________________
પૂજ્ય ગુરૂદેવ કવિવથ ૫. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
૩૧
સાધુતાને પમરાટ સંવત ૨૦૧૨ માં પૂ. ગુરુદેવ તથા મહા. શ્રી ચુનીલાલજી સ્વામી આદિ ઠાણું અમદાવાદ ચાતુર્માસ માટે પધારતા હતા ત્યારે પોતે લીંબડીથી શિયાળ (ભાલ નળકાંઠા) મુકામે પધાર્યા હતા. હું અને મારવાડમાંથી “ભાલનલકાંઠા પ્રગ” જેવા આવેલા બે મુનિઓ (સદ્દગત મુનિશ્રી ડુંગરસિંહજી મહા. તથા મુનિશ્રી નેમિચંદ્રજી મહા) મારી સાથે જ હતા. ગુરુદેવની જીજ્ઞાસા અપૂર્વ હોઈ તેઓ આ બન્ને મુનિઓ પાસેથી ભાલનાકાંઠા પ્રયોગનું સ્વમુખેથી વર્ણન સાંભળી ખુશ થયા હતા. તેમની છાતી ગજગજ ઉછળતી હતી. તેમાં ય શ્રી ડુંગરસિંહજી મુનિમાં, પંચાવન વર્ષની ઉમ્મર અને ઓડકારની ભયંકર બિમારીમાંય એટલે દૂરથી આવી જાણવા - સમજવાની જે જિજ્ઞાસા જોતાં, તેથી તે તેમના આનંદનો પાર ન રહ્યો. પૂ. ચુનીલાલજી મહારાજ પણ આ પ્રદેશની આમજનતા પર શી અસર છે તે ઝીણવટથી જોતાં. શિયાળથી વિહાર કરી જે ગામે રાતવાસો રહેલા, ત્યાં અમારી ગેરહાજરીમાંની સહજ લેક તપાસથી તે ગુરુદેવને અતિશય આનંદ થયો સાંભળે; સાથોસાથ આ પ્રયોગભૂમિને આશીર્વાદ પણ મળ્યા.
ઉપરોકત બે મુનિઓ, તે વખતના વર્ધમાન શ્રમણ સંઘના ઉપાચાર્ય પૂ. ગણેશલાલજી મહારાજના શિષ્ય અને સદ્દગત પૂ. જવાહરલાલજી મહા. ના પ્રશિષ્ય હતા અને તેમાં અને સાબરમતી ચાતુર્માસ રહેલા. ચાતુર્માસ બાદ ગુરુદેવનું અને તેઓનું ફરીને અમદાવાદમાં જ મિલન થયું હતું.
એક વખત ગુરુદેવ સાથે વાર્તાલાપ કરતા, વર્તમાન સાધુ-સંસ્થાની સમાચારી અંગે ચર્ચા નીકળી તે વખતે ગુરુદેવે કહ્યું -
જે સાધુઓ કેળાં સચિત્ત કહેવાય કે ન કહેવાય? તે લેવા સાધુને કપે કે ન કહપે? એવી સચિત્તચિત્તની વ્યાખ્યા નક્કી કરવામાં કેટલાંય વર્ષો થયા મથ્યાં કરે છે, છતાં નિકાલ કરી શક્યા નથી. તે સાધુઓ જગતને દેરવામાં શું મોથ મારવાના ?
ઉપલા ગુરુદેવના શબ્દો કેટકેટલું કહી જાય છે? ઉપરની ચર્ચા ચાલતી હતી તેવામાં જ ગુજરાત-સૌરાષ્ટ્રના સાધુ-સાધ્વીઓને વર્ધમાન શ્રમણસંઘમાં લેવા માટે વાટાઘાટ કરવા પાંચ સાધુઓનું પ્રતિનિધિ મંડળ મેકલવાના આશયવાળ, વર્ધમાન શ્રમણસંઘના એક સંભાવિત સાધુનો પત્ર આવ્યું ત્યારે ગુરુદેવના ઉપકત ઉદગાર વાતાવરણમાં ગાજી રહ્યા હતા.
સાધુતાનું જીવનદર્શન આ બે મુનિઓ પૈકીના એક નાના અને વિદ્વાન મુનિ નેમિચન્દ્રજી હતા. તેમણે વિશ્વ વાત્સલ્ય” પાક્ષિકમાંથી અને પ્રગટ તથા અપ્રગટ પુસ્તકોમાંથી મારાં લખાણોનું સંકલન કરી એક પુસ્તક તૈયાર કર્યું હતું. તેનું નામ રાખ્યું હતું – “સાધુતાનું જીવનદર્શન”.
હવેના યુગમાં જૈન સાધુ-સાધ્વીઓએ કેવા આચાર-વિચારે રહેવું તથા માનવજીવનમાં સામાજિક, આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વગેરે ક્ષેત્રમાં પોતાની સાધુમર્યાદામાં રહી શી રીતે પ્રેરણા કે માર્ગદર્શન આપવાં, તેની એક સંહિતા જેવું આ પુસ્તક હતું. ગુરુદેવને એ બહુ પસંદ પડયું. તેમણે પિતાને સુંદર અભિપ્રાય લખી આપે અને તરત પ્રગટ કરવા કહ્યું. તેઓ આટલી વૃદ્ધ વયે જે પ્રગતિશીલતા ધરાવતા હતા, તે આધુનિક અને નાસ્તિક લેખાતા સુધારાવાદીઓને પણ અદૂભુત રીતે આકષી લેતી. આથી પૂ. ચુનીલાલજી મહારાજશ્રી (ચિત્તમુનિ)એ તેમનું જે લઘુ છતાં ગુરુદેવના જીવનને સમજવામાં માર્ગદર્શન આપતું રેખાચિત્ર દોર્યું છે, તેમાંનાં આ વાકયે યથાર્થ ઠરે છે :(૧) જેણે વેષ તે સ્થાનકવાસી જૈન સાધુને પહેર્યો છે, છતાં પણ સાંપ્રદાયિકતાથી પર રહી, માત્ર સાધુદયથી જેણે
આમજનતાને પોતાની કરી છે.
૫૨
જીવન ઝાંખી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only