________________
veged &!d assessessessessessessessesssssssssssssssssssssssssssssssssssleecedes [૧૩] તેઓ ભરૂચમાં અનશન પૂર્વક કાળધર્મ પામ્યા હતા. ૨૧. શ્રી માનદેવસૂરિ :
કરંટ નગરમાં જિનદત્ત શ્રેષ્ઠિ અને ધારિણી શેઠાણી એ નામનાં જૈન દંપતિ રહેતાં હતાં. તેમને માનદેવ નામને પુત્ર હતું. તેમણે પ્રદ્યોતનસૂરિ પાસે દીક્ષા લીધી હતી. પછી તેઓ સૂરિ બન્યા હતા. તેમની બ્રહ્મચર્યની દૃઢતાથી જયા અને વિજયા દેવીએ તેમનું સાંનિધ્ય કરતી હતી.
તેમના વખતમાં તક્ષશિલા નગરી પર અમુક વ્યંતર દેવોએ મહામારીને ઉપદ્રવ કર્યો. શ્રી માનદેવસૂરિએ રચેલ નવા શાંતિસ્તોત્રના પાઠથી તે ઉપદ્રવ શાંત થ. ત્યારબાદ તક્ષશિલાના લેકે અન્યત્ર રહેવા ચાલ્યા ગયા અને તે નગરીને સ્વેચ્છાએ નાશ કર્યો. માનદેવસૂરિ મહાન પ્રભાવક હતા.
તેઓ વીરનિર્માણ સં. ૭૩૧ અને વિ. સં. ૨૬૧ માં લગભગ પાંચ દિનના અનશનપૂર્વક રેવતગિરિ પર કાળધર્મ પામ્યા. ૨૨, “ભક્તાભર સ્તોત્ર'ના રચયિતા શ્રી માનતુંગરિક
તેઓ વારાણસીના બ્રહ્મક્ષત્રિય હર્ષદેવના માનતુંગ નામે પુત્ર હતા. તેઓએ પ્રથમ માઘનંદી નામના દિગંબર જૈન મુનિ પાસે દીક્ષા લીધેલી. ત્યાં તેમનું નામ મહાકતિ હતું. તેમની એક શ્વેતાંબર જૈનધમી બહેને તેમના પાત્રમાં સંમૂછિમ જીવની ઉત્પતિ દેખાડી. આથી તેઓએ શ્વેતાંબરની દીક્ષા લીધી. અહીં તેમનું નામ માનતુંગ મુનિ રહ્યું. તેમણે ડોલમાં માનદેવસૂરિ પાસે અનેકવિધ વિદ્યાઓને અભ્યાસ કર્યો.
ઉજજૈનના રાજા ભેજને એ ભ્રમ હતું કે ચમત્કાર તે ફક્ત બ્રાહ્મણે જ બતાવી શકે. તેને રદિયો આપતાં જૈન મંત્રીએ ભેજ રાજાને કહ્યું : “અમારા જૈનાચાર્યો પણ આનાથી વિશેષ ચમત્કાર સર્જી શકે છે. રાજાની વિનંતિથી જૈન મંત્રી શ્રી માનતુંગસૂરિને સભામાં તેડી આવ્યા. શ્રી માનતુંગસૂરિએ તે જ વખતે “ભક્તામર સ્તોત્ર રચીને રાજાએ કરેલાં ચુમ્માલીસે બેડીનાં બંધને તોડી નાખ્યાં. આથી રાજા ભેજ જૈનધર્મી બન્યા. તે પછી રાજાએ અવંતી પાર્શ્વનાથ જૈન તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો.
માનતુંગસૂરિજીએ અઢાર અક્ષરોના મંત્રથી ગર્ભિત ભયહર (નમિઉણુ) નામક તેંત્ર રચ્યું. તેઓ વિ. સં. ૨૮૮ લગભગ, ઉજ્જૈનમાં કાળધર્મ પામ્યા. ૨૩. શ્રી વીરસૂરિ
તેઓ ઉગ્ર તપસ્વી હતા. વિ. સં ૩૦૦ લગભગમાં નાગપુરના શા. સમશેર
' શાળાએ કહ્યાધa Aવિ શ કી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org