________________
પૂ. દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ગીત
– સા વીશ્રી પ્રિયંવદાશ્રીજી (રાગ : અનંતનાથ પ્રભુ નામ છે તારું) કલ્યાણસાગર દાદાજી પ્યારા, અચલગચ્છ શણગાર,
. વંદન વારંવાર. વિધિપક્ષ ગચ્છના રક્ષણહારા, યુગપ્રધાનપદ–ધાર. સૂરી વઢિયાર દેશ લોલાડા ગામમાં, શોલસય તેંત્રીશની સાલમાં, અષાડ સુદિ બીજના દિનમાં, નાગિશાહના ઉત્તમ કુળમાં, નામિલદે માતાની કૂખે, જનમ્યા જગદાધાર. સૂરી. ૧ માતપિતાને આનંદ થાવે, જન્મ મહોચ્છવ કરતાં ભાવે, ઉરની આશિષથી વધાવે, કોડનકુમાર નામ જ ઠાવે, માતપિતાના કોડની સાથે, દિનદિન વૃદ્ધિ પાય. સૂરી- ૨ વિચરતાં ધર્મમૂર્તિસૂરિ આવ્યા, નરનારીના દિલમાં ભાવ્યા, વીતરાગનાં વચન સુણાવ્યાં, કોડન મના વૈરાગ્ય લાવ્યા, ગુરુજીનું પાવન મુખડું નીરખે, નામિલદેન નંદ. સૂરી.. ૩ સાની ગુરુજીએ જાણી લીધું, બાળકનું છે ભાવિ સીધું, માતા પાસે માગું કીધું, અમને આપો તો કારજ સીધું, જૈન શાસનને મહાન જોતિર્ધર, એ છે દિવ્ય રતન. સૂરી, ૪ ધર્મગુરુની વાણી નિસુણી, માટે આવ્યાં આંખે પાણી, કોડનકુમારના ત્યાગને જાણી, ગુરુની સાચી ભવિષ્યવાણી, માતાપિતા ગુરુચરણે અપે, જિનશાસનને ચંદ. સૂરી, પ નવ વર્ષની વયે સંયમ લીધે, બહુ શાસ્ત્રોનો અભ્યાસ કીધો, ગુરુજીનું ચિતડું ચોરી લીધું, તસ્વામૃતનું પાન જ કીધું, ગુરુ આણામાં મસ્ત રહીને, કરતા ઉગ્ર વિહાર. સૂરી. ૬ સેળ વર્ષની નાની વયમાં, નમો આયરિયાણંના પદમાં, રમે રંગે છત્રીશ ગુણોમાં, ક્ષણ પણ ન રહે ક્રોધ ને મદમાં, દેશવિદેશે વિચરી વિચરી, કીધાં શાસન કામ. સૂરી. ૭
ર) ની શઆર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org