________________
of sedsusclost householdsloved to do so soofesslspossessessoas selected sloggest
visesslololosses.sless see
૧. પ્રથમ પટ્ટધર શ્રી સુધર્મા સ્વામી :
વર્તમાનકાલીન જૈનાચાર્યોની પરંપરાના નાયક શ્રી આર્ય સુધર્મા સ્વામી ભગવંત છે પરમાત્માશ્રી મહાવીરદેવ નિર્વાણપદ પામ્યા બાદ પ્રભાતે (વર્તમાનમાં પ્રચલિત નૂતન વર્ષના નૂતન પ્રભાતે કારતક સુદ ૧ ના) પહેલા ગણધર શ્રી ગૌતમ સ્વામી પણ કેવળજ્ઞાન પામ્યા હતા. - શ્રી ઇંદ્રભૂતિ ગૌતમ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમાં, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલબ્રાતા, મેતાર્ય અને પ્રભાસ – આ અગિયારે ગણધરમાં ગણધર ભગવંત શ્રી સુધર્મા સ્વામી દીઘયુષી હોવાના કારણે તેઓને પ્રથમ ગણનાયક પટ્ટધર તરીકે સ્થાપવામાં આવ્યા હતા.
શ્રી સુધર્મા સ્વામી મગધ દેશના કેલ્લાગ ગામમાં ધમ્મિલ અને ભદિલાના વિપ્ર કુટુંબમાં જન્મ્યા હતા. તેઓ વેદશાસ્ત્રોના પારંગત હતા, પણ અભિમાની હતા. પ્રભુ મહાવીરદેવ પાસે તેઓના સંશોનું સમાધાન થતાં, તેઓ પ્રભુના દીક્ષિત ગણુધર” શિષ્ય બન્યા હતા. તેમણે ત્રીસ વરસ સુધી પ્રભુ શ્રી મહાવીરદેવની અને બાર વરસ સુધી શ્રી ગૌતમ સ્વામીની સેવા કરી હતી. તેમની કુલ વય બાણુ વરસની થઈ, ત્યારે તેઓ કેવળજ્ઞાની બન્યા હતા. આઠ વરસને કેવળી પર્યાય પાળી, ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી વીસ વરસ બાદ પિતાની સે વરસની વયે તેઓ મોક્ષે પધાર્યા હતા. ૨. મહા વૈરાગી શ્રી જબૂસ્વામી :
આ અવસર્પિણી કાળના છેલ્લા કેવળી ભગવંત શ્રી જંબૂસ્વામી મગધ દેશની રાજગૃહી નગરીના ત્રાષભદત્ત અને ધારિણી નામક કેટયાધિપતિ દંપતીના પુત્ર હતા.
શ્રી સુધમાં સ્વામી ભગવંતની દેશના સાંભળી તેઓ વૈરાગી બન્યા હતા. દીક્ષાની રજા લેવા જતાં મેહવશ એવાં માતપિતાના અતિ આગ્રહથી આઠ કન્યાઓ સાથે તેઓએ લગ્ન કર્યા હતાં. બીજે દિવસે સવારે દીક્ષા લઈશ” એવી પૂર્વ શરત મુજબ લગ્નની પ્રથમ રાતે જ બૂકુમારે પોતાની આઠે પત્નીઓને પ્રતિબોધી હતી. પાંચસો ચોર એક સાથે તેમને ઘેર ચોરી કરવા આવેલા હતા. તેમને નાયક વિધ્યરાજને પુત્ર પ્રભાવ પણ આઠે સ્ત્રીઓને જબુકમારે આપેલ ઉપદેશ સાંભળીને પ્રતિબોધ પામ્યું હતું. તેમનાં માબાપ પણ પ્રતિબોધ પામ્યાં હતાં. બીજે દિવસે પિતાનાં માબાપ, આઠે પત્નીઓ, બધાં સાસુ-સસરા તથા પ્રભવ આદિ પાંચસે ચેરે સહિત જંબુસ્વામીએ શ્રી સુધમાં સ્વામી ભગવંત પાસે દીક્ષા લીધી હતી.
શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી ચોસઠ વર્ષ પછી શ્રી જબૂસ્વામી મોક્ષમાં પધાર્યા હતા.
મા શ્રી આર્ય કલ્યાણ ગોલમસ્મૃતિ ગ્રંથ કયE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org