________________
'ટે પૂજ્ય ગુરુદેવ વિધય પં. નાનચન્દજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ તને અનુભવ કરવા બે દિવસ ગિરનાર ઉપર રહ્યા. ત્રીજે દિલસે નીચે આવી, પછી લાંબે વિહાર શરૂ કર્યો. અનુક્રમે પ્રાંસવા થઈ માગસર સુદ ૪, ના બીલખા પધાર્યા. ત્યાં ચારેક દિવસ લાભ આપી ચણાકા-કેટડા થઈ સતી નાગબાઈથી પ્રસિદ્ધ થયેલ ગામ મણીઆમાં એક દિવસ રેકાઈ મેણુપરી, સરસઈ થઈને માગસર વદ ૮ ના વિસાવદર પધાર્યા. માગસર વદ ૧૨ ના બગસરા થઈ પિષ સુદ બીજના ધારી પધાર્યા. ત્યાંથી ચલાળા ઉપર થઈને પિષ સુદ ૧૧ ના સાવરકુંડલા, પિષ વદ ૩ ના અમરેલી ને પિષ વદ ૭ ના લાઠી પધાર્યા. આવા અનેક ક્ષેત્રની સ્પર્શના કરી, ભાવિકજનેને સત્સંગને લાભ આપતાં આપતાં બાબરા, આટકેટ, કુંદણી, આણંદપુર થઈ મહા સુદ ૩ ના ચેટલા પધાર્યા. મહા સુદ ૧૦ ના થાનગઢ, મહા વદ ૮ને વાંકાનેર થઈને મોરબી ફાગણ સુદ ૬ ના પધાર્યા. અને ત્યાંથી ફાગણ વદ ૪ ના ટંકારા થઈને નેકનામ, પડધરી, જામવંથલી, અલીઆબાડા થઈ ચિત્ર સુદ ૪, તા. ૩૧-૩-૪૧ ને સોમવારે જામનગર પધાર્યા. ખાસ કરીને સેલેરિયમની ટ્રીટમેન્ટ લેવાની હતી પરંતુ સેલેરિયમ જરા દુર હતું એટલે શરૂઆતમાં ગામ બહાર લીંબડા લાઈનમાં થડે સમય કાયા અને ત્યાંથી સેલેરિયમ નજીક હોવાથી દરરોજ સારવાર લેવા જવાનું રાખ્યું. દરમિયાન પ્રાર્થના, પ્રવચન વગેરે તે ચાલુ જ હતાં. તેથી જામનગરના શ્રી સંઘની ભાવના વધતાં સારવારને જરા વધુ લંબાવવા શ્રી સંઘે પૂજ્ય મહારાજશ્રીને ચાતુર્માસ માટે વિનંતિ કરી. એ વિનંતિ સ્વીકારવામાં આવી. એટલે સંઘની મંજુરીથી શ્રી તિમલાલ મોતીચંદના બંગલામાં (શહેર બહાર) ચાતુર્માસ રહ્યા. એકંદર નવ મહિના સારવાર લેવાઈ પણ જોઈએ તે ફાયદો થયે નહિ. આ ચાતુર્માસમાં લીંબડીના વતની શ્રી છોટાલાલ હરજીવન સુશીલ જેઓ બહુશ્રુત અને વિદ્વાન હતા, તેઓને લાભ લેવા ખાસ તેઓને બોલાવેલ. તેમના અનુરાગી પંડિત લાલન પણ અહીં આવ્યા હતા. બન્નેને મુકામ મહારાજશ્રી પાસે હતે. ઉપરાંત જામનગરના મહારાજા તથા મહારાણી પણ મહારાજશ્રીના સત્સંગને લાભ લેતાં. જૈનેતર પ્રજા પણ મહારાજશ્રીના ઉન્નત અને ઉદાર વિચારોથી ખૂબ આકર્ષાઈ હતી. ચાતુર્માસ આનંદથી પૂર્ણ કર્યું.
ક૨. ડેળિયા (સાયલા પાસે): સં. ૧૯૮૯ ઈ. સ. ૧૯૪૨ ડોળિયા : ઠાણા ૨, નીચે મુજબ: પૂજય મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ તથા મુનિશ્રી ચુનીલાલજીસ્વામી તથા વિરાગી ભાઈશ્રી મેઘજીભાઈ
જામનગરનું ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. મહારાજશ્રી મોરબી તરફ પધાર્યા. વચ્ચે ધોળ, ટંકારા, મેરબી, વાંકાનેર વગેરે ક્ષેત્રોની સ્પર્શન કરતાં પૂ. મહારાજશ્રી ઠાણા ૨ તથા વૈરાગી ભાઈશ્રી મેઘજીભાઈ થાન પધાર્યા. તે દરમ્યાન મહાસતી શ્રી દેવકુંવરબાઈ આર્યાજી તથા વિદુષી મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી પાસે થાનના બેન ચંચળબેન વૈરાગ્યભાવે અભ્યાસ કરતાં હતાં તેની આજ્ઞા થઈ જવાથી સંવત ૧૯૮ના વિશાખ વદ ૬ને બુધવારે તેમને દીક્ષા આપી. નવદીક્ષિતાનું શુભ નામ મહાસતીશ્રી ચંદનબાઈ આર્યાજી રાખવામાં આવ્યું. મહાસતી શ્રી સમરતબાઈ આર્યજી, મહાસતી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી તથા મહા સતી શ્રી સમજુબાઈ આર્યાજી આદિ ઠાણુઓ તે પ્રસંગે ઉપસ્થિત હતા. આર્યજી ચંદનબાઈને વડી દીક્ષા આપી ત્યાંથી પૂજ્ય મહારાજશ્રી હાણ ૨, વિહાર કર્યો. છેલ્લા કેટલાક - વર્ષોથી પૂ. મહારાજશ્રી શક્તિ અને નિવૃત્તિને ઝંખતા હતા. ભાઈશ્રી મેઘજીભાઈ વિરાગી અમદાવાદના ચાતુર્માસથી સાથે
જ વિચરતા હતા. આથી એકાદ શાન્ત ક્ષેત્રને વિચાર કરતાં મહારાજશ્રીએ ડોળિયા ગામ પસંદ કર્યું. સાયલાથી આઠ માઈલ દૂર પશ્ચિમ તરફ રાજકોટ-સુરેન્દ્રનગરના ધોરી માર્ગ પર ડાળિયા ગામ આવેલ છે. સાયલા સ્ટેટનું એ ગામ હેવાથી ત્યાં ઠાકોર સાહેબને નદીકાંઠે એક બંગલે છે. વિશાળ કંપાઉન્ડ છે. તે સ્થળ નિવૃત્તિ માટે અને ચાતુર્માસ માટે પસંદ કર્યું. ઠાકોર સાહેબે પણ પ્રસન્નતાથી એ લાભ લેવા માટે વિનંતી કરી. ખૂબ શાન્તિ અને નિવૃત્તિ હતી. ચાતુર્માસ નકકી થયું અને મહારાજશ્રી ઠાણા ૨ તથા મેઘજીભાઈ ચાતુર્માસ નિમિત્તે ડાળિયા પધાર્યા. પણ કુદરતે કંઇક જુદું જ નિર્માણ કર્યું હતું. ચાતુર્માસના દિવસે પસાર થવા લાગ્યા. પર્યુષણ પહેલા જ પૂ. મહારાજશ્રી ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યા. માંદગીના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. પરિણામે તે વખતે જેતપુર (કાઠિ.)માં મહાસતીશ્રી સમરતબાઈ આદિ ઠાણું ચાતુર્માસ બિરાજતાં હતાં. તેઓના દિલમાં ગુરુસેવાની પ્રબળ ઝંખના થવાથી, તેઓએ પિતાના શિષ્યા શ્રી હેમકંવર આર્યાજી તથા સમજાબાઈ આર્યાજી ઠા. ૨ ને તાબડતોબ સંધની આજ્ઞા મેળવી ડોળિયા પહોંચવા માટે વિહાર કરાવ્યું. અહીં ડોળિયામાં
ચાતુર્માસની યાદી
[૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org