________________
}પૂજ્ય ગુરૂદેવે કવિવર પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમયે નડિયાદની મિશનરી હોસ્પિટલમાં ઓપરેશન સારાં થતાં એટલે મુનિશ્રી હર્ષચંદ્રજીને કારણે નડિયાદ તરફ વિહાર કરવાનો વિચાર છે. આથી મહા. શ્રી સુંદરજીસ્વામી તથા મહા. શ્રી રામચંદ્રજીસ્વામી [જેઓ વૃદ્ધ હતા] તેઓ લીંબડી સુધી સાથે રહ્યા. પરંતુ લાંબે વિહાર ન કરી શકે માટે તેઓને લીંબડી રોકાવાનું કરી, મહા. શ્રી નાનચંદજી મહા. તથા મુનિ શ્રી હર્ષચંદ્રજી ઠા. ૨, બેએ નડિયાદ તરફ વિહાર કર્યો. અનુકૂળ સમયે નડિયાદ પહોંચ્યા ઓપરેશન કરાવ્યું. ઓપરેશન ઘણું સારું થયું. થડે સમય આરામ લીધા પછી બને છાણ ત્યાંથી વિહાર કરી આગળ વધ્યા અને સૂરત સુધી પહોંચ્યા. દરમિયાન મહારાજશ્રીને અનુરાગી અને અનુયાયી એ બહેળો વર્ગ જે મુંબઈમાં વસતે હતે તેઓના દિલમાં ભક્તિભાવનો પ્રવાહ વહેવા લાગ્યું. તેને થયું કે સૂરત સુધી મહારાજ સાહેબ પધાર્યા છે તે હવે મુંબઈ બહુ દૂર ન ગણાય. તે વખતે મુંબઈ સંઘના સેક્રેટરી શ્રી ગોકળદાસ પ્રેમજી હતા. તેઓને અનુરાગી વગે
મુંબઈ સુધી સૌરાષ્ટ્રના મુનિરાજો ભાગ્યે જ પધારતા. સાધુની ઝંખનાવાળા મુંબઈ સંધને અનેરું આકર્ષણ થયું, એટલે સંઘના આગેવાન ભાઈઓનું એક ડેપ્યુટેશન મહારાજશ્રીને વિનંતી કરવા સૂરત આવ્યું. મહારાજશ્રીને ખબ આગ્રહભરી વિનંતી કરી અને વિશેષમાં કહ્યું કે આપને જરૂર લાભ થશે. માટે જરૂર એકવાર તે આપ મુંબઈ પધારે જ. પૂ. મહારાજશ્રીને પણ ભાવના થઈ, એટલે પછી મુંબઈ જેવા ક્ષેત્રમાં જવા માટે લીંબડી સંપ્રદાયના સંચાલકોની તેમજ ત્યાં રહેલા બે વૃદ્ધ ગુરુભાઈઓની સંમતિ મેળવવાનું કહ્યું. એટલે મુંબઈ સંઘે એ વિધિ પણ પૂરે કર્યો. પરિણામે સૂરતથી કાણુ ૨ એ, મુંબઈ તરફ વિહાર શરૂ કર્યો. અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં, તેઓશ્રી મુંબઈ પહોંચ્યા. સંધના ઉત્સાહનો પાર ન હતું. તે વખતે આખા મુંબઈમાં એક ચિંચપોકલીમાં જ ઉપાશ્રય હતે. કાંદાવાડીમાં કેઈ સુવિધા ન હતી. વળી સાધુ મુનિરાજને વેગ પણ વિરલ હતા. આવા સંગમાં મહારાજશ્રી દાણુ ૨ નું ચાતુર્માસ શ્રી સંઘે ઘાટકોપરમાં નકકી કર્યું. ઘાટકોપરમાં પણ ઉપાશ્રય ન હતું. તેથી જગજીવન દયાળની વાડીમાં પતરાંને વિશાળ હોલ બનાવી ત્યાં ચાતુર્માસ રહેવાનું નકકી કર્યું. હાલમાં વ્યાખ્યાન થાય અને બાજુના મકાનમાં મહારાજશ્રીને રહેવાનું રાખ્યું.
તે સમયે ગાંધીજીની બોલબાલા હતી. મહારાજશ્રી નાનચંદ્રજી સ્વામી, ગાંધીવિચારસરણી અને રાષ્ટ્રીયભાવનાથી કયારનાય રંગાયેલ હતા. એટલે એમના પ્રવચનમાં ધર્મતત્વ સાથે એ વિચારધારા અને એ ભાવના ઓતપ્રોત થઈ જતી હતી. મુંબઈને સંસ્કારી સમાજ આવા પ્રવચનેથી ખૂબ આકર્ષાયે. હજારે માણસે મુંબઈનાં જુદાં જુદાં પરાંઓમાંથી એ પ્રવચનને લાભ લેવા નિમિત્તે સવારે આવી જતા. પરિણામે આવા શુભ યોગથી મહારાજશ્રીની આંતરિક અને બાહ્ય એમ બન્ને પ્રકારની ત્રિદ્ધિ ખૂબ સમૃદ્ધ થવા લાગી.
એ ચાતુર્માસ દરમિયાન મુંબઈથી સેંકડો માણસ, ઘાટકોપરમાં સવારે પ્રવચન સુધાને લાભ લેવા આવતા. તે પૈકી બે નવયુવાન જિજ્ઞાસુઓની હકીકત જાણવા જેવી હોવાથી અત્રે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
મોરબી નિવાસી ભાઈશ્રી ચુનીલાલ કેશવજી મહેતા તળ મુંબઈથી અને ટંકારા-ટોળ નિવાસી ભાઈશ્રી શિવલાલ નાગજી દોશી દાદરથી હમેશાં ઘાટકોપર વ્યાખ્યાન સાંભળવા આવતા. ભાઈશ્રી ચુનીલાલ ચાતુર્માસના છેલ્લા દોઢ-બે મહિનાથી વધુ રસ લેતા, ત્યારે ભાઇશ્રી શિવલાલ ધેડા સમય પહેલા એટલે કે ચાતુર્માસની શરૂઆતમાં વ્યાખ્યાનમાં હાજરી આપતા. બન્નેની તેની ભૂમિકા પ્રમાણે અસર થવા લાગી હતી. બન્ને એકબીજાને ઓળખતા ન હતા. આખરે ચાતુર્માસના છેલા મહિનામાં ભાઈશ્રી ચુનીલાલને ભાવના જાગી. અને પછી તે પૂજ્ય મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા, પિતાની ભાવના જણાવી, વિચાર વિનિમય છે. પરિણામે અનુકૂળ સગો હોવાથી ત્યાગમાઈ રવીકારવા તૈયાર થયા. પરિચય વધારવા અને અભ્યાસ નિમિત્તે પિતાના વડીલ ભાઈશ્રી ભાઈચંદભાઈની આજ્ઞા મેળવી અને ચાતુર્માસ પૂર્ણ થયે ઘાટકેપરથી મહારાજશ્રી સાથે વિહાર શરૂ કર્યો. ત્યારે ભાઈશ્રી શિવલાલભાઈને અસર તે થયેલી, પરંતુ તેઓએ, મહારાજશ્રી વિહાર કરી ગયા બાદ છ કે આઠ મહિના પછી પિતાની અંતરંગ ભાવના પ્રગટ કરેલી....અસ્તુ.
ઘાટકેપમાં કચ્છ અને સૌરાષ્ટ્રના રથાનકવાસી સમાજના ઘણા ઘરે હતાં, એને ખ્યાલ પૂજ્ય મહારાજશ્રીના આ ભવ્ય ચાતુર્માસ દરમિયાન શ્રી સંઘને આવ્યું, એટલે વિશાળ ઉપાશ્રયની પણ જરૂર લાગી. પૂ. મહારાજશ્રીની હાજરીમાં જ એની અપીલ કરવામાં આવી અને મહારાજશ્રીએ પિતાની આગવી શૈલીમાં પ્રેરણા કરી, પરિણામે સારામાં સારે ફંડચાતુર્માસની યાદી
[૧૫૩] www.jainelibrary.org
Jain Education Interational
For Private & Personal Use Only