________________
છે
. હ
o
o oooooooooooooooooooooooooooooooooooooooooooooooosebrows રિ૭I
પરમાત્મા શ્રી સીમંધર સ્વામી દ્વારા પ્રશંસા :
એક વખત મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર પરમાત્મા શ્રી સીમંધર સ્વામી ભગવંતને શ્રી ચક્રેશ્વરી દેવીએ પૂછયું : “હે પ્રભુ! આ કાળમાં ભરતક્ષેત્રમાં આગમ-પ્રણીત શુદ્ધ માર્ગ પ્રરૂપતા અને આચરતા કેઈ સુવિહીત મુનિ છે કે નહીં?” ભગવાને કહ્યું : હા, પાવાગઢ તીર્થ ઉપર સાગારી અનશન કરી રહેલા શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાયજી આગમપ્રણીત વિધિમાગને જાણે છે, આરાધે છે. તેમનાથી “વિધિપક્ષ’નું પ્રવર્તન થશે.” મહે. વિનયસાગરજી રચિત “બૃહત્પટ્ટાવલીમાં આવું વિધાન અને વર્ણન છે :
તસ્મિ કાલેડથ વિદેહવાસે સીમંધર સ્વામિન ઇ વોચતા.
શ્રી ભારતે શ્રીવિજયાદિચો યો વિધિમાર્ગ પ્રકટીકરતિ | ૨૦ | શ્રી ભાવસાગરસૂરિ વિરચિત પદાવલિમાં આ પ્રમાણે વર્ણન છેઃ
કિરિયાઈ ગુણપસંસ ભણુઈ જિણે સાહવિજયચંદસ્સા
અહુણા ભારહવાસે ઉધરિયા જેણ મુણિકિરિયા | પ્રભુના શ્રીમુખથી ઉપરોક્ત વચન સાંભળી શ્રી ચક્રેશ્વરી દેવી તરજ જ પાવાગઢ પર આવી ગુરુને વંદના કરી પ્રશંસા કરતાં કહે છે?
ધન્યવસિ પુલસિ ચ દીઘદશી
પ્રશસિત: પર્ષાદિ તીર્થકૃદ્િભ: ચકેશ્વરી દેવી દ્વારા પ્રશંસા :
દેવીએ કહ્યું : “હે પૂજ્ય! આપ અનશન કરવાનું સાહસ ન કરશે. આપ ખરેખર ધન્ય છે, પુણ્યવાન છે, દીર્ઘદશી છે. શ્રી સીમંધર ભગવંતે સભા વચ્ચે તમારી પ્રશંસા કરી છે. હે પૂજ્ય! આવતી કાલે સવારે ભાલેજથી થશે ધન શ્રાવક સંઘ સહિત અહીં આવશે, તે આપને ક૯પે તેવું શુધ્ધ અન્નજળ વહોરાવશે અને આપના ધર્મોપદેશથી પ્રતિબંધ પામશે. આપ પારણું કરશો. આપના હાથે જિનશાસનને જયજયકાર થશે.” એટલું કહીને ચક્રેશ્વરી દેવી સ્વસ્થાને ગયાં. યશાધન ભણશાલીના હાથે પારણું :
બીજા દિવસને સૂર્યોદય વેળાએ સંઘપતિ યશોધન સંઘની સાથે પર્વત પર આવ્યો. દેવગુરુનાં દર્શનવંદન કરી તેણે આહારપાણીને લાભ આપવા ગુરુને વિનંતિ કરી. સંઘનું રસોડું તળેટી પર હતું. યશોધનના અતિ આગ્રહથી શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાય બીજે પહેરે ગેચરી વહોરવા પધાર્યા. યશોધનના હાથે અન્નજળ વહાર્યા બાદ શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાયજીએ માસખમણના ઉગ્ર તપનું પારણું કર્યું.
મા શ્રી આર્ય ક યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ 2DS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org