________________
ગુરુ-સ્તુતિ
– સામવીશ્રી હેમલતાશ્રીજી (રાગ : મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું) જ્ઞાન પ્રકાશે તિમિર હટાવે, ગુરુ વાણી રવિ તેજ બને; ગુરુ ગુણ ગાવા ઉત્સુક છું હું, વાઝેવી દેજે વાણી મને. ૧ શક્તિ નથી પણ સ્તુતિ કરવી, ગુરુ ગુણ ગૂંથીને સહેજે; ભવસાગરથી ભાવિક તાર્યા, બેસાડી સંયમ જહાજે. ૨ કેઈકને સત્ય દષ્ટિ આપી, પાપ તાપથી દૂર કર્યા; પાવનકારી નામ તમારું, સ્મરણે કેઈનાં કાર્ય સર્યા. ૩ કલ્યાણકારી કલ્યાણસાગરસૂરિ, ધર્મ-ધ્વજા લહેરાવી ગયા, ગુરુ ગુણોને યાદ કરીને, “હેમ' કહે મારાં નયન ઠર્યા. ૪
ગુરુ ગુણગાન
– સામવીશ્રી હેમલતાશ્રીજી (રાગ મિત્રી ભાવનું પવિત્ર ઝરણું) કલ્યાણકર કલ્યાણસૂરીશ્વર, નામ તમારું હું સમરૂ દાદા યુગપ્રધાન ગુરુવરને, ભક્તિભાવથી નમન કરું. વહ્યાં ચારસો વરસનાં વહાણાં, છતાં નામ જગ અમર રહ્યું;
એવા ગુરુનું સ્મરણ મધુરું, બિરુદાવલીમાં ગાજી રહ્યું. તુમ નામે મંગળમય તપ જપ, સંધયાત્રાનું પ્રયાણ થયું; ઉજવણીનું વર્ષ અનુપમ, મંગળમય ઉજવાઈ રહ્યું. બે હજાર તેંત્રીસની સાલે, ગુણસાગરસૂરીશ્વર રાજે; હેમલતાશ્રી” ચરણે નમીને, ગુરુ ગુણ ગાન કરે આજે.
માં શ્રી આર્ય કથાકાણસ્મૃતિગ્રંથ) ADS
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org