SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે અને મોટા ભાગના વિદ્યાથીઓ ધંધા નેકરીમાં જુદા જુદા સ્તરે ગોઠવાઈ ગયા છે. આ પ્રતાપ આ બોર્ડિગને છે અને બેડિગ સ્વ. ગુરુદેવનું સર્જન છે. આ રીતે તેઓશ્રીને સમાજ પર અનંત ઉપકાર છે. પૂ. શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય લીંબડી (સૌરાષ્ટ્ર) ૪૩ માનદ્ મંત્રી ભાઈલાલ મગનલાલ વકીલ, સ્વ. કવિવર્ય મહારાજશ્રી નાનચંદ્રસ્વામી એક મહાન પ્રતિભાશાળી, વિરલ વિદ્વાન વ્યકિત હતા. તેઓશ્રીએ પિતાની હયાતી દરમ્યાન કેવળ માનવતાની દૃષ્ટિથી લોકસેવાની અનેક સંસ્થાઓ ઊભી કરી હતી તેમાં આ પુસ્તકાલય ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. તેઓશ્રીના ભંડારમાં જુદા જુદા વિષયેના મળી ૭૦૦૦ (સાત હજાર) પુસ્તક હતાં, તે પૂરતા થોડા કબાટા હતા, અને તેમાંના પુસ્તકો રથા. જૈન ભાઈઓને વાંચવા મળે તેમ વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા તેઓશ્રીના ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજના નામે એટલે કે પૂજ્યશ્રી દેવચંદ્રજી પુસ્તક ભંડારના નામથી ચાલતી હતી. પણ વિશાળ હૃદયના આ મહામાનવે લોકેની ભૂખ જોઈ. સહુ ભૂખ્યાજનની આ ભૂખ સંતોષવા તેઓશ્રીના હૃદયમાં પ્રેરણા જાગી ઊઠી. તેમના નાનકડા ૭૦૦૦ પુસ્તકની સંખ્યા ધરાવતા પુસ્તકાલયને વિશાળ પાયા પર મૂકવાની યેજના કરી. ભકતેમાંથી રૂ. ૪૦,૦૦૦/- નું દાન મેળવ્યું. દાનવીર શેઠશ્રી અલખ અમીચંદે પૂ. શ્રી ગુરુદેવની પ્રેરણાથી સંઘની ભેજનશાળાના ચોગાનમાં વિશાળ મકાન બંધાવી આપ્યું અને આ મકાન, રૂા. ૪૦,૦૦૦ ની મૂડી તથા ૭૦૦૦ પુસ્તકથી પૂજ્યશ્રી દેવચંદ્રજી પુસ્તકાલય તથા વાંચનાલય નામની સંસ્થા જાહેર જનતાના માટે ખુલ્લી મૂકી અર્થાત્ આ સંસ્થાના સંચાલન માટે બંધારણ, ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહક કમિટીનું આયોજન કર્યું. આ સંસ્થાનું ઉદઘાટન સ્વ. શ્રી પિટલાલ લવજીભાઈ ચુડગરે તા. ૧૫-૪-૧૯૪૬ના રેજ કર્યું. આ રીતે સ્વ. પૂજય મહારાજશ્રીના પ્રયાસથી આ સંસ્થાની શુભ શરૂઆત થઈ. આ સંસ્થા પર તેઓશ્રીની અમી નજર હતી. જયારે જ્યારે લીંબડી પધારતા ત્યારે ત્યારે સંસ્થામાં પધારી કાર્યવાહીની માહિતી મેળવતા અને ગ્ય સચનાઓ આપતા તેમ જ અવારનવાર ભકતજને મેળવી દેતા. તેઓશ્રી કાળધર્મ પામ્યા બાદ તેઓશ્રીના શિષ્ય શ્રી ચિત્તમુનિએ તે જવાબદારી સંભાળી લીધી છે. પુસ્તકાલય એ માત્ર વાંચનભૂખ છિપાવવાની સંસ્થા નથી પરંતુ લોકજીવન માટે સંસ્કાર, પ્રેરણા, શિક્ષણ, સંપર્ક અને માહિતીનું કેન્દ્ર છે. પુસ્તકનું વાંચન અને મનન જીવનઘડતરમાંજીવનને ચારિત્ર્યવાન અને ઉજજવળ બનાવવામાં આત્માની ઉન્નતિમાં ઘણે મોટો ફાળો આપે છે. આ હકીકત નજર સમક્ષ રાખી જુદી જુદી યોજના દ્વારા પુસ્તકાલયને વિકસાવવા તથા તેને લેકોપયેગી બનાવવા કાર્યકર્તાઓએ ભગીરથ પુરુષાર્થ કર્યો છે. આજે આ સંસ્થાને ૩૦ વર્ષના વહાણા વહી ગયા છે. આ સમયમાં સંસ્થા ખૂબજ ફૂલીફાલી છે. પ્રાણવંત અને સૌરાષ્ટ્રભરમાં વ્યવસ્થા માટે અજોડ ગણાય તેવી તેની વ્યવસ્થા અને પ્રતિષ્ઠા છે. અમે ગૌરવભેર કહી શકીએ છીએ કે આ પુસ્તકાલયનું નિરીક્ષણ કરનાર સહુ કોઈને અવશ્ય સંતોષ થશે. અમારું સહુને આમંત્રણ છે. પ્રગતિ અને ગૌરવગાથા પુસ્તક – ૭૦૦૦- પુસ્તકોથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે ર૮૯૨ પુસ્તક બેઠી કિંમત પ્રમાણે લગભગ રૂા. ૫૪૦૦૦ની કિંમતના છે. તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિંદી, બંગાળી, સંસ્કૃત, અર્ધમાગધી, મરાઠી, ઉર્દુ ભાષાના પણ છે. ફરનીચર - બે જ કબાટથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે ૭૫ની સંખ્યામાં કબાટો છે. ઉપરાંત દીવાલમાં અભેરાઈઓ છે જે લગભગ રૂા. ૧૮૦૦૦ની કિંમતની છે. અનુલય- (Reference) વિભાગ:- કિંમતી પુસ્તક સંસ્થામાં બેસી વાંચી શકે એ માટે ખાસ Reference સમાજને પ્રદાન [૧૩૯). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy