________________
પુજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અંતિમ કાળ સુધારી નાખ્યો. ગુરુદેવે અદ્ભુત-અતિ અદ્ભુત ધર્મશ્રવણુ કરાવ્યું. એમના જ ખતાવેલા માર્ગદર્શન પ્રમાણે હું ભકતામર સ્તોત્ર બરાબર સંભળાવી શકી. ચિરવિદાય લેનાર પુનિત આત્મા પ્રસન્ન – પ્રસન્ન થઈ ગયો. ચિત્તની અપૂર્વ પ્રસન્નતાથી ભકતામર – રસનું પાન કરતાં કરતાં જ એમણે નશ્વરદેહના ત્યાગ કર્યાં. ખરેખર એ વેળાએ જ અમૃતના વરસાદ વરસ્યો. પરંતુ એ મહામુનિને એકના જ ઉધ્ધાર નહાતા કરવા. અમ બન્નેના અને સાથેાસાથ આ નિમિત્તે અનેકાને ઉદ્ધાર કરવા હતા.
સધ્યાની પ્રાર્થનામાં
એ રાત્રિ પ્રાર્થનામાં આમ તે અમારું આખું યે કુટુંબ ગયું. ફકત ું જ ન ગઈ. પૂ. ગુરુદેવે દર્દભર્યા અવાજે કહ્યું – ‘જોયા આ સંસારના તમારા રિવાજ ! ખીજાં બધાં ચ છૂટાં પણ એકને જ ખૂણૈા પાળવાના ! એ કુમળી કળી ‘ખૂણામાં’ શું સમજે ?
ભવિષ્યવાણી ખરી પડી
વળતે દિવસે પ્રભાતે ગુરુદેવ જાતે અમારા નિવાસસ્થાને માંગલિક સુભળાવવા પધાર્યા અને તત્કાળ તેમના મહાન અને ઉદ્દાત્ત સતહૃદયમાંથી ભવિષ્યવાણી સરી પડી. મને ઉદ્દેશીને કહ્યું – કચ્છ – કાડિયાવાડના રિવાજો મે જોયાજાણ્યા છે અને વેદના પણ વેઢી છે. કારણ કે જાણતાં કે અજાણતાં આવે ટાણે બધાં બહેને ભાંગી પડે છે. મ્હોં વાળે છે, રડાકૂટ કરે છે. તે વખતે એકલી તેએ જ રડતી નથી પરંતુ અન્યને સૌને રડાવે છે! પણ તુ પ્રતિજ્ઞા લઈ લે. રડાકૂટ કરીને જેણે પ્રસન્નતાપૂર્વક ચિરવિદાય લીધી છે તે આત્માને શું રડાકૂટની ભેટ મોકલવી છે કે ધર્મવૃદ્ધિની સાચી ભેટ મોકલવી છે? આ અંતરગનાં અંતઃપ્રેરિત શબ્દો એ એવા તે મારા કૂણાં અને ધર્મથી ભીંજાયેલાં હૈયાંને સ્પર્શી ગયા કે ન પૂછો વાત! હું બેલી ઊઠી–ગુરુદેવ ! આપની વાત સેા ટકા સાચી અને ઉચ્ચ છે પણ આપની આવી આજ્ઞા જેવી હું માથે ચઢાવીશ કે તરત દુનિયા કહેશે જોયુ, શિરછત્ર ગયું છતાં આને છે જરાય દુઃખ ! ગુરુદેવે તરત જવાબમાં સાંત્વન આપતાં કહ્યું“આપણે મુખ્યપણે તે આપણા સત્યધર્મને જોવાના છે. જો દુનિયાના બાલવા સામે જોઇને એકે એક પગલુ ભરીશું તે કયાંય આરાવારો નિહ આવે. આપણે શુ કરવું યોગ્ય છે તે અ ંતઃકરણથી વિચારી વિવેકપૂર્વક આગળ વધીશુ તે દુનિયા આપણી સાચી વાતને છેવટે સમજશે. આપણે આપણા અંતઃકરણના સ્વસ્થતાથી માપ કાઢવા જોઈ એ.”
સમાજની સાચી નાડના પારખુ એ પૂજ્ય ગુરુદેવે મારા સંસારપક્ષના સસરાજીને પહેલાં પ્રતિજ્ઞા કરાવી અને પછી મને પ્રતિજ્ઞા કરાવી કે આર્ત્ત-રૌદ્ર ધ્યાન ન ધરવું. પણ સાંચન કરીને જ્ઞાનપ્રાપ્તિમાં ઉદ્યમ કરવા. આવી વિકટ કટોકટની પળે જન્મ-મરણના જટિલ પ્રશ્નને તત્ત્વસભર સરળ ભાષામાં સમજાવી દીધા કે “જોયું ને! મૃત્યુમાંથી સાચા ધ શે। લેવાના છે?” સૌ પોતપોતાના ઋણાનુબંધ પ્રમાણે મળે છે અને સમય પ્રમાણે વીખરાય છે અને સમય પૂરો થતાં ચાલી જાય છે. આમાં કાના અને શેના હરખશેાક કરવે ? તેનુ મૂળ સમજાઈ જવુ જોઈ એ. સમતાની કસોટી આવેજ ટાણે થાય છે. જો સમભાવ ટકશે તો આ મહાસંકટમાંથી પણ પ્રભુની દિવ્યપ્રસાદી સાંપડશે. ત્યારબાદ મને મહત્ત્વપૂર્ણ પ્રેરણા આપતા કહ્યું કે તારે ભવિષ્યને અજવાળવાનુ છે, અભ્યાસ કરવાના છે. અરે! ઉપદેશ જેમ લેવાનો છે તેમ અનેકને ઉપદેશ આપી અનેકનાં જીવન સુધારવાનાં છે. જો રડાકૂટમાં શકતને વેડફી નાખીશ તા આવાં મહાન કાર્યો ભવિષ્યમાં કેવી રીતે કરી શકીશ? ત્યાર પછી હવે સમજાય છે કે એ યુગપ્રધાન મહાન સંતની આગાહી સાચી હતી.
દીક્ષા પહેલાં શિક્ષા
કચ્છમાં ગયા પછી થોડા જ કાળના ગાળામાં મારી જેમ બીજા પણ મને એ વૈરાગી સહાધ્યાયિની બહેન સૌમ્યમૂર્તિ કલાબાઈ અને મહાવિદ્રુષી વિનોદિનીબાઈ – મળી ગયાં; અને અમારા યુગદર્શની ગુરુણી સાથે અમે ત્રણેય દીક્ષાર્થિનીએ રૂપે શાસ્રાધ્યયનમાં જોડાઈ ગયાં. સંવત ૨૦૦૮માં એમનું ચાતુર્માસ ભાવનગરમાં હતુ. અમે ત્રણે બહેનો તેમના દર્શનાર્થે ગયા ત્યાં તેમણે વિદાય વખતે એક મહાન જીવનસૂત્ર આપ્યું કે જોજો, હા ! તમારે દીક્ષા સ્વીકારતા પહેલાં શિક્ષા લેવાની છે. અને પ્રકારની શિક્ષા (અશ્ર્ચયન અને ઘડતર ) થી જ દીક્ષા સ્વ–પર ઉભય કલ્યાણકારી થશે. અમને
[૩૪]
Jain Education International
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainelibrary.org