________________
- પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૫૫. થાનગઢ: સંવત ર૦૧૧: ઈ. સ. ૧૯૫૫ થાનગઢ : ઠાણી ૪, ઉપર મુજબ.
ચાલુ સાલના ચાતુર્માસ માટે થાનગઢ સંઘની ભાવભરી વિનતિ હોવાથી પૂ. મહારાજશ્રી તાણ ચારનું ચાતુમોસ થાનગઢમાં થયું તથા મહાસતીશ્રી દમયંતીબાઈ આર્યાજી, મડા. શ્રી કલાવતીબાઈ આર્યાજી તથા બી. બ્ર. શ્રી વિનોદિનીબાઈ આયોજી હાણ ૩, અભ્યાસાથે ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ અંગે તમામ ખર્ચ વાંકાનેર નિવાસી શ્રી શાન્તિલાલ હેમચંદ સંઘવી તથા થાનના વતની શ્રી છબીલદાસ ત્રિવનભાઈ તરફથી આપવામાં આવેલ.
૫૬. અમદાવાદઃ સંવત ર૦૧ર : ઈ. સ. ૧૯૫૬ અમદાવાદ : ઠાણ ૩, નીચે મુજબ :૧- પૂ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ, ૨-મહા. શ્રી ચુનીલાલસ્વામી, ૩- મુનિશ્રી કિશોરચંદ્રજીસ્વામી.
થાનગઢનું ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ થયું, અને વિહાર શરૂ થયે. વૈરાગી ભાઈશ્રી મેઘજીભાઈ તથા સેવાભાવી ભાઈશ્રી અંબાલાલ સાથે જ હતા. દરમિયાન સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ અમદાવાદને પિતાના નવા ઉપાશ્રયમાં પ્રથમ ચાતુર્માસ કરાવવાની ઉત્કટ ભાવના થવાથી શ્રી સંઘે પૂ. મહારાજશ્રીને આગ્રહભરી વિનતિ કરી. મહારાજશ્રીએ પણ સંઘને ઉત્કૃષ્ટ ભાવ જાણી, એ વિનતિને સ્વીકાર કર્યો. તેથી સૌરાષ્ટ્ર સંઘમાં પણ અનેરો ઉત્સાહ પ્રગટ. પરિણામે ઉપર જણાવ્યા મુજબ ડાણ ૩ નું ચાતુર્માસ અમદાવાદમાં નક્કી થયું. તે દરમિયાન આ ચાલુ સાલમાં મહાસતીશ્રી મતીબાઈ આર્યાજી, મહાશ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી પાસે વૈરાગ્યભાવે અભ્યાસ કરતાં મોરબીનિવાસી ચુનીલાલ ભાઈચંદ મહેતાના સુપુત્રી બા. બ્ર. બેન લીલમબેનની આજ્ઞા થઈ જવાથી ફાગણ વદ ૧૦, ગુરુવારના રોજ સાયલામાં ધામધુમપૂર્વક દીક્ષા આપી. નવદીક્ષિતાનું શુભ નામ મહા. શ્રી સરલાકુમારી આર્યાજી રાખ્યું. ત્યારબાદ આગામી ચાતુર્માસ માટે અમદાવાદ તરફ વિહાર શરૂ કર્યો. આ ચાતુર્માસ પ્રવેશ વખતે અમદાવાદના શ્રી સંઘને ઉત્સાહ અપૂર્વ હતું. આ ચાતુર્માસ દરમિયાન પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી સમાજોપયોગી અનેક સામાજિક પ્રવૃત્તિઓ શરૂ થઈ. ઉપરાંત દાનધમને મહિમા સમજાવતા પૂ. મહારાજશ્રીએ, સંધના દરેક ઘરમાં એક દાનપેટી” રાખવાની પ્રેરણા કરી. જેમાં દરેક વ્યક્તિએ સવારમાં ઊઠીને એક એક પૈસે નાખો એમ નકકી કર્યું અને દર મહિને જે રકમ થાય તે સંધના ચેપડે જમા કરાવવાનું રાખ્યું. પરિણામે તેને સદુપયોગ કરવા માટે શ્રી સંઘને દર વર્ષે હજાર રૂા. ની આવક થવા લાગી.
આ ચાતુર્માસ ખૂબ આનંદપૂર્વક પૂર્ણ થયું. આ ચાતુર્માસમાં શાસ્ત્રની વાંચશું કરવા નિમિત્તે મહા. શ્રી મણિબાઈ આર્યાજી, મહા. શ્રી દમયંતીબાઈ આર્યજી આદિ ઠાણા ચારનું ચાતુર્માસ સૌરાષ્ટ્ર સંઘની પૌષધશાળામાં થયું હતું.
૫૭. ઘાટકોપર : સંવત ર૦૧૩: ઇ. સ. ૧૯૫૭ ઘાટકોપર ઠાણું ૨, નીચે મુજબ -
૧- પૂજ્ય મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી. ૨ - મહા. શ્રી ચુનીલાલજીસ્વામી. સાથે વૈરાગી મેઘજીભાઈ તથા સેવાભાવી શ્રી અંબાલાલ પણ હતા.
અમદાવાદનું ચાતુર્માસ પૂર્ણ કરી અનુક્રમે વિહાર કરતાં પૂ. મહા. શ્રી ઠાણા ૩, લીંબડી પધાર્યા. દરમિયાન લીંબડીમાં મેટા ઉપાશ્રયની નવરચના થઈ હતી એટલે એ નવા અને ભવ્ય ઉપાશ્રયની ઉદ્ઘાટન વિધિ સંવત ૨૦૧૩ના પિોષ સુદ ૧૩, સોમવાર તા. ૧-૧-૧લ્પ૭ ના રેજ થયેલ હતી. તે વખતે પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામી, કવિવર્ય પં. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી ઠાણા ૪, તથા મહાસતી શ્રી શિવકુંવરબાઈ આર્યાજી આદિ ઠાણા દશ, કુલ ઠા. ૧૪ ની હાજરીમાં એ ભવ્ય પ્રસંગ ઉજવાય હતે. | દરમિયાન મુંબઈ જેવા ક્ષેત્રમાં કંઈક એવું વાતાવરણ ફરી ગયું હતું કે જેથી મુંબઈના સંઘને કઈ શક્તિશાળી અને પ્રભાવક મહારાજશ્રીની જરૂર હતી. વિચારણને અંતે તેઓની દષ્ટિ પૂજ્ય મહારાજશ્રી ઉપર પડી. એટલે સૌથી ચાતુર્માસની યાદી
[૧૯૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org