________________
Jain Education International
ગુરુભક્તિ ગીત
બંસીલાલ ખંભાતવાલા
યુગપ્રધાન પ. પૂ. જગદ્ગુરુ આચાર્યં શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની (૪૦૦)ચતુર્થ જન્મશતાબ્દી મહેાત્સવપ્રસંગનું ગુરુભક્તિ ગીત, જૈન ધર્મની પ્રભાવનાનાં મહાન કાર્ય કરનારા, એવા કલ્યાણસાગરસૂરિને, કોટિ વંદન અમારાં, અચલગચ્છના ગુરુ ગચ્છનાયક શાસનના સિતારા. એવા૦ વઢિયાર દેશના લાલાડા ગામે કાઠારી કુળમાં જન્મ્યા, નાનિંગ પિતાને નામિલદેમાએ સુસંસ્કારો સિચ્યા, કોડનકુમારના નામે ઊછર્યા, સૌના પ્રેમ પાનારા. એવા૦ એક દિવસ ગચ્છાધિપતિ શ્રી ધમૂર્તિસૂરિ ત્યાં આવ્યા, એમની વાણી સુણી કોડનને વૈરાગ્યના ભાવા જાગ્યા, ધાળકા ગામે ધામધૂમથી સંયમ સ્વીકારનારા. એવા૦ સસારી કોડનમાંથી બન્યા મુનિ શ્રી કલ્યાણસાગર, સંયમ સાધના રૂડી સાધી પામ્યા સના આદર, યેાગ્ય સમયે અમદાવાદમાં આચાર્ય પદ પાનારા. એવા વિશાળ શિષ્ય પરિવાર સાથે વિચરતા ગામાગામ, વિવિધ સાહિત્યના સર્જન સાથે શાસનસેવાનાં કરતાં કામ, મીઠી મધુરી વાણી સુણાવી ધર્મોપદેશ દેનારા. એવા૦ ઉપદેશથી વમાન પદ્મસિંહે શત્રુંજયના સંઘ કાઢયો, ભવ્ય બે મંદિરો ગિરિવર ઉપર બાંધી ધર્માંના ડંકા વગાડયો, સ્થાને સ્થાને જૈન ધર્મની જ્યેાતિ ઝગાવનારા. એવા૦ જામનગરના રાજશી તેજશીએ ધનના સદ્વ્યય કીધા, સંઘ પ્રતિષ્ઠા પૉંચધાર ભાજન કરીને લહાા લીધા, સાધર્મિક ભક્તિ આદિ સુંદર કાર્ય કરાવનારા. એવા આગ્રાના કુરપાલ–સાનપાલમાં ધર્મના અંકુર વાવ્યા, શિખરજી આદિના સંધા કાઢી ઉપાશ્રય-મંદિરો બંધાવ્યાં, જહાંગીર જેવા સમ્રાટને પણ પ્રતિબાધ દેનારા. એવા૦
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org