________________
[3] stestesboksestestetsteststestostestesleste stestade destesteesttestestostestesttestes de leukste testostestostesefasecte de destesteskesteste ૩. શ્રી પ્રભવ સ્વામી :
આ પ્રભવ એ વિધ્યરાજનો પુત્ર હતા, પણ પિતા સાથે અણબનાવ થતાં, તે જંગલમાં ચાલ્યા ગયે હતો. ત્યાં તે પાંચસે ચેરેને નાયક બન્યા હતા. શ્રી જબૂસ્વામીના ઉપદેશથી વૈરાગી બની, તેમણે પ૦૦ ચેરો સાથે દીક્ષા લીધી હતી. પછી તેઓ શ્રી જંબુસ્વામીના પટ્ટધર થયા હતા.
પ્રભુ મહાવીર સ્વામીના મોક્ષ પછી પંચેતેર વર્ષ વીત્યે તેઓ સ્વર્ગસ્થ થયા હતા. ૪. શ્રી દશવૈકાલિક સૂત્રકાર શ્રી શય્યભવસૂરિ ' આ શ્રી શય્યભવ ભટ્ટ હિંસક યજ્ઞ કરતો હતો. “અહો કષ્ટ” એમ જૈન સાધુઓએ કહ્યું, ત્યારે તેને સંશય જતાં યજ્ઞાચાર્યને ધમકી આપીને પૂછ્યું, તે તેને જાણવા મળ્યું કે, યજ્ઞસ્તંભની નીચે જેનેના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથજીનાં પ્રતિમાજી હતાં. પ્રતિમાના દર્શનથી પ્રતિબોધ પામી શ્રી શય્યભવ ભટ્ટે શ્રી પ્રભવ સ્વામી પાસે દીક્ષા લીધી હતી.
પિતાના અલ્પાયુષ્યવાળા પુત્ર મનક બાલમુનિની આરાધના માટે તેમણે પૂર્વશ્રતમાંથી શ્રી દશવૈકાલિક સૂત્રને ઉદ્ધાર કર્યો હતે.
- શ્રી શય્યભવસૂરિ પ્રભુ શ્રી મહાવીરદેવના નિર્વાણથી અઠ્ઠાણુ વર્ષે સ્વર્ગસ્થ થયા હતા. ૫. શ્રી યશોભદ્રસૂરિ :
આ આચાર્ય ભગવંતશ્રી “તુંગીયાયને ગોત્રના હતા. તેઓ પ્રભુ શ્રી મહાવીરદેવના મેક્ષથી એકસે અડતાલીશ વર્ષો જતાં સ્વર્ગવાસ પામ્યા હતા. ૬. શ્રી આર્ય સંભૂતિવિજયસૂરિ
આ આચાર્ય ભગવંતશ્રી “માસ્ટર’ ત્રીય હતા. તેમનું સંપૂર્ણ આયુ નવુ વરસનું હતું. ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણથી એકસો છપન વર્ષો વીત્યા બાદ તેઓ વર્ગસ્થ થયા હતા. ૭. ઉપસર્ગહર તેત્રના રચયિતા, મંત્ર પ્રભાવક, નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામી:
અગિયાર અંગો પર નિર્યુક્તિના રચયિતા શ્રી ભદ્રબાહુ સ્વામી મહા પ્રભાવક હતા. દીક્ષા છેડનાર તેમના ભાઈ વરાહમિહિરે તેમના પર અને જૈન ધર્મ પર તેજોષ પ્રગટ કરેલ. વરાહમિહિર મરીને વ્યંતર દેવ થયે અને જેમાં મરકી વગેરે રોગો ફેલાવવા લાગ્યો. પણ ઉપદ્રની શાંતિ માટે શ્રી ભદ્રબાહ સ્વામી એ “ઉવસગ્ગહર ” નામના મહાપ્રભાવક સ્તંત્રની રચના કરી.
ગ્રીકાર્ય કરયાણાગૌતમ સ્મૃતિગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org