________________
પુષ્ય ગુરુદેવ ડવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ખરેખર તે વખતે સેવાની જરૂર હતી. ઉગ્ર વિહાર કરી ઠાણા ૨, આવી પહોંચ્યા. ડોકટરે અને દવા તેમજ ઉપચારમાં કંઈ કમી ન હતી, પરંતુ દર્દમાં કંઈ સુધારે ન થયે એટલે ત્યાંથી ચોટીલા જવાનું થયું, પછી ત્યાંથી લીંબડી સંઘની વિનંતીથી આજ્ઞા થતાં સ્થળાંતર કરી લીંબડી હોસ્પિટલમાં દાખલ થવું પડયું. એકંદર સાતેક મહિના સારવાર કરવાથી ધીમે ધીમે તબિયતમાં સુધારે થયે, એટલે કે વિહાર કરી શકાય તેવું થયું.'
અહીં એ મેંધ લેવી જરૂરી છે કે મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી (સંતબાલજી)ને, પૂજ્ય ગુરુ મહારાજથી છૂટા થયાને સાત વર્ષ વીતી ગયાં હતાં, તેમ છતાં પણ તેઓની વચ્ચે પરસ્પર સદભાવ જળવાઈ રહ્યો હતે. એટલે પૂ. ગુરુદેવની માંદગીની જાણ થતાં તેઓ લીંબડી આવ્યા હતા. જો કે આ માંદગી દરમિયાન તેઓશ્રીના (પૂ. ગુરુદેવના પટ્ટશિષ્ય મુનિશ્રી ચુનીલાલજીવામી (ચિત્તમુનિ) અનન્યભાવે સેવામાં જોડાયેલા હતા, તેમ છતાં પણ મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ ગુરુ સાનિધ્યમાં રહી ઉચિત લાભ લીધું હતું. ચાતુર્માસ બાદ પૂ. ગુરુદેવશ્રીના સુશિષ્યાઓ મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી તથા નવદીક્ષિત મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી જૂનાગઢનું ચાતુર્માસ પૂર્ણ કરી, ઉગ્ર વિહાર કરી, તેરમે દિવસે લીંબડી ગુરુસેવા માટે પહોંચી ગયા હતા.
૪૩. લીબડી: સંવત ૧૯૯૯ ઈ. સ. ૧૯૪૩ લીંબડીઃ હાણા ૪, નીચે મુજબ -
૧- પૂ. મહા. શ્રી ધનજીસ્વામી, ૨– પૂ. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી ૩- મહા. શ્રી જાદવજીસ્વામી તથા ૪-મહા. શ્રી ચુનીલાલજીસ્વામી આદિ ઠાણાઓ.
લાંબી અને ગંભીર માંદગીમાંથી તબિયત સુધરતાં, ક્ષેત્રપના માટે વિહાર કરવાનું મન થયું. પરંતુ શ્રી સંઘે ચાતુર્માસ તે લીબડીમાં જ કરાવવાનું નકકી કર્યું અને વિનતિ કરી. એ વિનતિને રવીકાર થશે. ત્યારબાદ પૂ. મહા. શ્રી હાણા ૨, લીંબડીથી વિહાર કરી, આસપાસના ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં, અનકમે દરેકને લાભ આપી માટે લીંબડી પધાર્યા. તે વખતે મહા. શ્રી સમરતબાઈ આર્યાજી, મહા. શ્રી પાર્વતીબાઈ આર્યાજી, મહા. શ્રી હેમકંવરબાઈ આર્યાજી તથા મહા. શ્રી સમજુબાઈ આર્યાજી ઠાણા ચાર પણ લીંબડીમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજતા હતા. શાન્તિપૂર્વક ચાતુર્માસ વીતી રહ્યું હતુ. તે દરમિયાન એક અપૂર્વ બનાવ બની ગયે.
પૂજ્ય ગુરુમહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી પ્રત્યે અનન્ય શ્રદ્ધા-ભક્તિ ધરાવતા સરળ સ્વભાવ સ્થવિર શિષ્યા મહાસતી શ્રી સમરતબાઈ આર્યાને આઠેક દિવસથી સાધારણ માંદગી હતી. તે દિવસે ભાદરવા સુદ ૧૫ ને ચડતે દિવસ હતે. સવારના પહોરમાં પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહા. તથા મુનિશ્રી ચુનીલાલજીસ્વામી, મહાસતીજીને દર્શન આપવા અને માંગલિક સંભળાવવા જ્યાં મહાસતીજીએ બિરાજતા હતા (ગેસ્ટ હાઉસમાં) ત્યાં પધાર્યા, તે પહેલાં મહાસતી શ્રી સમરતબાઈ આર્યાજી અને તેઓના શિષ્યાઓ બરાબર સ્વસ્થ થઈને ભક્તામર સ્તોત્રને, મધુર સ્વરે સ્વાધ્યાય કરતા હતા. પૂ. મહારાજશ્રી પધાર્યા ત્યારે ભક્તામરનો ૧૩ મે કલેક બધા કાણા ભાવથી બોલી રહ્યા હતા.
પૂ. મહારાજશ્રી સન્મુખ પધાર્યા એટલે મહાસતી શ્રી સમરતબાઇએ “પધારે સાહેબ ! એમ કહીને આદરમાન આપ્યું. પૂજ્ય મહારાજશ્રીએ, મહાસતીને બેઠા બેઠા જ માંગલિક સાંભળવાને આદેશ આપે. કારણ કે તબિયત નબળી હતી, તે વખતે મહા. હેમકુંવરબાઈ એક બાજુ પડખે જ બેઠા હતા. ત્યારે બીજી બાજુ મહા. સમજુબાઈમેટા મહાસતીને હાથ ઝાલીને બેઠા હતા. તે વખતે ભક્તામર ૧૩ મો બ્લેક મનમાં ગૂંજી રહ્યો હતો. પૂ. મહારાજશ્રીએ ધીર-ગંભીર વાણીથી રોગો સંભળાવ્યા અને પછી માંગલિક સંભાળવ્યું. ખૂબ શાન્તિથી પ્રસન્નતાથી મોટા મહાસતીજીએ બધું સાંભળ્યું, સ્થિર આસને બેઠા હતા. સાંભળતાં (૨) જ તેઓ ભાવવિભોર બની ગયા. સ્તબ્ધ જેવા થઈ ગયા. ચહેરા ઉપર કઈ અજબ ઝળક આવી ગઈ અને શાન્ત થઈ ગયા. પૂ. ગુરુદેવ આ બધું સૂક્ષમતાથી જોઈ રહ્યા હતા. જે મહાસતીએ હાથ પકડ હતો તેને લાગ્યું કે નાડી ચાલતી નથી. જરા ઢઢળ્યા ત્યાં તે આંખે વધારે પડતી ખુલી ગઈ. પાસેના આર્યાજીએ પૂરી ખાતરી કરી અને ધસી પડતા હદયે ઉદ્દગાર નીકળી પડયે- “સાહેબ! મહાસતીજી કાળધર્મ પામ્યા !' ક્ષણવાર વાતાવરણ ગંભીર [૧૬]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org