________________
દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ કથાગીત
– મુનિ શ્રી કલાપ્રભસાગરજી (રાગ : મારું જીવન ભક્તિ વિના) દાદા શ્રી કલ્યાણસાગર સૂરીશ્વરનો, થાઓ જયજયકાર (૨) જૈન શાસનના મેધા સિતારા, કરો મુજ નયા પાર. દાદાશ્રી. સંવત સોળ તેત્રીસમાં જનમ્યા, વૈશાખ છઠ્ઠ મનોહાર (૨) શ્રેષ્ઠિ નાનીંગની નામિલ ભાર્યા, શોભે શીલ શણગાર (૨) નવ વરસનાં (૨) કોડન કુમાર, સોહે સૌમ્યાકાર. દાદાશ્રી. ૧ ધર્મમૂર્તિસૂરિ તિહાં પધાર્યા, કરતા જગ ઉપકાર (૨) દેશના દીધી વૈરાગ્ય ભરપૂર, વર્લે જય જયકાર (૨) કોડનકુમાર (૨) થયા વૈરાગી, લેવા સંજમ સુખકાર. દાદાશ્રી. ૨ સંવત સોળ બેતાલીસ માંહી, બન્યા જેન અણગાર (૨) વ્યાકરણ કાવ્ય છંદ કોષનું, મેળવ્યું જ્ઞાન અપાર (૨) સેળ વરસના (૨) કલ્યાણસાગરજી, પામ્યા સૂરિપદસાર, દાદાશ્રી. ૩ ગુર્વાશાથી કચ્છ દેશ પધાર્યા, ભદ્રેશ્વર તીર્થ મોઝાર (૨) મેઘ ગંભીર શી દેશના દીધી, પ્રભાવિત થયાં નરનાર (૨) લાલનગેત્રી (૨) વર્ધમાન પદ્મસિહ, શ્રેષ્ઠિ બાંધવ પરિવાર. દાદાશ્રી. ૪ શત્રુંજય તીર્થને સંઘ કાઢો, યાત્રિક પંદર હજાર (૨) જામનગરના નૃપ જસવંતસિંહ, દીધાં માન સત્કાર (૨) સત્તર વરસના (૨) કલ્યાણસૂરિનો પ્રસર્યો મહિમા અપાર. દાદાશ્રી૫ આગળ ચાલતાં ભાદર કાંઠે, તંબુઓમાં થયું મુકામ (૨) મધ્ય રાત્રિએ જાગતા સૂરીશ્વર, શાસન રક્ષણ કામ (૨) સંધપતિના (૨) તંબુએ સુયે, ભરવો અવાજ તા. દાદાશ્રી. ૬ શાસનદેવી મહાકાલી માતાજીને યાદ કરી તત્કાળ (૨) પ્રગટ થયાં, ત્યારે સૂરીએ પૂછયું : “પક્ષી શું સૂચવે આળ?” (૨) દેવી વઘાં ત્યારે: (૨) “સંઘપતિનો અંતિમ સૂચવે કાળ.” દાદાશ્રી. ૭
થી શ્રી આર્ય ક યાણગોતમ સ્મૃતિ ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org