________________
dest.dessessfer defense old leslides/es-lll..
ર
ર૮રર
seselflessfedeletest blesslesslsellesleslesle 11
(૪) વંસીયાણ ગોત્ર (શ્રીમાલી) મુખ્ય શાખાઓ : વીશા અને દશા. પિટા શાખાઓઃ વસા, દાધેલિયા, ગાંધી, દેશી, નાળયા ઈત્યાદિ.
(૫) લાછિલ ગોત્ર (શ્રીમાલી) શાખાઓ : વહેરા, પારેખ ઈત્યાદિ
શ્રી વિધિપક્ષ (અચલગચ્છ)ની મોટી પઢાવલીમાં (પૃ. ૮૪ થી ૧૧૬ સુધી) ગાત્રો અને પિટા ગોત્ર તથા તે તે વંશજોએ કરેલાં ધર્મનાં પ્રતિષ્ઠાદિ કાર્યો, તે અંગેને વિસ્તૃત ઈતિહાસ છે.
આ રીતે ઉદયપ્રભસૂરિજીએ સિત્તેર જેટલા ગોત્રજેને પ્રતિબધી જૈન બનાવ્યા હતા. નાણક ગચ્છ અને વલભી ગચ્છ :
તેમણે નાણકપુર ગામના સંઘના આગ્રહથી શ્રી પ્રભાનંદ મુનિને સૂરિપદ આપ્યું. તે વખતે પ્રભાનંદ મુનિના મામા શ્રી જિનદાસ શ્રાવકે એક લાખ સોનામહોર ખરચી. આથી શ્રી પ્રભાનંદ સૂરિજીનો સમુદાય “નાણક ગચ્છ' તરીકે પ્રસિદ્ધ થયો. નાડેલ સંઘના આગ્રહથી ઉપાધ્યાય શ્રી વલલભ મુનિને પણ શ્રી ઉદયપ્રભસૂરિજીએ સૂરિપદવી આપી. શ્રી વલભસૂરિથી “વલભી ગ૭ પ્રસિદ્ધ થયો. આ રીતે ચાલ્યા આવતા શ્રી શંખેશ્વર ગચ્છના નાણુક અને વલ્લભી એ બે ગ છે બનવાથી, બે ભાગલા પડવાથી શ્રી ઉદયપ્રભસૂરિ ખૂબ નારાજ થયા. પણ થાય શું ? ઉપરોક્ત ઘટના વિ. સં. ૮૩૨ લગભગમાં બની હતી. ત્યાર બાદ અલ્પ સમયમાં તેઓ કાળધર્મ પામ્યા. ૩૯. શ્રી પ્રભાનંદસૂરિ :
આપણે ઉપર જોઈ ગયા કે પ્રભાનંદસૂરિથી નાક ગ૭ ચાલ્યો. એમના ઉપદેશથી નાણકપુરને રજા જેન બન્યો. આ રાજાએ તેમના ઉપદેશથી શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા સંઘ કાઢીને કરી હતી શ્રી પ્રભાનંદસૂરિને શિષ્ય પરિવાર વિશાળ હતું. તેઓ વિ. સં. ૮૮૦ માં દેવપતનમાં કાળધર્મ પામ્યા હતા. ૪૦. શ્રી ધર્મચંદ્રસૂરિ : ૪૧. શ્રી સુવિનયચંદ્રસૂરિ :
તેઓ વિ સં. ૯૨૨ માં સૂરિપદ પામ્યા હતા. ૪૨. શ્રી ગુણસમુદ્રસૂરિ :
તેઓશ્રી વિ. સં. ૯૫૭ માં સૂરિપદ પામ્યા હતા.
માં શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ કહDS.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org