________________
કચ્છની સુપ્રસિદ્ધ શ્રી ધૃતકલ્લોલ પાશ્વનાથ મહાતીર્થ સુથરીની પંચતીથીનો સંક્ષિપ્ત પરિચય
સં. “ગુણશિશુ” સુથરી મહાતીર્થ
આ પ્રભાવક મહા તીથ અંગે આ જ સ્મૃતિ ગ્રંથના ભાગ-૨ પૃ. ૨૮૮ પરથી વાંચી લેવા સુચના છે. કેકારા તીર્થ
આ તીર્થ અંગે આ સ્મૃતિના ભાગ-૨ પૃ. ૧૨૧ પરથી “કચ્છની ગૌરવગાથા ગાતું કોઠારાનું જિનચૈત્ય” આ લેખ અને પૃ. ૭૫ પરથી “શેઠ વેલામાલુ” આ લેખ વાંચી લેવા સૂચના છે.
સં. ૧૬૮૦ માં અચલગાધિરાજ પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સાહેબે કોઠારામાં ચાતુર્માસ કરેલ. સં. ૨૦૩૩ માં વિધમાન અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી ગુણોદયસાગરસૂરિજી મ. સા. આદિ ઠાણું ૧૧ નું શેઠશ્રી નાયક જેઠાભાઈના પ્રયત્નોથી શ્રી કાઠારા ક. દ. ઓ. જૈન જ્ઞાતિ મહાજને યાદગાર અને ઐતિહાસિક ચાતુર્માસ કરાવેલ. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીની પ્રેરણાથી આ તીર્થમાં અચલ (વિધિપક્ષ) છ પ્રવર્તક પૂ. આયંરક્ષિતસૂરિજીની ગુરુમૂર્તિની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવવામાં આવેલ.
અહીં ૧૯મી સદીની શરૂઆતમાં બંધાયેલ “મેરૂપ્રભ” જિનાલય આવેલ છે. શેઠ શ્રી કેશવજી નાયક, શેઠ શ્રી વેલજી માલુ અને શેઠ શ્રી શીવજી નેણશીએ વિ. સ. ૧૯૧૪માં જિન-પ્રસાદ બંધાવવાનો પ્રારંભ કર્યો અને વિ. સં. ૧૯૧૮ મહાસુદ ૧૩ના પ્રતિષ્ઠા કરાવી મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુના બિંબને બિરાજીત કરાવ્યા. જિનાલયોના ઝુમખાને “કલ્યાણ ટુંક” કહેવાય છે. જિનાલયને આઠ ટૂંક છે. પંચતીર્થીમાં ઉંચામાં ઉંચુ શિખર તેમજ પર્વતની શિખરમાળાનું ભાન કરાવતા એના ઉપરના બાર ઉન્નત શીખરો દૂરથી યાત્રિકાનું મન હરી લે છે. ઉન્નત શિખરો દેશભરના યાત્રિકોને શ્રદ્ધાનો સંદેશ આપે છે. મંદિરના રંગમંડપ તરણ સ્તંભ વગેરે પર નાજુક કોતરણી કરીને શિલાઓને જીવંત બનાવી છે. જગવિખ્યાત દેલવાડાના દેરાણી જેઠાણીના ગોખલાની પ્રતિકૃતિ બનાવી છે. જે અહીં જોવા મળશે. આમ ઉત્કીર્ણ શિલ્પકળાએ આગવી વિશિષ્ટતા ઉભી કરી છે. જખૌ :
વિ. સં. ૧૯૦૫ ના માગસર સુદ પાંચમના દિને અચલગચ્છાધિપતિ શ્રી મુક્તિસાગરસૂરિના ઉપદેશથી શેઠ શ્રી જીવરાજ રતનશીએ શ્રી મહાવીર સ્વામીનું જિનાલય બંધાવ્યું. વિશાળ કોટમાંના નવ જિનાલયનો છમ અવર જ શેઠના પિતાશ્રીના નામની “રત્ન ટૂંક કહેવાય છે. તેમાં પ્રતિમાજીને પરિવાર પણ ઘણો જ છે. વિ. સ. ૧૯૬૭ ના મહાસુદ ને પાંચમના દિને શેઠ શ્રી ગોવિંદજી કાનજીએ મુખ જિનાલય બંધાવ્યું આ તીર્થ નવ મંદિરની કેને લીધે શોભાયમાન લાગે છે. નલીયા :
વિ. સં. ૧૮૯૭ના મહાસુદ પાંચમને બુધવારના જ્ઞાતિ શિરેમ શેઠ શ્રી નરશી નાથાએ શ્રી ચંદ્રાપ્રભુનું મનહર ભવ્ય જિનાલય બંધાવ્યું. વિશાળ સોળ શિખર તથા ચૌદ મંડપવાળું મંદિર કલા માટે સુપ્રસિદ્ધ છે. પત્થર પરની સુવર્ણકલા માટે વિશિષ્ટતા ધરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org