________________
{{
studies[ed.deselflesedesdevleo-l-old-shools .olose selef• ••••••••••••••••••ss stest dat
પ્રાત:સમયે સંઘપતિને આજ્ઞા, પૌષધ કરવા કાજ (૨) વિનયવંતા વર્ધમાન -પાસિંહ, લીધા પૌષધ આજ (૨) સૂરીશ્વરની (૨) સાથે ચાલ્યા, આશા સ્વીકારી ત્યાં જ. દાદાશ્રી. ૮ હાથણી દેખી હાથી કામાતુર, બન્યો તોફાની બેફામ (૨) સુવર્ણની અંબાડી તૂટી ત્યાંહી, સૌએ બન્યા બેફામ (૨) વડવૃક્ષની (૨) શાખા માંહી, બંધાઈ જંજીર તમામ. દાદાશ્રી. ૯ બાળ વયના કલ્યાણસાગરસૂરિને, મહિમા અપરંપાર (૨) સંધપતિ પરિવાર સઘળા લોકો, અચરિજ પામ્યા તે વાર (૨) સિદ્ધગિરિની (૨) યાત્રા કરી વરસી, રાયણ દૂધની ધાર. દાદાશ્રી. ૧૦ કલ્યાણસૂરીશ્વરની પ્રેરણા પામી, અમર રાખ્યું નામ (૨) શત્રુંજય તીર્થની પાવન ભૂમિમાં, બંધાવ્યાં મંદિર નિષ્કામ (૨) સમેતશિખરાદિ (૨) અનેક તીર્થોનાં, જીર્ણોદ્ધારનાં કામ. દાદાશ્રી. ૧૧ અર્ધ શત્રુંજય તુલ્ય નવા (જામ) નગર તીર્થ, કેમ છે સર્વ પ્રસિદ્ધ? (૨) વર્ધમાન પાસિંહ રાયશી શાહનાં, દેરાસરો છે પ્રસિદ્ધ (૨) એની પ્રતિષ્ઠા (૨) કીધી સૂરિએ, શાસન પ્રભાવના કીધ. દાદાશ્રી. ૧૨ કચ્છના નરપતિ રાઓ ભારમલ, વાત રોગે પીડિત (૨) વૈદ્યો હકીમો મંતર તંતરથી, કોઈ ન લાગી રીત (૨) સૂરીશ્વરના (૨) મંત્રિત જળથી, બન્યા રોગ રહિત. દાદાશ્રી. ૧૩ સંવત સોળ બહું તેરમાંહિ, યુગપ્રધાન પદવી લીધ (૨)
અનેક શિષ્ય-પ્રશિષ્યોને, આગમ વાચના દીધ. (૨) કચ્છ-હાલાર (૨) સોરઠ સિંધમાં, અનેક ઉપકાર કીધ. દાદાશ્રી. ૧૪ સંવત સતરસે અઢારની સાલમાં, આ તેરસ દિન (૨) વિદાય લીધી આ જગમાંથી, એ ગોજારો દિન (૨) દાદા ગુરુના (૨) ઘોર વિયોગથી, બન્યો આધાર હીન. દાદાશ્રી. ૧૫ આપના ચતુર્થ જન્મશતાબ્દી વર્ષ, સંવત વીશ તેત્રીશ (૨) નવાનગરની યાત્રા કરતાં, ભેટયા શાંતિ જગદીશ (૨) ગૌતમ નીતિ (૨) “ગુણશિશુ કહે, તું છે હૃદયને ઈશ. દાદાશ્રી. ૧૬
રહી શ્રી આર્ય કથાઘગૌતમસ્મૃતિગ્રંથ કાર
,
જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org