________________
પૂત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ફાળે થઈ ગયો અને ઉપાશ્રયની ભવ્ય ઈમારતને પાયે નખાયે. અતિ આગ્રહ અને વિનંતી હોવા છતાં સંજોગવશાત્ પૂજ્ય મહારાજશ્રી ડાણ ૨ તથા દીક્ષાના ઉમેદવાર ભાઈશ્રી ચુનીલાલે ગુજરાત તરફ વિહાર શરૂ કર્યો.
૨૭. લીબડી : સંવત ૧૯૮૩ : ઈ. સ. ૧૯૨૭ લીંબડી : ઠાણા ચાર નીચે મુજબ :
૧–પૂ. મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨-મહા. શ્રી રામચંદ્રજી સ્વામી, ૩-મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી, ૪-મહા. શ્રી હર્ષચંદ્રજી હવામી.
મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી તથા મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામીએ ઘાટકોપરનું ચાતુર્માસ પૂર્ણ ઉત્સાહથી પૂર્ણ કર્યું. દરમિયાન સમગ્ર મુંબઈ સંઘની ભાવનામાં ખૂબ ભરતી આવી. એક જ ચાતુર્માસ કરીને ત્યાંથી છૂટી શકાય તેમ ન હતું. આ બાજી દેશમાં લીંબડીમાં રહેલા બે વૃદ્ધ સાધુઓ, મહા. શ્રી નાનચંદ્રજી મહા. ને ઝંખતા હતા, એટલે નિરૂપાયે મુંબઈ છોડવું પડયું. દરમિયાન તે જ સાલમાં મુંબઈમાં સ્થા. જૈન કેન્ફરન્સનું સાતમું અધિવેશન ભરાવાનું હતું. એટલે તેટલા સમય પૂરતું મુંબઈમાં રેકાઈ જવા સંઘની આગ્રહભરી વિનંતિ થઈ એટલે પિતે ઠાણું ૨, રેકાયા અને અધિવેશનને પ્રેરણા આપવા મુંબઈમાં મધ્યભાગમાં લાલબાગમાં) પિતે જાહેર પ્રવચને આપતા હતા....આ નિમિત્તે સંઘને અનેરે લાભ મળે. પછી વિદાયની ઘડી આવી ત્યારે દીક્ષાથી ભાઈ શ્રી ચુનીલાલને મુંબઈની ભેટ તરીકે સ્વીકારી ઉગ્ર વિહાર શરૂ કર્યો...વિહાર કરતાં અનુક્રમે ગ્રામાનુગ્રામ વિચરતાં તેઓ જ્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે ભાઈશ્રી શિવલાલભાઈએ પિતાની વિરાગ્ય દશા દર્શાવતું પત્ર મહારાજશ્રી ઉપર લખ્યો. ઘાટકોપરમાં પ્રવચન દ્વારા પડેલા સંસ્કારબીજે પણ અંકુરિત થવા લાગ્યા. પિતાની આંતરિક ભાવના પત્રમાં જણાવી અમદાવાદ દશનાથે આવવા અને હૃદયના ભાવ ? માગી. તે મુજબ તેઓ અમદાવાદ આવ્યા. પ્રાથમિક વિચારણા કરી અમદાવાદથી પાછા મુંબઈ ગયા. કેટલાક વ્યવહારિક વળગણથી મુકત થયા. પૂ. મહારાજશ્રી અમદાવાદથી વિહાર કરી લીંબડી પધાર્યા. ભાઈ શ્રી ચુનીલાલ પણ પાદૃવહારને આનંદ માણતા સાથે જ હતા. મહારાજશ્રી લીંબડી પધાર્યા બાદ સંકેત મુજબ ભાઈશ્રી શિવલાલ પણ દીક્ષાના ઉમેદવાર તરીકે મુંબઈથી લીંબડી આવ્યા અને ભાઈશ્રી ચુનીલાલ સાથે અભ્યાસમાં જોડાયા. એ સાલ [સંવત ૧૮૩]નું પૂ. મહારાજશ્રાનું ચાતુમોસ લીંબડી નકકી થયું હતું બન્ને દીક્ષાથી ભાઈઓ પરસ્પર પ્રેમ ને સહકારથી સિદ્ધાંતને અને સંસ્કૃતના અભ્યાસ કરવા લાગ્યા. ભાઈશ્રી ચુનીલાલને સમય પાકી ગયે હતું એટલે ચાતુર્માસ પૂર્ણ થયે લીંબડી સંઘના ભારે ઉત્સાહ સાથે દીક્ષાની તૈયારી થવા લાગી. અને સંવત ૧૯૮૪, માગશર સુદ ૬ તા. ૩૦-૧૧-૧૯૨૭ બુધવારે અનેરા વાતાવરણમાં ચુનીલાલભાઈ દીક્ષિત થયા. [આ બધી હકીકત પૂ. ગુરુમહારાજશ્રીના જીવનચરિત્ર “સંતશિષ્યની
જીવન સરતામાં તથા “પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ જન્મ શતાબ્દિ સ્મૃતિગ્રંથ વિભાગ પહેલો “જીવનઝાંખીમાં વિગતથી વર્ણવેલ છે.
૨૮, વાંકાનેર: સંવત ૧૯૮૪ઈ. સ૧૯૨૮ વાંકાનેર : ઠાણ ૫, નીચે મુજબ :
૧- મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨- મહા. શ્રી રાયચંદ્રજી સ્વામી, ૩-મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી. ૪-મહા. શ્રી હર્ષચંદ્રજીસ્વામી અને પ-નવદીક્ષિત મુનિશ્રી ચુનીલાલજીસ્વામી.
લીબડીનું ચાતુર્માસ પૂર્ણ કરી, દીક્ષાને પ્રસંગ ઉજવી, ત્યાંથી અનુક્રમે વિહાર કરતાં થાન-વાંકાનેર થઈને ઠાણા-પ મોરબી પધાર્યા. વિરાગી ભાઈશ્રી શિવલાલભાઈ પણ અભ્યાસ કરતા થકા વિહારમાં સાથે જ હતા. દરમિયાન આગામી ચાતુર્માસ (સં. ૧૮૪) વાંકાનેર નક્કી થયું હતું એટલે યથાસમયે ચાતુર્માસ નિમિત્તે વાંકાનેર પધાર્યા. ત્યાં ચાતુર્માસ દરમિયાન સંવત ૧૮૪ ના બીજા શ્રાવણ સુદ અગિયારસના તા. ૨૬-૮-૨૮ ના રોજ પૂ. મહા. શ્રી રામચંદ્રજી મહા. ૩૯ વર્ષની દીક્ષા પર્યાય પાળી ૬૦ વર્ષની ઉંમરે હાટ ફેઈલ થઈ જવાથી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ભાઈશ્રી શિવલાલના [૧૫૪]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org