________________
હરીયા, આદિ એ શરૂથી જ અનમેદનીય જહેમત ઉઠાવેલ. ઉદ્દઘાટન વખતે તે સાતેક હજાર જેટલે વિરાટ માનવ મહેરામણ ઉમટેલ. પૂ. આચાર્યશ્રી ના આજ્ઞાવતિ પૂ. સાધુ-સાધ્વીઓ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ વિદ્યાપીઠ ના ઉદ્દઘાટનને બીરદાવતાં કચ્છના પ્રસિદ્ધ અખબારમાં એટલે કચ્છમિત્રમાં તેના તંત્રીશ્રીએ “ઘર આંગણે જ્ઞાનગંગા” એવી પ્રસિદ્ધિ આપેલ, તે માટે જુઓ : કચ્છમિત્ર તા. ૨૪-૫૧૯૬૪).
શરૂમાં સંસ્થા પાસે અતિ અલ્પ ફંડ હતું. પહેલે વરસે ૧૧, વિદ્યાર્થીઓને દાખલ કરવાનો નિર્ણય કરાયેલ, છતાં ૧૩, વિદ્યાર્થીઓને દાખલ કરાયા. પૂ. આચાર્યશ્રી ના માર્ગદર્શન મુજબ વ્યવહારીક સાથે ધાર્મિક શિક્ષણ અપાતું. ધાર્મિક અને સંસ્કૃતનું શિક્ષણ પૂ. આચાર્યશ્રી સ્વયં જ આપતા. અને આ સંસ્થાને શરૂથી જ આ પૂજ્યશ્રીની ઉપસ્થિતિ દેખરેખ અને માર્ગદર્શન પ્રાપ્ત થતાં તેનું ભાવિ મૂળથી જ ઉજળું બન્યું. પછી તે દર વરસે સમાજમાં વિદ્યાપીઠની મહત્તા વધારે સમજાતી ગઈ. વડીલોને પણ આ વિદ્યાપીઠ દ્વારા પોતાનાં બાળકોને સંસ્કારી બનાવવાની ભાવના થ લાગી. અને હવે વિદ્યાર્થીઓને સંખ્યા વધતાં ૮૦ થી ૮૫ સુધી પહોંચી. તે વખતે સંરથાના દફતરે ૧૨૫, જેટલી અરજીઓ આવી હતી પણ સંકડાશ તથા જગ્યાના અભાવે કેટલીક અરજીઓ મંજુર કરવી અશકય બની હતી.
સંસ્થાના ઉદેશો હતા કે જૈન તત્ર, ધર્મચુસ્ત, પંડિત, અને લેખકે તૈયાર કરવા જેથી અભ્યાક્રમ પણ તેને અનુરૂ૫ રાખવામાં આવેલ.
અભ્યાસમ :
ધાર્મિક અભ્યાસ અત્રે વિદ્યાપીઠમાં ધાર્મિકક્ષેત્રે વિદ્યાથીઓને પંચપ્રતિક્રમણ સાથ, ચાર પ્રકરણ સાથે, છ કમ ગ્રન્ય સાથ, તત્વાર્યાધિગમ સૂત્ર, બ્રહદ્ સંગ્રહણી, ક્ષેત્ર સમાસ સાથે વિગેરે ધાર્મિક અભ્યાસ આ સંસ્થામાં કરાવાય છે. ઉપરાંત એજ્યુકેશન બોર્ડ ઓફ બેબે તરફથી વિનિત, કમ વિશાર, યોગ વિશાર૬, કમ ભૂષણ વિગેરેની પરિક્ષાઓ પણ આપવામાં આવે છે.
સંસ્કૃત અભ્યાસ શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા સંચાલિત સંસ્કૃતની પૂર્વ મુખ્યમ, ઉત્તર મયમાં શાસ્ત્રી અને આચાર્યની પરિક્ષાઓનો અભ્યાસ કરાવાય છે અને તેની પરિક્ષાઓ પણ અપાય છે. અનકમે તે પરિક્ષાઓને સરકારે મેટ્રિક, ઇન્ટર, બી. એ. અને એમ. એ.ની સમકક્ષ તરીકે માનેલ છે. આ પરિક્ષાઓમાં લગભગ બધા આધુનિક વિષયો આવી જાય છે. આ સંસ્થાના શાસ્ત્રી અને આચાર્ય ડીગ્રીધારી છાત્ર ગુજરાત સરકાર સંચાલિત ગ્રેજ્યુએટ બેઝીક ટ્રેનીંગ સેન્ટર રાજપીપળાની પરિક્ષામાં પ્રવેશ મેળવી શકે છે. G. B. T. C. પરિક્ષાને B. d. સમકક્ષ માનેલ છે. જેથી વિવિધ ડીગ્રીઓ પણ મેળવી શકાય છે.
હિન્દી અભ્યાસ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા વધની હિન્દી પરિક્ષાનું પરિચય સુધી કેન્દ્ર મળ્યું છે, અને હિન્દી પ્રારંભિક, પ્રવેશ, પરિચય સુધી છાત્રો પરિક્ષા આપી શકે છે
ઇગ્લીશ અભ્યાસ બૃહદ્ ગુજરાત બેડ ઓફ ઈગ્લીશ દહેગામ સંચાલિત અંગ્રેજીની અહીં એલીમેન્ટરી, ઈન્ટરમીડીએટ, જીનીઅર અને સીનીઅરની પરિક્ષાઓ અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org