________________
batasastadesadedadadadostestestestostestestostadaseste dosadestestostestestostestostudostoso destestostodestodestostestadostastastedostosastostadastosodode
ક્રિોદ્ધાર માટે પૂર્ણિમા ગચ્છમાં :
વિહાર કરતાં વિજયચંદ્ર ઉપાધ્યાયજી પોતાના સંસારીપણુના મામા, જેમણે પૂર્ણિમા ગચ્છમાં દીક્ષા લીધી હતી એવા શ્રી શીલગુણસૂરિજી સાથે વિધિપૂર્વક જિનાગમનો અભ્યાસ અને ક્રિયેદ્ધાર કરવાના હેતુએ વિચરવા લાગ્યા. શ્રી શીલગુણસૂરિએ આગમાદિ ભણાવી વિજયચંદ્ર ઉપાધ્યાયજીને પોતાના ગચ્છમાં આચાર્યપદ સ્વીકારવા ખૂબ આગ્રહ કર્યો. પરંતુ માલારે પણ આદિ સાવધ પ્રવૃત્તિ જોઈને તેઓએ તે માટે અનિચ્છા દર્શાવી. તે પછી તેઓ પૂર્ણિમા ગચ્છથી દૂર રહ્યા અને અલગ વિહાર કરવા લાગ્યા. શુદ્ધ સાધુજીવન પાળતા ઉપાધ્યાયજી :
બ્રહ્મચર્યના દિવ્ય તેજથી ચળકતા લલાટવાળા અને સંયમના ઓજસથી ઓપતા દેહવાળા યુવાન શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાયજી લાટ ઈત્યાદિ દૂર દૂરના દેશોમાં વિચરવા લાગ્યા. શ્રી ભાવસાગરસૂરિ રચિત પદાવલિમાં તેમના ઉચ્ચ સંયમી જીવનને ખ્યાલ આ પ્રમાણે આવે છે ?
વિજયચંદ્ર ઉપાધ્યાય પાંચ સમિતિની મર્યાદાવાળા, ત્રણ ગુપ્તિથી રક્ષાયેલા, અપ્રમાદી અને ચરણસિત્તરી અને કરણસિત્તેરીના નિયમોમાં દઢ હતા. મધ્યાહન સમયે તેઓ ગોચરી અર્થે નીકળતા.” અંતે એક નિશ્ચય :
લાટ વગેરેના ઉગ્ર વિહાર દરમ્યાન તેઓએ અનેક પ્રતિકૂળતાઓ સહન કરી. મેર ચૈત્યવાસીઓ અને પાસસ્થાઓની બહુલતાથી ક્રિયાઓ અને આચરણાઓ સંબધે ઠીકઠીકે શિથિલતાઓ પ્રવેશી ચૂકી હતી. આની અસરથી ગૃહસ્થ પણ શુદ્ધ આહારપાણી કેમ વહેરાવાય ઇત્યાદિ બાબતમાં પણ અનભિજ્ઞ (અજાણ્યા) હતા. શ્રી વિજયચંદ્ર ઉપાધ્યાયજી ઈત્યાદિ મુનિઓને વિહાર દરમ્યાન શુદ્ધ આહારપાણ પ્રાપ્ત થતાં નહોતાં, તેથી તેઓ અસૂઝતાં આહારપાણી વહારતા નહીં અને સમતાપૂર્વક તપવૃધ્ધિ કરતા. તેમને લાગ્યું કે, આચારશિથિલતા અને અજ્ઞાનતાનાં મૂળ ખૂબ ઊંડાં છે. તેને દૂર કરવા પુરુષાર્થ કરે પડશે. અને તેઓએ જીવસટોસટ ઝઝૂમવાને નિશ્ચય કરી લીધું. પાવાગઢ તીર્થ પર ઉગ્ર તપ :
વિજયચંદ્ર ઉપાધ્યાયજી (શ્રી આર્ય રક્ષિત સૂરિ) એ ઉગ્ર તપ અને સાધનાને માર્ગ પસંદ કર્યો. વિહાર કરતાં તેઓ પાવાગઢ પર્વત પર પરમાત્મા શ્રી મહાવીરદેવના તીર્થ રૂપ જિનમંદિરમાં જિનબિંબને વંદન કર્યા. લેખનો (અનશન) કરવાને ઈરાદો રાખી તેઓએ ઉગ્ર તપને, મા ખમણથી ચતુવિધ આહાર તજીને આરંભ કર્યો.
શ્રી આર્ય કલયાણા ગૌતમસ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org