________________
-
- ૬૪) ગુરૂદેવ કવિવ પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
આ બ્લોકના ભાડાની વાર્ષિક નેટ આવક પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ માનવરાહત ટ્રસ્ટને શ્રી સંઘ તરફથી આપવામાં આવે છે. આ આવકમાંથી સ્વધર્મી સ્ટોર ચલાવવામાં આવે છે.
દરેક કુટુંબોને કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે અને કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે યુનિટ રાખવામાં આવ્યા છે, તે યુન્ટિ મુજબ અનાજ રાહતથી મળે છે. આ યોજનાને લાભ કઈ પણ સ્થાનકવાસી જૈન કુટુંબ લઈ શકે છે. કોને કેટલી રાહત મળે છે (૧૦ ટકાથી ૫૦ ટકા સુધીની) તેને આજુબાજુમાં ઊભેલ કેઈને ખ્યાલ ન આવે તેમ પેજના કરવામાં આવી છે. હાલ વાર્ષિક રૂા. ૨૩,૦૦૦ આ યોજના પાછળ ખર્ચાય છે અને લગભગ ૧૦૫ કોને આ યોજનાનો લાભ મળે છે. જ્ઞાનનગર વસાહત રહેશે ત્યાં સુધી આ રાહતકાર્ય અવિરતપણે પૂ. ગુરુદેવની સ્મૃતિમાં ચાલ્યા જ કરશે.
આમ બોરીવલી જેવા મધ્યમવર્ગીય પરામાં ચાલતી માનવરાહતની સંસ્થાઓના પાયામાં પૂ. ગુરુદેવની પ્રેરણા પડેલી છે અને સંસ્થાના કણેકણમાં પૂ. ગુરુદેવનું નામ ગૂંજે છે.
પૂ. ગુરૂદેવ નાનચંદ્રજી મહારાજ પ્રાથમિક શાળા-સાયલા
પૂજ્ય ગુરુદેવ સં. ૨૦૨૧ માં સાયલા મુકામે કાળધર્મ પામ્યા ત્યારે તેમની પાલખી વખતે લગભગ રૂપિયા ૪ થી ૫ લાખ નું ભંડોળ થયું હતું. આ રકમ પૂ. ગુરુદેવના સ્મારક બનાવવામાં વાપરવાની હતી જેના માટે “પૂ. નાનચંદજી મહારાજ સ્મારક ટ્રસ્ટ”ની રચના મુંબઈમાં કરવામાં આવી હતી.
પૂ. ગુરુદેવ સાયલામાં જે પ્રાથમિક શાળામાં ભણ્યા હતા તે શાળા બહુ જૂની હતી. જગ્યા પણ પૂરતી ન હતી અને સાધને પણ પૂરતા ન હતા. પૂ. ગુરુદેવના સ્મારકરૂપે આ પ્રાથમિક શાળાનું સુંદર મકાન બનાવવાનું કાર્ય, પૂ. નાનચંદ્રજી મહારાજ મારક ટૂટે, શ્રી સાયલા નાગરિક મંડળ મુંબઈના સહકારથી ઉપાડયું અને લગભગ ૨૦ થી ૨૫ એરડાવાળું એક માળનું અદ્યતન મકાન આ પ્રાથમિક શાળાનું તૈયાર થયું. જેના ઉપર પૂ. ગુરુદેવનું નામ રાખવામાં આવ્યું: “પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ પ્રાથમિક શાળા” આ શાળા ઈ. સ. ૧૭૨ થી શરૂ થઈ છે, અને બાળકોની તકલીફ દૂર થઈ છે. પૂ. ગુરુદેવના વતનમાં સ્મારકરૂપે આ સંસ્થા બહુ સુંદર રીતે અત્યારે ચાલે છે.
પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી અન્ય ઘણું સંસ્થાઓને ઉદભવ થયો છે જેમાંની મુખ્યત્વે નીચે મુજબ છે
(૧) શ્રી લીંબડી માટે સંઘ ઉપાશ્રય (૨) શ્રી નગરશેઠ વંડા ઉપાશ્રય – અમદાવાદ (૩) શ્રી કચ્છ માંડવી ઉપાશ્રય (૪) શ્રી જામનગર જૈનશાળા (૫) શ્રી ઘાટકેપર ઉપાશ્રય (૬) શ્રી કસ્તુરીબેન જેચંદભાઈ વોરા સ્થાનકવાસી જૈન બોર્ડિંગ, સુરેન્દ્રનગર (૭) શ્રી મોરબીની સ્થાનકવાસી ડિગ (૮) શ્રી નવરંગપુરા સ્થાનકવાસી બોર્ડિંગ, અમદાવાદ (૯) શ્રી સાર્વજનિક પુસ્તકાલય, સાયલા (૧૦) શ્રી સાર્વજનિક દવાખાનું, સાયલા
સંવત ૧૮૨ માં ઘાટકોપરમાં શ્રી જગજીવન દયાળની વાડીમાં પૂ. ગુરુદેવે પ્રમુખશ્રી ગોકળદાસ પ્રેમની વિનંતીથી ચાતુર્માસ કર્યું હતું, અને ત્યાં ઉપાશ્રયની પ્રેરણું કરી. પૂ. ગુરુદેવના અનન્ય ભકત શ્રી ધનજીભાઈ દેવશીભાઈએ ઉપાશ્રયની પ્રેરણા ઝીલી જેને લીધે હાલને ઘાટકેપર ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યું.
[૧૪૬].
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org