________________
stedestestesteste destestostestastestostestostestosteslosestedestesa sastosta stastasestese sedlosestestestostestestostestestostestostestestosteseasestestesteseseste, 1941
૩૧. શ્રી જયાનંદસૂરિ
શ્રી વિબુદ્ધસૂરિની પાટે શ્રી જયાનંદસૂરિ થયા. શ્રી જિનભદ્ર ગણિના વખતમાં શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ થયા. શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે સંક્ષિપ્ત જીતકલ૫, ક્ષેત્રસમાસ, ધ્યાનશતક, બૃહત સંગ્રહણી અને વિશેષાવશ્યક ભાષ્ય ઇત્યાદિ ગ્રંથ રચ્યા છે. ૩૨. શ્રી રવિપ્રભસૂરિ :
- તેઓશ્રીએ વિ. સં. ૭૦૦ માં નાડેલમાં શ્રી નેમિનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે. ૩૩. શ્રી યશોદેવસૂરિ
પટ્ટાવલિમાં તેમને નામનિર્દેશ “યશોભદ્રસૂરિ' તરીકે પણ થયેલ છે. તેમના સમયમાં વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવ્યું. વનરાજ ચાવડાને શ્રી શીલગુણસૂરિએ પ્રતિબધી જૈનધર્મી બનાવ્યું હતું. ૩૪. શ્રી વિમલચંદ્રસૂરિ
શ્રી વિમલચંદ્રસૂરિ યશોદેવસૂરિના પટ્ટધર હતા. ૩૫, વડગચ્છના નાયક ઉદ્યોતનસૂરિ
તેઓ મહાપ્રભાવક અને વિશાળ શિષ્ય પરિવાર યુક્ત હતા. એક વખત આબુ તીર્થની યાત્રા કરી તેઓ પર્વત પરથી ઊતરવાને શ્રમ દૂર કરવા, ટેલી ગામની નજીક એક વિશાળ વડના ઝાડ નીચે બેઠા. તે જ વખતે શાસનદેવીએ આકાશવાણું કરી: “હે ભગવંત! અહીં જ જે આપ આપના શિષ્યોને સૂરિપદ આપશે, તે આપને પરિવાર આ વટવૃક્ષની જેમ વૃદ્ધિ પામશે.”
આ સાંભળી શ્રી ઉધોતનેસૂરિએ પિતાના ૮૪ શિષ્યોને યોગ્ય જાણી વિ. સં. ૭૨૩ માં સૂરિપદથી અલંકૃત કર્યા.
આ ઐતિહાસિક પ્રસંગ પરથી તેમને ગચ્છ “વડગચ્છ' તરીકે ઓળખાય. (આ ચોર્યાસી સૂરિવરોનાં નામ શ્રી અચલગચ્છની મોટી પટ્ટાવલી પૃ. ૮ પર આપેલાં છે.) આ ચોર્યાસી આચાર્યોમાં મુખ્ય શ્રી સર્વ દેવસૂરિ હતા. તેઓએ પ્રથમ ચાતુમસ, સૂરિ બન્યા પછી તરતમાં જ શખેશ્વર તીર્થમાં કર્યું હતું, તેથી તેમના પરિવારના મુનિઓના ગચ્છ (ગણ)નું નામ “શંખેશ્વર ગચ્છ પ્રસિદ્ધ થયું. ૩૬. શ્રી સર્વદેવસૂરિ
શ્રી સર્વદેવસૂરિ જ્યારે શંખેશ્વર તીર્થમાં ચાતુર્માસ નિમિતે રહેલા હતા, ત્યારે ભિનમાલના સામંત રાજાના પુત્ર વિજ્યવંત પોતાના મામાને ત્યાં અહીં આવે. તે
મિ શ્રી આર્યો ક યાણાગોમ સ્મૃતિગ્રંથ 2DS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org