________________
110)
dededededodesedade de se deste destestadostestoste testostestostestadadadadadestedade geslodesododedesestedes de dades desesteste
desde
(૧) ગૌતમ ગોત્ર (શ્રીમાલી તથા ઓશવાળ) | મુખ્ય શાખાઓઃ વૃદ્ધ સજનીય (વીસા), લઘુ સજનીય (દશા).
પેટા શાખાઓ મહેતા યશેધન, ભણશાલી, વિસરિયા, શંખેશ્વરીઆ, પુરાણ, ધૂરિયાણી, ભરકીયાણી, ઘા, છેવદાણી, પબાણી, માલાણી, ઘેલાણી. - ભિન્નમાલમાં પૂર્વ તરફના સમર સંઘ પાડામાં ગોતમ ગોત્રીય વિજય શેઠ વસતા હતા. શ્રી ઉદયપ્રભસૂરિએ તેમને જેન બનાવ્યા. તેઓ ચાર કોડના વ્યાપારી હતા.
સંવત ૧૧૧૧ માં બેડીમુગલ નામના મુસલમાન રાજાએ ભિન્નમાલ નગર પર આક્રમણ કરી નાશ કર્યો. તેમાં લાખ માણસે માર્યા ગયા. આકેમકે હજારોને કેદ કરી વટલાવીને મુસ્લિમ બનાવ્યા અને અલ્પ સંખ્યામાં માણસો અન્યત્ર નાસ ગયા.
શ્રી વિજય શેઠના વંશજ સહદેએ નાસીને ચાંપાનેરના ભાલેજ નગરમાં વસવાટ કર્યો. તેમને વેપાર વિવિધ કરિયાણાને હતું, તેથી તેઓ ભાંડશાલી (ભાણુશાલી) ઓડકથી ઓળખાયા. તે સહદે શેઠને યશોધન અને સમા નામે બે પુત્રો હતા. યશોધનને અચલગચ્છ( વિધિપક્ષ)ના સ્થાપક શ્રી આર્ય રક્ષિતસૂરિએ પ્રતિબંધીને સં. ૧૧૬૯ માં સમ્યકત્વી પરમ શ્રદ્ધાળુ શ્રાવક બનાવ્યો. આથી યશેધન એ અચલગચ્છના પ્રથમ શ્રાવક તરીકે જૈન ગ્રંથમાં વિરલ કીતિ પામ્યા છે. યશોધન શ્રાવકે ભાલેજ ઇત્યાદિ સાત ગામોમાં ભવ્ય જિનાલય બંધાવ્યાં. આ જ વંશમાંથી ઉપર જણાવેલી પેટા શાખાઓ નીકળી છે.
(૨) હરિયાણું નેત્ર (શ્રીમાલી) મુખ્ય શાખાઓ : વીશા, દશા.
પેટા શાખાઓ : આંબલીઆ, મણિયાર, વહરા, વીંછીવાડિયા, સહસા ગુણા, કકા, ગ્રથલિયા અને અન્ના આદિ. આ વંશના વંશજોએ અચલગચ્છના આચાર્યોની પ્રેરણાથી શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરેલાં છે.
(૩) કાત્યાયન ગોત્ર (શ્રીમાલી) પેટા શાખા : સાંડસા, ખંભાયતી, ગોદડીઓ વગેરે.
આ ગેત્રના મુખ્ય શ્રાવક શ્રીમલ છે. તે શ્રીમલ શ્રાવક ભિન્નમાલમાં સાત કરેડના વ્યાપારી હતા. સં. ૧૧૧૧ માં ભિન્નમાલને નાશ થતાં તેમના વંશજે અન્યત્ર રહેવા ચાલ્યા ગયા હતા. આ વંશના ભેરેલ ગામમાં થયેલા શેઠ મુંજાશાહે વિ. સં. ૧૩૦૨ માં અચલગચ્છની વલ્લભી શાખાના પુણ્યતિલકસૂરિજીના ઉપદેશથી વિશાળ શિખરબંધ જિનાલય અને એક વાવ બંધાવેલ હતાં.
22) શીઆર્ય કલયાણ ગૌતમ સ્મૃતિગ્રંથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org