________________
edades se desestedodadadadadadebeubedadados dedodesbotasedlastedosbode se oba dostade dedesse sodades desestedede do stesso dodeddodde [10]
કુલગુરુની મર્યાદા : - ત્યાર પછી સૌએ ભેગા મળીને એવી મર્યાદા નક્કી કરી કે, આજથી માંડીને જે કઈ આચાર્ય જેને પ્રતિબોધે, તે માણસના પુત્ર આદિક સર્વ પરિવારનાં નામે તે આચાર્યશ્રીએ એક વડીમાં લખવાં. તે આચાર્ય તે કુલના કુલગુરુ ગણાય. વળી એવી ૫૧ મર્યાદા મૂકવામાં આવી કે, કુલગુરુની આજ્ઞા વિના બીજા પાસે દીક્ષા ન લેવી. પ્રતિષ્ઠા, સંઘપતિ તિલક, ત્રચ્ચાર ઈત્યાદિ કુલગુરુ પાસે અથવા તેની સંમતિ લઈ બીજા પાસે કરાવવી. આમંત્રણ આપવા છતાં કુલગુરુ આવે નહિ, તો બીજા ગુરુ પાસે ઉપરોક્ત કાર્યો કરાવવાં. ત્યારથી પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવ્યાં, તે જ તેના કુલગુરુ થયા.
આ મર્યાદાનો છેવટનો નિર્ણય ભાણ રાજા ઈત્યાદિ મુખ્ય ગૃહસ્થ અને સર્વે કુલગુરુઓએ મળી વિક્રમ સંવત ૭૭૫ ચિત્ર સુદ ૭ ના રોજ શ્રી વર્ધમાનપુરમાં કર્યો. આ લખાણ પર તે વખતના પાંત્રીસેક આચાર્યોએ સહી કરી તથા ગૃહસ્થમાં ભાણું રાજા, શ્રીમાલી જગા, રાજપૂર્ણ તથા શ્રીકર્ણ વગેરેએ પણ સાક્ષી કરી. જનધમી ભાણ રાજા :
ભાણ રાજાને ૩૬૫ રાણીઓ હતી, પણ એકે સંતાન ન હતું. પણ કુલગુરુના વચન મુજબ ઉપકેશ નગરના જયમલ નામના ઓશવાળ શ્રેષ્ઠિની પુત્રી રત્નાબાઈ સાથે લગ્ન કરવાથી, તે રત્નાબાઈની કુક્ષિથી તેમને રાણું અને કુંભા નામના બે પુત્ર થયા હતા. લગ્ન પહેલાં રાણી રત્નાએ એવી શરત કરી હતી કે મારા સંતાનને રાજ્ય આપવું જોઈએ. આ શરત મંજૂર રાખેલી. પુત્ર થયા બાદ રાજાએ બાર વ્રત સ્વીકાર્યા તથા વિ. સં ૭૯૫માં માગસર સુદ ૧૦ ને રવિવારે એવી ઉદ્ઘેષણા કરાવી હતી કે, જે કોઈ જૈન ધર્મને સ્વીકારશે, તે મારે સાધાર્મિક થશે અને તેનું ઈચ્છિત હું પૂર્ણ કરીશ.”
ભિન્નમાલમાં શ્રીમાલ બ્રાહ્મણ જ્ઞાતિના બાસઠ કરોડપતિ શ્રેષ્ઠિઓ રહેતા હતા. ભાણ રાજા તેમને ઘણું જ માન આપતા એક વાર શ્રી ઉદયપ્રભસૂરિ ભિન્નમાલ પધાર્યા. તેઓએ બાસઠ બ્રાહ્મણ શ્રેષ્ઠિઓને પ્રતિબધી શ્રીમાળી જ્ઞાતિના નાયક જૈનધમી શ્રાવકે બનાવ્યા. આ બાસઠ શ્રેષ્ઠિઓનાં નામ અને ગેત્ર નામ વિધિપક્ષગચ્છની મોટી પટ્ટાવલીમાં (પૃ. ૮૨) ઉપર અપાયેલાં છે તથા ભિન્નમાલના રહેવાસી પ્રાગ્રાટ બ્રાહ્મણ જ્ઞાતિના આઠ શ્રેષ્ઠિઓને પણ શ્રી ઉદયપ્રભસૂરિએ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના નાયક જૈનધમી શ્રાવકે બનાવ્યા. આ બંને ઘટનાએ વિ. સં. ૭૯૫, ફાગણ સુદ ૨ ના દિવસે બની. શ્રી ઉદયપ્રભસૂરિજીએ કુલ ૭૦ ગોત્રોના બ્રાહ્મણોને પ્રતિબંધીને જેન બનાવ્યા હતા.
આ ગેત્રોમાંથી કેટલાંક ગેત્રોની વિશેષ હકીકત પટ્ટાવલીમાં આ મુજબ છે :
શીઆર્ય કયાધગૌતમ સ્મૃતિગ્રંથ કહીએ
આ. કે,
સ્મૃ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org