________________
[૩૪] Good Moviescoosebecodecorded destહdessoccessed booooooooodહહહકક
રાજપુત્ર જેસંગદે મળી આવ્યો. અને હમીરજી રાજાએ પુત્રની સાથે જૈન ધર્મ સ્વીકાર્યો. ગુરુના ઉપદેશથી તેમને ઓસવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યા. શ્રી આર્યરક્ષિતસૂરિએ જેસંગદે પર વાસક્ષેપ નાખી એવા આશીર્વાદ આપ્યા કે, આ રાજપુત્ર કઈ પણ રોગી માણસ પર હાથ ફેરવશે, તો તેને રેગ કે ગમે તેવું વિષ દૂર થશે. તે રાજપુત્ર મોટો થવાથી તેના ગુણેની લોકોમાં પ્રશંસા થવા લાગી. આથી રાઉત જેસંગદેના વંશજો “સહસગણું ગાંધી” તરીકે ઓળખાવા લાગ્યા. રાઉત હમીરે અને રાઉત જેસંગદે – બને પિતા પુત્રે સમ્યકત્વ સહિત બાર વ્રતે સ્વીકાર્યા. રાઉત જેસંગદેએ તે શત્રુંજય તીર્થને મોટો સંઘ કાવ્યો, સેનામહોરોની લહાણું કરી, ૮૪ ગચ્છમાં પહેરામણી કરી અને જિનાગમના ગ્રંથે લખાવ્યા. જેસંગદેનાં બીજાં નામે “સખતસંઘ” અને “માલદે હતાં. માલદે નામ પરથી તેના વંશજોનું ગોત્રનામ “માલદે થયું. તેના માલદે ગેત્રના વંશજે અનુક્રમે પારકરથી કચ્છ આવીને વસ્યા અને આજે પણ તેઓ માલદે અટક ધરાવે છે.
શ્રી આર્યરક્ષિતસૂરિએ વિધિમાર્ગનું પ્રવર્તન પિતાના વિદ્યા અને તપના બળથી ચારે તરફ કરીને ગચ્છને ખૂબ વિસ્તાર કર્યો. તેમ છતાં ગચ્છના પાયાને સુદઢ કરવાને યશ તેમના યશસ્વી અને સમર્થ પટ્ટધર શ્રી જયસિંહસૂરિને ફાળે જાય છે. શ્રી આર્ય રક્ષિતસૂરિને વિશાળ સાધુ-સાધવી પરિવાર :
શ્રી આર્યરક્ષિતસૂરિના શિષ્ય પરિવાર અંગે વિશેષ જાણી શકાતું નથી, પણ વિશાળ પરિવાર સૂચવતી સંખ્યા જરૂર પ્રાપ્ત થાય છે. તેમને સમગ્ર સાધુસાધ્વીને પરિવાર ૩૫૧૭ જેટલું હતું. તેમાં ૨૨૦૨ સાધુઓ અને ૧૩૧૫ સાધ્વીજીઓ હતાં. તેમાં ૧૨ આચાર્ય પદે, ૨૦ ઉપાધ્યાય પદે, ૭૦ પંડિત પદે મુનિઓ હતા. ૩૦૦ સાધ્વીજીઓને મહત્તર પદ અને ૮૨ સાધ્વીજીઓને પ્રવતિની પદ અપાયેલ હતાં. સાધ્વીજીઓમાં મુખ્ય મહત્તરા એમના પ્રથમ શિષ્યા સમયશ્રીજી હતાં. શ્રી જયસિંહસૂરિ સિવાયના તેમના અન્ય શિષ્યો કે આચાર વિશે જાણું શકાતું નથી. મોઢેરાની સં. ૧૨૩૫ ની પ્રતિમાના લેખમાં નિર્દિષ્ટ શ્રી સંઘપ્રભસૂરિજી તેમના પરિવારમાં હવાને સંભવ છે. અચલગચ્છના મુખ્ય સાધવીશ્રી સમયશ્રીજીની પ્રાપ્ત થતી લધુ પરંપરાઃ
પાટણના “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરના સંગ્રહની શ્રી જયશેખરસૂરિ કૃત આરાધના સાર” નામક હસ્તલિખિત પ્રતમાં અચલગચ્છનાં પ્રથમ સત્રીશ્રી સમયશ્રીજી પછી થયેલાં મુખ્ય સાધ્વીજીઓની પરંપરા પ્રાપ્ત થાય છે. પ્રથમ પ્રશસ્તિ” અને ત્યાર બાદ “ગુરણી સ્તુતિ” આ મુજબ છે :
ઇતિ વિધિપક્ષ મુખ્યાભિધાન શ્રી અંચલગચ્છ શ્રી જયશેખરસૂરિકૃતિ આરાધના સાર મિદમાલખિ: શ્રી સિહાનગરે શ્રી અંચલગચ્છવા ભાનુલબ્ધ ગણિ યોગ્ય .
છ ઐઆર્ય કથા ગૌતમ સ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org