________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશત.બ્દિ સ્મૃતિગ્રંથ
તે પહેલાં કોઈ સમ પુરુષને આપણે ચાતુર્માસ કરાવવું જોઈએ એમ લાગવાથી ભાવનગર સંઘની નજર પૂ. મહારાજશ્રી પ્રત્યે ડરી. એક વગદાર પ્રતિનિધિમંડળ ભાવનગરથી સાયલા આવ્યુ અને જોરદાર વિનંત કરી કે આ વખતે તે આપે ભાવનગર ચાતુર્માસ કરવું જ પડશે. પૂ. મહારાજશ્રી નિવૃત્તિ લેવા માગતા હતા, પરંતુ ધર્મરક્ષાના પ્રશ્ન હતો એટલે એમની વિનતિ સ્વીકારી. ભાવનગર જેવુ' મેટું ક્ષેત્ર અને માત્ર બે જ ાણા માટે એ ભારે પડે તેવું હતું. એટલે સેવા નિમિત્તે આર્યજીના દાણા ૨, પણ ચાતુર્માસ સાથે રહે એવી ગોઠવણ લીબડી સંઘની સંમતિથી કરવી પડી. મહાસતીશ્રી હેમકું વરબાઈ આર્યજી તથા નવદીક્ષિતા મહા. શ્રી પુષ્પાબાઈ આર્યોજી ઠાણા ૨, પણ ભાવનગર પધાર્યા. ચાતુર્માસ નિમિત્તે ગામ બહાર ભકિતબાગમાં રહ્યા. પર્યુષણના દિવસેા પૂરતા ગામના ઉપાશ્રયે રહ્યા અને આઠ દિવસ ટાઉન હાલમાં વ્યાખ્યાન આપ્યું. પૂ. મહારાજશ્રીનુ નામ બહાર આવતાં તેરાપંથીઓએ રાહ બદલ્યો. એટલે કે કોઈ તેરાપ’થી સાધુ ભાવનગરમાં ફરકયા જ નહિ. ચાતુર્માસ રંગેચંગે પૂર્ણ થયુ.
પર, સાયલા : સવત ૨૦૦૮ : ઇ. સ. ૧૯૫૨
સાયલા : ઠાણા ૨, પૂ. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા મહા. શ્રી ચુનીલાલજીસ્વામી.
ભાવનગરનું ચાતુર્માસ પૂર્ણ કરી મહારાજશ્રીએ ઝાલાવાડ – લીબડી તરફ વિહાર શરૂ કર્યા. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા સાયલા પધાર્યા. અહીંના સંઘની વિનતિ થતાં આગામી ચાતુર્માસ પણ સાયલાનું નકકી થયું. ત્યારબાદ આસપાસના ક્ષેત્રામાં વિચરી સાયલા ચાતુર્માસ પધાર્યા. સાયલાનું ચાતુર્માસ શાંતિથી પૂર્ણ થયું. દરમિયાન કચ્છ–સમાઘોઘાના સેાજપાળ ચન્નાના પુત્ર કેશવજી, પૂ. મહારાજશ્રી પાસે અભ્યાસ કરતા હતા તે પણ સાથે હતા.
X
×
વાંકાનેર : ટાણા ૩, નીચે મુજબ.
પૂ. મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી, મહા. શ્રી ચુનીલાલજી સ્વામી અને નવદીક્ષિત મુનિશ્રી કિશોરચદ્રજી.
સાયલાનું ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. મહારાજશ્રી ટાણા ર, એ મેારખી તરફ વિહાર કર્યાં. મેારખીમાં મહાસતીશ્રી પાર્વતીબાઈ આર્યાજી, મહાસતી શ્રી હેમકુંવરબાઈ આર્યજી પાસે મારબીના વતની પ્રભુદાસ રણુÈાડ ખાખાણીનાં પુત્રી કુમારિકા બેન હીરાલક્ષ્મી વૈરાગ્યભાવે અભ્યાસ કરતાં હતાં. તેમની આજ્ઞા થઈ જવાથી દીક્ષા ઉત્સવની તૈયારી થવા લાગી. મેારખી સંઘના ઉત્સાહ અનેશ હતા. ઉપરાંત આ સમયે ભાઈશ્રી કેશવજીને પણ આજ્ઞા મળી જવાથી ચાલુ સાલમાં એ બન્ને ઉમેદવારોની દીક્ષા મોરબીમાં થઈ. બેન હીરાલક્ષ્મીબેનને મહા શુદ ૧૧ ના રોજ દીક્ષા આપવામાં આવી અને તેનુ શુભ નામ મહાસતી શ્રી હંસાકુમારી રાખ્યુ અને ભાઈશ્રી કેશવજીને ફાગણ વદમાં દીક્ષા આપી અને તેનુ નામ મુનિશ્રી કિશોરચંદ્રજી રાખવામાં આવ્યું. આ સાલનું ચાતુર્માસ વાંકાનેર નકકી થયું હતુ' તેથી પૂ. મહારાજશ્રી ડાણા ત્રણ યથાસમયે વાંકાનેરમાં પધાર્યા અને ચાતુર્માસ પૂર્ણ કર્યું
૫૩. વાંકાનેર : સંવત ૨૦૦૯ : ઇ. સ. ૧૯૫૩
×
૫૪. સુરેન્દ્રનગર : સવત ર૦૧૦ : ઇ. સ. ૧૯૫૪
સુરેન્દ્રનગર : ડાણા ૪, પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામી. મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી, મહા. શ્રી ચુનીલાલજીસ્વામી તથા નવદીક્ષિત મુનિશ્રી કિશેારચંદ્રજીસ્વામી.
[૧૯૪]
વાંકાનેરનું ચાતુર્માસ પૂર્ણ થયે હાણા ૩, વિહાર કરી અનુક્રમે લીંબડી પધાર્યા. દરમિયાન સુરેન્દ્રનગર વારાનુ ક્ષેત્ર હાવાથી સંઘની વિનતિ થતાં સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ નકકી થયું. આ વખતે પૂજ્ય સાહેબશ્રી ધનજીસ્વામી સાથે હતા એટલે કુલ ડાણા ચારનું ચાતુર્માસ થયુ. આ ચાતુર્માસમાં સંઘમાં સારી જાગૃતિ આવી અને પૂ. મહારાજશ્રીના પ્રેરણાત્મક પ્રવચનોથી લીંબડી માટો સંપ્રદાય, લીંબડી નાના સ'પ્રદાય, અને દરિયાપુરી સંપ્રદાય આ ત્રણે સધની એકતાનુ મંડાણ થયું. અર્થાત્ ત્રણે સધનું વહીવટી તંત્ર એક થયુ જે હજુ સુધી જળવાઈ રહ્યું છે અર્થાત્ ચાલુ છે.
×
Jain Education International
For Private
Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainel|brary.org