SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનઅrદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ જૈન સમાજને ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. આ સભા તેમને ખૂબ માનપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પે છે અને તેમના આત્માને પરમશાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે. લીબડી સ્થા. જૈન મોટા ઉપાશ્રય સંઘની સભાને કરાવ લીંબડીના સમસ્ત જનની એક શ્રધ્ધાંજલિ સભા પૂ. શ્રી ધનજીસ્વામી તથા તારવી શ્રી શામજી સ્વામીના સાનિધ્યમાં શેઠ લલ્લુભાઈ નાગરદાસના પ્રમુખપદે ભરાઈ હતી તેમાં નીચે મુજબ પ્રસ્તાવ પસાર થયેલ છે. શ્રી લીંબડી મોટા ઉપાશ્રય થા. જૈન સમાજના પં. રત્ન પ્રખર વિદ્વાન કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજ કાળધર્મ પામ્યાથી આપણા સમાજ પર શેકની ઘેરી છાયા પ્રસરેલ છે. તેઓશ્રીના દેહવિલયથી આપણા સંપ્રદાયે જ્ઞાનદીપને પ્રદીપ્ત રાખનાર તેજરવી સિતા ગુમાવેલ છે. આપણા સંપ્રદાયના રવિકિરણનું અતિ પ્રકાશવંત કિરણ વિલીન થયું છે. તેઓશ્રી પિતાની સાદી, સરળ, સચોટ અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશૈલીથી શ્રોતાજનેને મંત્રમુગ્ધ બનાવી દેતા હતા. તેઓશ્રી માનવધર્મના મહાન તત્વવેત્તા અને અપૂર્વ હિમાયતી હતા. સમાજમાં માનવતાના સંસ્કાર સીંચી તેને ઉન્નત બનાવવા માટે તેઓશ્રીએ પિતાના જીવન દરમ્યાન ભગીરથ પ્રયત્ન કર્યા છે. પોપકારવૃત્તિ, દયાધર્મ વિ. માનવતાના સર્વશ્રેષ્ઠ ગુણેને સમાજમાં વિકસાવી માનવતાનું મીઠું ઝરણું વહેતું રાખવા માટે આજીવન અમૃતમય વાગ્ધારા વહાવી છે. બોર્ડિગે, જૈનશાળા, દવાખાના વિ. લોકકલ્યાણકારી સંસ્થાઓ તેઓશ્રીના ઉપદેશની ફળશ્રુતિરૂપે ઘણે સ્થળે વિદ્યમાન છે. પરાર્થે કંઈક કરી છૂટવાની દિવ્ય ભાવનાનું અમી સીંચનાર એ મહાન વિભૂતિ આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ઉપદેશ અને સત્કૃત્યની સુવાસ સદાને માટે આપણી વચ્ચે મહેકતી રહેશે. ટૂંકમાં તેઓશ્રીના દેહવિલયથી આપણને સહને તેમ જ સમરત માનવજાતિને મહાન ખેટ પડી છે તેનું આ સભા ભારે દુઃખ અનુભવે છે, અને તેઓશ્રીના આત્માને દિવ્ય પ્રકાશ આપણા માર્ગને સમજવળ બનાવતો રહે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. મેરબી સ્થા. જૈન સંઘની તા. ૩૧-૧૨-૬૪ની જાહેરસભામાં શ્રદ્ધાંજલિ આપી થયેલ ઠરાવ લીંબડી સ્થા. જૈન સંપ્રદાયના કોહિનૂરસમા જૈનધર્મ દિવાકર પ. રત્ન કવિવર્ય નાનચંદ્રજી મ. સા. સાયેલા મકામે કાળધર્મ પામતાં અ. ભા. ૨થા. જૈન સમાજે એક મહાપુરુષ અને લીંબડી સંપ્રદાયે મહામૂલું રત્ન ગુમાવેલ છે તેથી સમસ્ત જૈન સમાજે તેમ જ તેમનાથી પરિચિત ઈતર સમાજે સાત આંચકે અનુભવ્યો છે. આ મહાપુરુષની ખાટ, જૈનસમાજમાં વણપુરાયેલી રહેશે. અન્તિમ અવસ્થામાં પૂજ્યશ્રી પોતાની જન્મભૂમિ સાયલામાં સ્થિરવાસ રહી આત્મકલ્યાણ સાધતા અને દર્શનાથી યાત્રાળુઓને ધર્મબોધ આપતા હતા. “પરાઘાત” નામકર્મને ઉદય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોવાથી શ્રોતાજનેને હૃદયપલટો થયાના અનેક દાખલાઓ મોજુદ છે. માનવકલ્યાણની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રસ લઉ અનેક સંસ્થાઓના પ્રેરક અને પ્રાણ હતા. મોરબીમાં વસતા માળીયાવાળા અંબાવીદાસ શેઠને અન્તિમ સમયે બોધ આપી મોરબીને આંગણે જે બર્ડિગ સ્થપાઈ તેને બધો યશ પૂ. ગુરુદેવની કુનેહભરી દષ્ટિને આભારી છે. પિતે કવિ હોવાથી અને કંઠની મધુરતાને લીધે સંગીતદ્વારા અનેક શ્રોતાઓના હૃદયને ડોલાયમાન કરી શકતા હતા. તેઓશ્રીને સાતેક વર્ષથી હાર્ટની બીમારી થયેલ હોવા છતાં પોતાના દેહની પરવા કર્યા વગર દર્શન અને અમૃતવાણીને લાભ અન્તિમ સમય સુધી આપ્યા કર્યો હતો. તેમને અતિમ મહોત્સવ પણ હજારોની સંખ્યામાં જૈનશાસનની શોભાને અનુરૂપ ઉજવાય હતે. - મોરબીને સમસ્ત જૈન સમાજ તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના આત્માને ચિરશાંતિ માટે પ્રાર્થના કરે છે. કલકત્તા મુનિશ્રી સંતબાલજીના સાન્નિધ્યમાં કલકત્તા નાગરિકેની પ્રાર્થના સભાને ઠરાવ: સૌરાષ્ટ્રના વિદ્વાન જૈનમુનિ કવિવર્ય પ. નાનચંદ્રજી મહારાજના અવસાન નિમિત્તે તેમના આત્માની શાંતિ માટે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પવા મુનિશ્રી સંતબાલજીના સાનિધ્યમાં કલકત્તાના નાગરિકેની એક પ્રાર્થના સભા કચ્છી જૈન શ્રદ્ધાંજલિ [૧૩૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy