________________
sddsboesteskeste stedestestosteste deste stedestado destestadestased desse sestestes de dede de subsedelesbestostestestostestesksestede ses destes
ભગવાન શ્રી મહાવીરદેવના મોક્ષ બાદ, એકસો સિત્તેર વરસો વીત્યા પછી તેઓ કુમારગિરિ પર સ્વર્ગસ્થ થયા હતા. ૮, મહાબ્રહ્મચારી શ્રી સ્થૂલભદ્ર સ્વામી
પાટલીપુત્રના નંદરાજાના મંત્રી શંકડાલ અને તેની પત્ની લાછલદેન શ્રીયક અને સ્થૂલભદ્ર નામના બે પુત્રો હતા તથા ચક્ષા, ચક્ષદિન્ના વગેરે સાત પુત્રીઓ હતી.
સ્થૂલભદ્ર તે નગરની રૂપવતી કોશા વેશ્યા પ્રત્યે અતિશય આસક્ત હતા. આ વેશ્યાને ત્યાં બાર વર્ષો વીતાવી સાડાબાર કરોડ સોનામહે ખચી હતી. પણ પોતાના પિતા શકતાલ મંત્રીના રાજકીય મૃત્યુથી વૈરાગ્ય પામી અને સંભૂતિવિજયસૂરિથી પ્રભાવિત થઈને, સ્થૂલભદ્રજીએ તેમની પાસે દીક્ષા લીધી. બાદ તેઓએ જૈનાગમના અગિયાર અંગસૂત્રને અભ્યાસ કર્યો હતો. દશ પૂર્વોને અભ્યાસ :
તે વખતે પડેલે ભીષણ દુષ્કાળને કારણે જન શ્રમણમાં જેનાગમનું વિસ્મરણ થવા લાગ્યું હતું. પણ ફક્ત શ્રી ભદ્રબાહુ સ્વામી જ દૃષ્ટિવાદના જાણકાર હતા. શ્રી ભદ્રબાડ રવામી પાસે શ્રી સંઘે પાંચ મુનિઓને મોકલ્યા હતા, પણ ફક્ત એક જ સ્થૂલભદ્ર મુનિ જ અભ્યાસ માટે સ્થિરતા રાખી શક્યા હતા. તેમની પાસે શ્રી સ્થૂલભદ્ર બે વસ્તુ અધિક દશ પૂર્વેને અભ્યાસ કરી શક્યા હતા. પિતાની યક્ષા વગેરે સાત બહેને (સાધ્વીજીઓ)ને ચમત્કાર બતાવવા શ્રી સ્થૂલભદ્ર મુનિએ સિંહનું રૂપ લીધું હતું.
શ્રી ભદ્રબાહુ સ્વામીએ જ્ઞાનના આવા અભિમાન બદલ શ્રી સ્થૂલભદ્ર મુનિને આગળને પાઠ આપવાની અનિચ્છા દર્શાવી, પરંતુ શ્રીસંઘના અતિ આગ્રહથી છેવટે શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી સ્થૂલભદ્ર મુનિને અર્થ વિના બાકીના ચાર પૂર્વેને મૂળ પાઠ આપ્યું હતું, તેમ જ આગળ જતાં બીજાને તે પાઠ ન આપવાની આજ્ઞા ફરમાવી હતી. પછીથી શ્રી સ્થૂલભદ્ર સ્વામી ભગવંત શ્રીસંઘના નાયક અને યુગપ્રધાન બન્યા હતા.
શ્રી સ્થૂલભદ્ર સ્વામી ૯ વરસની વયે, પ્રભુશ્રી મહાવીર દેવના નિર્વાણ બાદ ૨૧૫ વરસે ત્યાં ત્યારે સ્વર્ગવાસ પામ્યા હતા, ૯. જિનકલ્પી તુલ્ય આચરણ કરનારા શ્રી આર્ય મહાગિરિ
મગધ ભૂમિના કલાગ ગામના ઇલાપત્ય ગોત્રીય બ્રાહ્મણ દંપતિ શ્રી રામ અને મનેરમાને મહાગિરિ અને સુહસ્તિ નામે બે પુત્ર હતા.
પાટલીપુત્રમાં અભ્યાસાર્થે જતાં ત્યાં સ્થૂલભદ્ર સ્વામીના ઉપદેશથી બન્ને ભાઈઓએ
મ આર્ય ક યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org