SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ભવનમાં મળી હતી તેમાં શેઠશ્રી સોહનલાલ ગડ, મોહનલાલ એલ. શાહ, સવાઈલાલ જે. પી. વિ. એ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મુનિશ્રી નેમિચંદ્રજીએ સદ્દગતની સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. | મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું હતું કે અમારામાં જે કંઈ જ્ઞાન, રાષ્ટ્રીયતા અને સર્વધર્મપ્રતિ આદર દેખાય છે તે એ મહાપુરુષને આભારી છે. તેમણે આધ્યાત્મિકતા અને વ્યવહારનું સુંદર સંકલન કર્યું છે. જૈનધર્મને સાંપ્રદાયિકતા. માંથી બહાર કાઢી વિશ્વધર્મની વિશાળ દૃષ્ટિ આપી છે. ગ્રામદ્યોગ, અસ્પૃશ્યતા નિવારણ, સ્ત્રી ઉન્નતિ, સાહિત્યસેવા વિ.માં તેઓ ભારે રસ લેતા હતા. કલકત્તા તરફ અમે આવતા પહેલાં ૮૭મી તેમની જન્મજયંતી વખતે અગિયાર દિવસ તેમની સાથે રહેવાનું થયું. તેની વિદાય વખતે મારે ખભે હાથ મૂકી આંખોમાં અમી સાથે જે પ્રેમાળ શબ્દ કાઢયા કે હવે તે મળાય ત્યારે ખરું! એ હજુ આંખો સામે તાદૃશ્ય થાય છે. તેમને આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ પામે એ પ્રભુ પ્રાર્થના. ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી શ્રી સવાઈલાલભાઈ જે. પી. એ સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પતે નીચેને ઠરાવ રજૂ કર્યો હતો. સ્થાનકવાસી જૈન સંપ્રદાયના અગ્રગણ્ય મુનિવર કવિવર પં. શ્રી નાનચંદ્રજી મહારાજ સંવત ૨૦૨૧ના માગસર વદ ૯ તા. ર૭–૧૨-૬૪ને રવિવાર રાત્રે સવાદશ વાગે કાળધર્મ પામ્યા જેથી માત્ર સ્થાનકવાસી જૈનેને જ કે સમગ્ર જૈન સમાજને જ નહિ પરંતુ ભારતવર્ષના સમગ્ર ધાર્મિક સમાજને તેમની અસાધારણ ખોટ પડી છે. તેમને જન્મ સંવત ૧૯૩૩ ના માગસર સુ. ૧ સાયલા મુકામે થયો હતે. ભરયુવાનીમાં કુંવારી કન્યાને ભગિની બનાવી સં. ૧૯૫૭ના ફાગણ સુદ ત્રીજના દિવસે કચ્છ અંજાર મુકામે સગત પૂ. દેવચંદ્રજી સ્વામી પાસે સ્થા. જૈનધર્મની દીક્ષા લીધી, પરંતુ તેમણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જોઈને મૌલિક ધર્મતત્ત્વ જાળવી હંમેશા બાહ્ય ક્રિયાઓમાં ફેરફાર કર્યા અને કરાવ્યા હતા. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું બીજાપણુ એમને હાથે મેરખી મુકામે થયું હતું. સદૂગતને સાચા શિક્ષણમાં અને માનવસમાજની આંતરબાહ્ય શુધિમાં ખુબ ઊંડો રસ હતો. બેડિગે, પાઠશાળાઓ, વાંચનાલયે, પુસ્તકાલયે, ઔષધાલયે, ઉદ્યોગશાળાઓ વ. અનેક શુભ કાર્યો એમની પ્રેરણાથી થયા છે. તેઓ પ્રખર વક્તા, સમર્થ પ્રભાવશાળી, સુંદર કાવ્યકાર અને મહાન ઉદાર સાધુ હતા. કલકત્તાની સર્વધર્મપ્રેમી આ સભા તેમના સદગુણોને હૃદયની શ્રદ્ધાંજલિ આપે છે અને એમનાં સાધુ શિષ્ય – શિખ્યાઓને તથા વિશાળ ચાહક અનુયાયીઓને લાગેલા આઘાતમાં દિલાસેજી પાઠવે છે. મુંબઈથી શ્રી ગિરધરલાલ દામોદર દતરીની વ્યકિતગત અંજલિ સેવાભાવી પંડિત મુનિશ્રી ચુનીલાલજી મહારાજ ! પૂજ્ય મહારાજશ્રીની આપે પાંત્રીસ વરસમાં છેલ્લા ૧૦-૧૨ વર્ષથી ખૂબ સેવા કરી છે. આપે આપના શરીર માટે જેટલી કાળજી રાખી હશે તેથી વિશેષ ગુરુજી માટે આપે રાખી હતી. મને ઘણી વખત દર્શને આવું ત્યારે યાદ આવતું કે પૂ. નાનચંદ્રજી મહારાજે તેમના ગુરુજીની ૯ વર્ષ સુધી જે સેવા કરી હતી તેનું ફળ મહારાજ સાહેબ ભેગવી રહ્યા છે અને તેમને આપના જેવા સેવાભાવી શિખ્ય મળ્યા છે. લીંબડી સંપ્રદાયને કવિશ્રીની ઓટ જણાય તે સ્વાભાવિક છે. મારા મત પ્રમાણે તે આખા થા. સમાજને તેમની ખોટ પડી છે. મહારાજશ્રી સરળસ્વભાવી, શાંતિચાહક અને ધર્મના શુદ્ધ રાગી હતા અને તેથી જ આજે બધા તેમને યાદ કરે છે. શાસ્ત્રનું જ્ઞાન તેમનામાં સંપૂર્ણ હતું. અજમેર સાધુ સમેલન વખતે પન્નાલાલજી મહારાજશ્રીને ૨૦૦ માઈલથી સાધુઓ ડોળીમાં લાવેલ. તેમને ઉપાશ્રયે ડાળીમાં લાવવા માટે બધાની ભાવના હતી. પૂ. જવાહરલાલજી મહારાજ સાહેબે વાંધો ઉઠાવ્યો જ્યારે પં. રત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ અને કવિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબે ખૂબ ટેકે આ પહેલાં ડોળી આ બે સાધુઓએ ઉપાડી અને પછી બીજા સાધુઓએ ઉપાડી અને ગામમાં લગભગ એક માઈલથી વધુ લાંબે સુધી ડોળીમાં પન્નાલાલજી મહારાજશ્રીને ઉપાશ્રયે લાવવામાં આવ્યા હતા. ભાવનગરથી શ્રી હેમચંદભાઈ રામજીભાઈ મહેતા (પ્રમુખ અજમેર સાધુ સમેલન)ની સ્મરણાંજલિ “મારા પરમ ઉપકારક ગુરુ મહારાજશ્રીના આકસ્મિક વિયેગના સમાચાર તારથી મળતાં મારું મન અસ્વસ્થ થઈ ગયું છે. છેલ્લા દશનની ભાવના ઘણી હતી પણ ભાગ્યમાં નહિ લખાયું હોય. પૂજ્યશ્રીની મોટી ખેટ મને પડી છે. મારા માર્ગદર્શક અને શુભેચ્છક તરીકે તેઓશ્રી એક જ હતા. મારા વિચારો એમને કેટલીયે વખત [૧૩૪]. વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy