અલંકૃત કર્યા, ત્યારથી તેઓ શ્રી જયસિંહસૂરિ તરીકે ખ્યાતિ પામ્યા. આ પ્રસંગે ચંદ્રગચ્છી શ્રી રામદેવસૂરિ ઈત્યાદિની ઉપસ્થિતિ હતી. સૂરિપદ પ્રસંગે રામદેવસૂરિના ભક્ત રાઉતચંદ્ર શ્રેષ્ઠીએ પુષ્કળ ધન ખરચીને અનેરો લહાવો લીધું હતું. સાથે સાથે વડોદરા, ખંભાત અને નાહપા આદિન સંઘેએ પણ લાભ લીધો હતે. શુદ્ધસંયમી શ્રી જયસિંહસૂરિ :
જિનશાસનની પ્રભાવના માટે અને ચારિત્રની શુદ્ધિ માટે શ્રી જયસિંહસૂરિ ઉગ્ર વિહાર કરતા. તેઓ પ્રાયઃ ગામડામાં એક રાત અને નગરમાં પાંચ રાત રહેતા. તેમની ચારિત્રનિષ્ઠા અને અપરિગ્રહિતા જોઈને સિદ્ધરાજ જયસિંહ વિસ્મય પામ્યું હતું અને પિતાની સભામાં તેમની પ્રશંસા કરતા હતા. શ્રી સિંહસૂરિ અને કુમારપાળ રાજાને સમાગમ:
સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ બાદ કુમારપાળ રાજા સં. ૧૧૯ માં ગુજરાતને રાજા બન્યો હતે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના સદુપદેશથી કુમારપાળ ઉત્કૃષ્ટ શ્રાવક (પરમહંત) બન્યા હતા. આ કુમારપાળ મહારાજા પણ શ્રી જયસિંહસૂરના સમાગમમાં આવ્યું હતું. પાટણમાં સાલવી દિગંબરેનું આવાગમન :
એકદા મહારાજા કુમારપાળ જિનપૂજા કરતા હતા. આ વખતે કાપડના કેટલાક જૈન વેપારીઓ પણ જિનમંદિરમાં દર્શન કરવા આવ્યા. તેમણે મહારાજાને કહ્યું : “રાજન! આપનું પીતાંબર પવિત્ર નથી.” રાજાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, “હે રાજન! આ પીતાંબર અમારા નગરમાં બનેલું છે. અમારા નગરનો રાજા બધાં જ વસ્ત્રોને પહેલાં પિતાની શય્યામાં મુકાવે છે. ત્યાર બાદ જ વસ્ત્રોની નિકાસ થાય છે.” આથી રાજાએ મુંગણું પટ્ટણમાં પિતાના ગુપ્તચર મોકલીને આ વાતની ખાતરી કરી લીધી. આથી તેણે મુંગણું પણના વણકરેને સિદ્ધપુર પાટણમાં વસવાટ કરવાનું આમંત્રણ આપ્યું. એટલે તેમને રાજ્ય તરફથી કેટલીક સગવડો પણ આપી. આ વણકરેએ એવી શરત કરી કે, અમારી
આ શીઆર્ય કયાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org