________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
આમ તે વસ્ત્ર માત્ર હિંસાની પ્રવૃત્તિ સિવાય પેદા થઈ શકતું જ નથી. એટલે જ “મારે કઈ પાપ-પ્રવૃત્તિ ન કરવી એવા નિયમને વરેલા મહામાનવ ભગવાન મહાવીરે પિતાના શરીરની સાચવણ કે રક્ષા માટે કદી પણ વસ્ત્રનો ઉપચાગ કરેલ નથી. જ્યારે ભગવાને પ્રવ્રજ્યા સ્વીકારી ત્યારે તેમણે “મારે કઈ પણ પ્રવૃત્તિ ન કરવી એ નિયમ સ્વીકારેલ અને ભગવાનને એ સ્પષ્ટ ખ્યાલ હતું કે વસ્ત્ર પેદા કરવામાં હિંસારૂપ પાપને સંબંધ રહેલ છે માટે મારા શરીરને અર્થ વસ્ત્રને ઉપયોગ નથી કરવો એ એમણે નિર્ણય કરેલ અને તે નિર્ણય પ્રમાણે તે લોકબંધું યાજજીવન વર્યા. જ્યારે પ્રવ્રજ્યા સ્વીકારી ત્યારે પૂર્વની પરંપરા પ્રમાણે તેમના ખભા ઉપર વસ્ત્ર મુકાયું તે ખરું પણ તે અને તેમણે પરંપરાની તરફ આદર દષ્ટિ રાખીને તથા લેસમૂહ તરફ સન્માનની દ્રષ્ટિ રાખીને પિતાના ખભા ઉપર જ પડ્યું રહેવા દીધું, પણ તેમણે એ વઅને કદી ઉપગ ર્યો જ નથી, એમ તેમણે પિતાના આચરણથી જ બતાવી આપેલ છે. આ હકીકત આચારાંગ સૂત્રમાં આવેલા નવમાં ઉપધાનશ્રત નામના અધ્યયનના પ્રારંભમાં જ જણાવવામાં આવેલ છે. વસ્ત્ર માત્ર હિંસાના દોષથી દૂષિત છે તો હવે હિંસાની પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કરનારા મુનિએ શું કરવું? કાં તે ભગવાનની જેવી ચર્ચા સ્વીકારીને પિતાની આત્મશુદ્ધિ કરવી ઘટે અથવા આ કાળે અને આ શરીરે વસ્ત્રના ઉપગ વિના રહી શકાય તેમ નથી એમ માની એવી પરિસ્થિતિમાં શું કરવું?
કલ્પસૂત્રની વૃત્તિમાં જૈન મુનિના દશ કો બતાવવામાં આવેલ છે. કલ્પ એટલે આચાર. એ દસમાં પ્રથમ કલ્પરૂપે સારુ ને ગણાવેલ છે. આલય એટલે અલકની સ્થિતિ અર્થાત્ કપડું નહીં વાપરવું એ ઉત્તમ સ્થિતિ ગણાય. પણ કપડું વાપરવા માટે ન છટકે આચાર્યોએ “અલક શબ્દ દ્વારા “કપડું વાપરી શકાય એવો પણ અર્થ બતાવેલ છે. પણ મને લાગે છે કે આ અર્થ બતાવનારા જૈન આચાર્ય જરૂર આત્માથી હવા જોઈએ પણ વસ્ત્રાથી નહીં જ. એ અર્થ બતાવતાં એ આચાર્યોએ ચ=અલક આમ વ્યુત્પત્તિ બતાવીને “ ને અર્થ ‘તદ્દન અભાવ ન સ્વીકારતાં મ એટલે કુત્સિત અર્થાત્ કેઈને ન ગમે તેવું–જે વસ્ત્રને જોઈને કોઈને લેવાનું મન ન થાય એવું તુચ્છ વસ્ત્ર-ગૃહસ્થોએ વાપરેલ એવું જૂનું પાનું કે ફાટેલ તૂટેલ યા ઓછામાં ઓછી કિંમતનું વસ્ત્ર એ અલક શબ્દને અર્થ બતાવીને તે વસ્ત્રને વાપરવાને આચાર જૈન મુનિઓ માટે બતાવેલ છે.
વસ્ત્ર વાપરવા સારું પ્રાચીન મૂનિઓએ આટલી બધી એષણ – ગષણા શા માટે કરી હશે? એ પ્રશ્ન અંગે વિચારતાં એમ માલુમ પડે છે કે મુનિઓનું લક્ષ જીવનશુધ્ધિ દ્વારા પોતાની જાતને બને તેટલી અહિંસક અને નિરભિમાની બનાવવાની છે. અને સાથે સાથે એવા આચરણ દ્વારા સમાજશુદ્ધિ પણ કરવાની નેમ છે. જ્યારે મુનિ કેઈ પણ પાપ પ્રવૃત્તિ ન કરવાનો નિયમ લે ત્યારે તે ઉપર પ્રમાણે જણાવેલ વસ્ત્ર જ વાપરી શકે. હવે અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સાધુ જીર્ણશીર્ણ અને તદન અલ્પમૂલ્ય તુચ્છ વસ્ત્ર વાપરનારે ભાગ્યે જ દેખાય છે. એટલે સાધુઓમાં વસ્ત્રો વાપરવા વિશે શુદ્ધ ગવેષણ લગભગ ઓછી થઈ ગઈ છે. હવે તે લોકે જે વસ્ત્ર વાપરે છે તેની ઉત્પત્તિ માટે કેવા પ્રકારની અને કેટલી હિંસા થાય છે એ વિશે વિચાર કરનારા મુનિઓ ઘણાં જ વિરલ હોય એમ લાગે છે.
જ્યારે ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા અને એમણે જોયું કે દેશમાં હાથે બનાવેલ કાપડને બહુ મોટા ઉદ્યોગ હતે. તે કાપડ ઉદ્યોગ સાથે હાથ કંતામણ, ઘેલાઈ રંગકામ, છાપકામ વગેરેના પણ અનેક ઉદ્યોગે હતા. અને તે ઉદ્યોગ દ્વારા કડે માણસ રિજની રોટી મેળવતા અને પિતાના સીધા સાદા જીવન દ્વારા ઈશ્વર ભજન પણ કરતા. અંગ્રેજોએ આવીને જોયું કે જ્યાં સુધી હિન્દુસ્તાનમાં હાથ બનાવટના ઉત્તમ કાપડના ઉદ્યોગો નાશ ન કરવામાં આવે ત્યાં સુધી વિલાયત મિલેનું કાપડ હિન્દુસ્તાનમાં ખપાવીને કરડે રૂપિયાની લત વિલાયતમાં પહોંચાડી નહિ શકાય. આ નેમથી અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં સુંદર મુલાયમ બારીક સૂતર કાંતનારા અને એવા જ ઝીણા સૂતરને વણનારા કારીગરના મેટા ભાગને નાશ કરી નાખ્યું અને તેનાં સાધનેને પણ નાશ કરી નાખે, અને વિલાયતી કાપડ હિન્દુસ્તાનમાં ઘુસાડી દીધું અને હિંદુસ્તાનના વતની લાખ લોકેની રેજી તોડી નાખી. આ સમયે અહિંસાના ઝંડાધારીઓ જૈન સાધુઓ, બૌદ્ધ સાધુઓ, વેદાનુયાયી સંન્યાસી લેકે, વૈષ્ણવ સાધુઓ, શૈવ સાધુઓ અને ઇસ્લામના મૌલવીઓ, ફકીરે અને સાંઈ બાબાઓ, દેશમાં રેજી વગર ભૂખે મરનારા લાખો લેકેની થયેલી બૂરી દશાને શું નહીં જાણતા હોય ? નહીં સમજતા હોય? મને લાગે છે કે ભારતીય શ્રમણ, ભિક્ષઓ, સંન્યાસીઓ કે ઈલામી સંત જે ખરેખર પિતાને જીવંત ધર્મનું આચરનારા હેત સંસ્મરણો
[૬૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org