________________
પરિશિષ્ટ : ૬ પૂ અચલગચ્છાધિપતિશ્રી દ્વારા સ્થાપિત અને જૈન વિદ્યાપીઠની આછી ઝલક
લેખક : શાસ્ત્રી તલકશી ધનજી વીરા મેરાઉ (કચ્છ) વિશ્વ કલ્યાણકાર શ્રી જિનશાસન એની અજોડતા માટે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જૈન આગમ, જૈન સાહિત્ય, જૈન ઇતિહાસ, જૈન ભૂગોળ અને તેના કમ વિજ્ઞાન–વજ્ઞાનમાંથી દિનપ્રતિદિન નવું ને નવું નવનીત પ્રાપ્ત થતું જાય છે. જેનું પરિશીલન કરીને અનેક જૈનેતર વિદ્વાનો પણ આશ્ચર્ય ચકિત બની રહ્યા છે.
પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં પિતાની આગવી રહેણુકરણી, ખમીરતા, અને અનેક ગૌરવથી, પત કરછ પ્રદેશ આવેલ છે. તેમાં વિવિધ જાતિઓ વચ્ચે “જૈન” પિતાની વિશિષ્ટ જીવન પદ્ધતિથી અલગ તરી આવે છે. આ જેનોએ પ્રત્યેક શહેરમાં અને ગામડે-ગામડે પિતાની ધાર્મિક અને આધ્યાત્મિક
વની પૂર્તિ માટે દેવવિમાન જેવા ગગનચુંબી ભવ્ય જિનાલય, ઉપાશ્રય અને જ્ઞાનભંડારોનું નિર્માણ કરેલ છે. જેની વ્યવસ્થિત નોંધ લેવા જતાં ઈતિહાસમાં એક આગવું પ્રકરણ એ માટે ફાળવવું પડે... આ બધું છતાં કરછમાં પણ જમનાવાદની ઘર આંધીના પવન સુસવાટામાં પાશ્ચાત્ય સંસ્કારને સંચાર થવા લાગ્યો. અચલગચ્છાધિપતિ ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સાહેબ એ માટે સતત ચિંતીત રહેવા લાગ્યા. તેઓશ્રી જ્યારે મુંબઈ ખાતે બિરાજમાન હતા ત્યારે વિ. સં. ૨૦૧૪માં પાસાગલીના ચાતુર્માસ દરમ્યાન પોતાના પ્રભાવક પ્રવચનમાં જોરશોરથી કહેવા લાગ્યા કે, “ અધ:પતન કરાવનાર ભૌતિકવાદના આ પ્રબળ પ્રવાહમાં લેકમાનસ તણાઈ જશે, તે ધમ... જેવી વસ્તુ રહેશે નહીં.” આની સામે સાચું શિક્ષણ આપવા, જાગૃતિ લાવવા, ધમ–અહિંસા અને સંરકતિની જ્યોતને જલતી રાખવા “જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ” જેવી મહાન સંસ્થા સ્થાપવાનો વિકલ્પ પણ રજૂ કરવા લાગ્યા. તેઓશ્રી કચ્છ પધાર્યા અને કચ્છમાં પણ ગામડે ગામડે વિચરી ઉપરોક્ત સંસ્થાની અગત્યતા સમજાવતા રહ્યા. અંતે તેઓશ્રીની સતત પ્રેરણું, માર્ગદર્શન, અને અજોડ પુરુષાર્થના પ્રભાવે કચ્છ મેરાઉ મુકામે, વિ. સં. ૨૦૧૭ ના દ્રિતીય જેઠ સુદ ૩ ના તા. ૧૬-૬-૧૯૬૧ ના શુક્રવારના સિંહલગ્નમાં ધન નવમાંશમાં, ટી. ટા. ૧૨-૩૧ થી ૧૨-૪૨ ના ટાઈમમાં જૈન શાસનના ગગનભેદી નાદો વચ્ચે ત્યાં સંધ પિતાના હસ્તકનું ૧૬, ડબલ રૂમ સહિતનું વિશાળ મકાન ભેટ આપતાં વિરાટ જનમેદની વચ્ચે
શ્રી આરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. જન શાસનના પ્રભાવક તથા અચલગચ્છ (વિધિ પક્ષ) પ્રવર્તક પૂ. યુગપ્રધાન દાદાશ્રી આયંરક્ષિતસૂરીશ્વરજી મ. સા. ના અગણિત ઉપકારોની રમતિ રૂપે અને આય સંસ્કૃતિના સંસ્કારની સુરક્ષા કાજે “ આયુરક્ષિત” એવું સૂચક નામ પણ આ સંસ્થા સાથે જોડી દેવામાં આવ્યું. વિદ્યાપીઠનું ઉદ્દઘાટન :
આ સંસ્થાનું ઉદ્દઘાટન આ સંસ્થાના પ્રેરક પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં જ કચ્છના જાણીતા આગેવાન અને મુંબઈ શહેરની કોગ્રેસના માજી પ્રમુખ શ્રેષ્ઠિ શ્રી અરજણ ખીમજી ના શુભ હસ્તે કરાવવામાં આવ્યું હતું. જયારે આ સમારંભના અતિથિ વિશેષ શ્રી રામજી રવજી લાલન હતા. આ વિદ્યાપીઠની રથાપના માટે પૂ. આચાર્યશ્રીની સતત પ્રેરણાથી કચ્છી જૈન આગેવાન શેઠ શ્રી મેઘજી સેજપાળ, ચુનીલાલ માણેકચંદ શાહ, તેજશી ખેરાજ મજગામવાળા, રવજી ખીમજી છેડા, અને કુંવરજી માલશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org