________________
boede dadosostecostestado dosbodedesse sedactaclesidedaste testoste desteste de gastosostestostestosteste destestedododosiosto ste se sastosteste destestoste
ઈતિહાસ સર્જી દીધે. તેમના મનમાં પ્રશ્ન થયો કે, સાધુથી કાચું અર્થાત્ સચિત્ત પાણી વપરાય નહિ, તે આ સાધુની વસતિ (રહેઠાણ)માં કાચાં પાણીનાં માટલાં શા માટે રાખવામાં આવ્યાં છે ? તેઓ તરત જ ઊભા થયા અને ગુરુની પાસે જઈને ગુરુને પ્રશ્ન પૂછ્યો. ગુરુએ કહ્યું : “વત્સ ! આ વિષમ કાળમાં આ વિધિમાર્ગ આચરવે મુકેલ છે.” ગુરુના આવા ઢીલા નિર્માલ્ય જવાબથી શિષ્યને સંતોષ થયે નહિ.
તેમણે ફરીથી પૂછ્યું : “કઈ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વર્તે તો ?” ગુરુએ કહ્યું : “તે ધન્યવાદને પાત્ર!”
ગુરુની સંમતિ મળતાં તેમણે આચાર્યપદને ત્યાગ કર્યો, પણ ગુરુએ આગ્રહ રાખ્યો, તેથી ઉપાધ્યાય પદવી તજી નહિ. વાચક લાવણ્યચંદ્રગણિ વીરવંશાનુક્રમમાં જણાવે છે?
શિષ્યાસ્તસ્ય ગણેશિતુ: શ્રતભૂત તિષ્કન્તઃ આચાર્યતાં .
વિરકત્યાદ્ ગુરુનિહાદથમહાપાધ્યાયતામા શ્રિતા | ૨૭ . પદ પ્રત્યે અનાસક્તિ :
આપણે જોયું કે શ્રી દશવૈકાલિક સૂત્રની એક જ ગાથાએ શ્રી આરક્ષિતસૂરિના જીવનને ન મોડ (વળાંક) આપી દીધું. અવિધિએ ગ્રહણ કરાયેલ સૂરિપદ પણ તેમને જિદ્વારમાં ભારરૂપ લાગ્યું. હવે તેઓ વિરાટ ત્યાગની મૂતિ બનવા થનગની રહ્યા, પણ ગુરુના અતિ આગ્રહથી તેઓ ઉપાધ્યાય પદે રહ્યા. ગુરુ પાસેથી માર્ગદર્શન
દૂષમ કાળના નામે શ્રમણજીવનમાં પ્રવેશેલી શિથિલતાને દૂર કરવા તેઓ ઉત્કંઠિત બન્યા. “વિધિમાર્ગની પુન: પ્રતિષ્ઠા કરવા પિતાને પ્રથમ શું કરવું જોઈએ?” એમ પૂછતાં ગુરુએ કહ્યું: “આ કાળ વિષમ છે શાસ્ત્રોક્ત આચારેને જીવનમાં ઉતારવા અને પ્રરૂપવા માટે એક વાર સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વર દ્વારા પ્રરૂપિત સઘળા સિદ્ધાંત વાંચી જાઓ. તેમ જ જિનાજ્ઞા મુજબ આચારોમાં એકમતિ કરે.” આ સંબંધે “ગચ્છનાયક ગુરુરાસ માં આમ વર્ણન છે :
હરિસિજઈ કિમઈ તઈ ? એકમઈ કીજએ, શુદ્ધ સિધંતુ તઈઉ સયલ વાંચી જશે રહુ ગુરુવયણી ઉવષ્કાયપઉ પાલએ,
નામિ વિજયચંદુ વિહિપકખુ અજુઆલયે | ઉપાધ્યાય શ્રી વિજયચંદ્રજી ગુરુની આજ્ઞા મેળવી કેટલાક ક્રિયાપાત્ર મુનિઓ સાથે અલગ વિહાર કરવા લાગ્યા.
શ્રી આર્ય કલ્યાણામસ્મૃતિ ગ્રંથ
એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org