________________
[૪] sessedatadose eeeee
ceesses websbxbe% તેમને માટે પ્રભુએ શ્રાવકનાં બાર વ્રત વગેરે પ્રરૂપ્યાં. અહિંસા, તપ અને સંયમ આચરવાથી જ આત્માનું શ્રેય થવાનું છે, એ શ્રેષ્ઠ માર્ગ પ્રકા. જન્મમરણની જંજીરને તોડવા, સાચા, વાસ્તવિક, શાશ્વત સુખને પ્રાપ્ત કરવા અને દુઃખને અંત આણવા મંત્રી, પ્રદ, કારુણ્ય અને માધ્યચ્ચ આદિ ભાવનાઓ બતાવી. દુનિયાને મોક્ષને મહાન માર્ગ બતાવી સેંકડે નરનારીઓને પ્રભુએ મોક્ષમાર્ગનાં પથિક બનાવ્યાં. પ્રભુને પરિવાર:
- ભગવાન શ્રી મહાવીરદેવનાં ૧૪,૦૦૦ (ચૌદ હજાર) સાધુઓ તેમ જ ૩૬,૦૦૦ (છત્રીસ હજાર) સાધ્વીઓ હતાં. એક લાખ અને ઓગણસાઠ હજાર ઉત્કૃષ્ટ વ્રતધારી શ્રાવકે હતા, તેમ જ ત્રણ લાખ, અઢાર હજાર વ્રતધારી શ્રાવિકાઓ હતી.
સતત ત્રીસ વર્ષ પર્યત ધર્મને ઉપદેશ આપ્યા બાદ ભગવાન શ્રી મહાવીરદેવ પાવાપુરીમાં પધાર્યા. અહીં હસ્તિપાળ રાજાની લેખશાળામાં ઊતર્યા. ત્યાં મલ્લ ગણના નવ રાજાઓ અને લિચ્છવી ગણના નવ રાજાઓ તેમ જ સંખ્યાબંધ શ્રાવકશ્રાવિકાઓને ૪૮ કલાક પર્યત એકધારી દેશના આપી. પ્રભુનું મેક્ષગમન :
ગણધર ગૌતમ સ્વામીને પોતાના તરફ રાગ છે, એ જોઈને તેમ જ પિતાને અંતિમ સમય જાણીને ભગવાન શ્રી મહાવીર પ્રભુએ તેમને દેવશર્મા વિપ્રને પ્રતિબોધવા પિતાનાથી દૂર મોકલ્યા. પછીથી પ્રભુ પણ નિર્વાણ – મોક્ષપદને પામ્યા. ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન :
દેવશર્માને પ્રતિબધી પાછા ફરેલા ગણધર ગૌતમ સ્વામીને રસ્તામાં જ ખબર પડી કે, ભગવાન નિર્વાણ પામ્યા છે. ખબર પડતાં વેંત જ તેઓ વિલાપ કરવા લાગ્યા. અંતે વી..૨....વી....૨ વીતરાગ શબ્દનું ચિંતન કરતાં તેઓ કેવળજ્ઞાન પામ્યા. દીપાવલિ પર્વ:
વિશ્વને આ મહાન જગદીપક બૂઝાઈ જતાં, તે ભાવપ્રકાશની ખોટ પૂરવા, તે રાત્રે ભવ્ય દીપની પંક્તિઓ (આવલિઓ) રચવામાં આવી. એ શ્યામ રજની હતી આસો સુદ અમાવાસ્યાની. તે દિવસથી ભારતની ભૂમિ પર દીપાવલિ પર્વ શરૂ થયું.
શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહા, બાર વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા અને ત્રીસ વર્ષ કેવળી અવસ્થામાં રહ્યા. આમ કુલ બેતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને મુક્તિપદ પામ્યા.
9) શ્રઆર્ય કલ્યાણગૉામસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org