________________
'પથ ગરદેવ કવિ પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમાજ સંસ્કારસંપન્ન બને એવા તેમના બેધદાયક વ્યાખ્યાને થતાં. વ્યાખ્યાનમાં પણ જૂનીપુરાણી રીતેમાં તેઓએ ઘણે જ ફેરફાર કર્યો હતે. સત્ય વાત કહેતાં જરા પણ અચકાતા નહિ. આ બધું હોવા છતાં તેઓ સર્વ પદાર્થોમાં અનાસકિત ભાવે વતતા હતા. કયાંય પણ ચીટકી રહેવું તે તેમના સ્વભાવમાં જ ન હતું.
વિશેષગુણ અને સમાનગુણીને આદરભાવથી તે જોતાં પણ હનગુણી અને ગુણહીનને પણ સનેડપૂર્ણ દૃષ્ટિથી આદર આપતા. માધ્યરથભાવ તે એવો અપૂર્વ હતો કે મુશ્કેલીના પ્રસંગમાં પણ પિતાના ચિત્તની સમતુલા જાળવી શકતા. સ્થાનકવાસી તમામ સંપ્રદામાં એકય સધાય, અંતરમાં વેરઝેરની આગ બુઝી જાય ને સર્વત્ર પ્રેમ–પ્રેમને મંત્ર ગૂંજતે થાય એવા અનેક વિચારે વ્યાખ્યાનમાં રજૂ કરતા. તેઓ સાક્ષાત્ માનવતાના દીવડા હતાં. જેને પ્રકાશ સૂર્ય કરતાં પણ વિશેષ ઉપકારી હતી. જે ગમે તેવા અંધિયાર ખૂણામાં પણ પ્રકાશની એક ચિનગારી પ્રગટાવી દેતા એ તેમનામાં વિલક્ષણ ગુણ હતો.
તેમને પુષ્યદેહ પણ દર્શનીય હતે. સમગ્ર જીવન સ્વાર કલ્યાણ સાધનામાં વીત્યું. જીવનમાં સદ્દગુણની સૌરભદ્વારા અમરતાને વર્યા. કોઈ પણ જાતની મડાગાંડ તેમનામાં ન હોવાથી દરેકના વિચારો સમજી શકતા. દરેક વિચારે સમજવાથી તેમનું દિલ પ્રસન્નતાથી ભર્યુંભર્યું હતું. ઉદારતાથી સમૃદ્ધ હતું. આવા અનેક ગુણો તેઓમાં પ્રત્યક્ષપણે કે પરેક્ષરીતે જોયેલા, સાંભળેલા, પુસ્તક દ્વારા વાંચેલાં છે. આ મહાપુરુષની શતાબ્દી નિમિત્તે પુસ્તક રૂપે તેમના ગુણો આલેખીને સમાજના ચરણે ધરશો, તે તેમાંથી અનેક આત્માઓ પ્રેરણા પામશે. પૂ. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ સરળતાની સાક્ષાત્ જીવંતમૂર્તિ હતા.
સંતશિષ્યના સાન્નિધ્યમાં
કિ મુનિશ્રી નવીનચંદજી “લઘુશિશુ સંતના સમાગમમાં રહેવું એ એક લ્હાવે છે, પરંતુ સંતશિષ્યના સાનિધ્યમાં રહેવું એ પણ એક અનેરે લ્હાવો હતે. ‘સંતસમાગમ દુર્લભ ભાઈ-સબસે ઊંચી સંત સગાઈ ' સંત તુલસીદાસજીનું આ કથન સંતસમાગમની દુર્લભતાનું ભાન કરાવે છે. “શાંતિ પમાડે તેને સંત કહિયેએ લેકેકિત તદ્દન સાચી છે.
“સંતશિષ્ય ઉર્ફ કવિવર્ય પંડિત મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી સાચા અર્થમાં સંત હતા. અમને તેમજ અમારા પૂ. ગુરુદેવને તેમને સારામાં સારો પરિચય – સમાગમ થયેલ છે.
પહેલવહેલાં સં. ૧૭૪ ની સાલમાં અમારા પરમ ઉપકારી કવિરત્ન ગુરુદેવ પૂ. આચાર્યશ્રી નાનચંદ્રજી મહારાજ આદિ ઠાણું ૫ લીંબડી પધાર્યા. તે વખતે કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ પિતાના પૂ. ગુરૂદેવશ્રી દેવચંદ્રજી મહારાજની સેવામાં લીંબડીમાં બિરાજતા હતા. આમ બને કવિહૃદય સંતનું પ્રથમ મિલન લીંબડીમાં થયું. ખૂબ પ્રેમ, લાગણી અને ઉદારતાથી સાથે રહ્યા. આ મધુર મિલનની યાદ અમારા ગુરુદેવ પ્રસંગોપાત અમારી પાસે કરતા અને સરળતા અને ઉદારતાના ભારોભાર વખાણ કરતા.
મને એ સંતના પ્રથમ દર્શન થયા સં. ૧૯૮૬ ની સાલમાં. એ સમયે હું મારા પૂ. ગુરુદેવની સાથે ભાવદીક્ષિત રૂપે અભ્યાસ કરી રહ્યો હતો. એ સાલમાં લિં. સં. ના સંતે વયેવૃદ્ધ મ. શ્રી સુંદરજીસ્વામી, કવિવર્ય પં. મ. શ્રી નાનચંદ્રજી, મુનિશ્રી હરખચંદજી, પં. મુનિશ્રી ચુનીલાલજી (ચિત્તમુનિ) તથા પં. મુનિશ્રી સૌભાગ્યચંદજી (સંતબાલજી) આદિ ઠા. ૫ કચ્છમાં પધાર્યા. કચ્છ આઠકેટિ મેટીપક્ષ સંપ્રદાય અને છકેટિ લીંબડી સંપ્રદાય વચ્ચે પહેલેથી જ મૈત્રીભાવ અને એકતાના સંબંધ રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રી નાગચંદ્રજીસ્વામી આદિ ઠાણાઓ તેમની સાથે લુણી, ગુંદાળા આદિ ઘણા ગામમાં વિચર્યા ત્યારે હું ધાર્મિક અભ્યાસ કરતો હતો. ત્યારે તેઓશ્રી મને ખૂબ પ્રેમભાવથી બોલાવતા, ધાર્મિક પ્રશ્નો પૂછી લેડી ગમ્મત સંમરણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org