________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરી “સંતશિર્થ પિતાને વિકાસ કરતા ગયા. તેમાં પ્રમાદ આશ્રવને આવવા ન દીધે. નમ્રતા, સરળતાના ગુણોએ તેમને અમર બનાવી દીધા. સાધુજીવનની આ જ સંપદા માનવામાં આવી છે. આત્મજ્ઞાન વિના બધી વિડંબના છે. અધ્યાત્મ કવિ શ્રીમદ્ રાજચંદ્ર ઠીક જ કહ્યું છે.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણે તે સાચા ગુરુ હોય,
બાકી કુળગુરુ ક૯૫ના, આત્માથીં નહિ જોય. શ્રી નાનચંદ્રજી મ. લીંબડી સંપ્રદાયના માનવંતા અધ્યાત્મયોગી મુનિ થઈ ગયા. તેમના જ ચરણમાં મારી આ શ્રદ્ધાંજલિરૂપ પુષ્પમાળા અર્પણ છે.
સાક્ષાત માનવતાના જ્યોતિર્ધર
કચ્છ આકેટી સંપ્રદાયના પંડિતરત્ન આચાર્ય
પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અયં નિજ: પરે વેત્તિ ગરાના લઘુ ચેતસામ
ઉદાર ચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્ II મડાપુર ઉદાર ચારિત્ર અને વિશાળ હદયવાળા હોય છે. તેમને મન આ મારું આ બીજાનું એવા ભેદભાવ હોતા નથી. એવા ભેદની રેખામાં જે હોય તે સંત કેમ કહેવાય ? તેમને મન તે આખું વિશ્વ જ કુટુંબ છે. એટલે જ સંત પુરુષો આખા વિશ્વની ચિંતા કરતા હોય છે. તેઓના સમાગમમાં જે કઈ આવે તેને વણમાગી સુગંધ અને વણમાગ્યા પ્રેમ સહેજે મળી જાય છે. તેઓની દષ્ટિ પર પરમાત્માના ચશ્માં હોવાથી સર્વત્ર પ્રભુ જ દષ્ટિગોચર થાય છે. પાપીમાં પણ તેમને પરમાત્મા જ દેખાય. આવા જ આત્મભાવમાં સદા રમતા સૌરાષ્ટ્રના કેસરીસિંહ સમાન કવિવર્ય નાનચંદ્રજી મહારાજ હતા. તેમની માનવતાની સુગંધ અને માતા જેવું વાત્સલ્ય સૌ કોઈ આકર્ષતું.
પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજના સમાગમમાં એકવાર અમે આવેલા. તેઓ લીંબડી મુકામે હતા ત્યારે મળેલા. હજી પણ તે સુખદ સમાગમની યાદ આવે છે. જુદા દેશ તથા જુદા સંપ્રદાયના હોવા છતાં તેઓ એટલા બધાં આત્મીયતાથી મળતા કે તેમના જીવનમાં કઈ પણ પિતાના કે પરાયા જેવું કશું પણ લાગતું ન હતું. જ્યારે બધા ભેગા થયાં ત્યારે જાણે પિતાના જ સાધુ હોય તેવું પ્રેમભર્યું તેમનું વર્તન હતું. તેમના કંઠમાધુર્ય તથા કવિત્વશક્તિ અદ્દભુત હતાં. જ્યારે વ્યાખ્યાન ફરમાવતા ત્યારે ઉત્તુંગ ગિરિશૃંગમાંથી જાણે ખળખળ વાણીને શાંત મધુર ઝરે વહેતું હોય તેવું લાગતું. જાણે મહારાજશ્રી બેટયા જ કરે ને સાંભળ્યા જ કરીએ એ તેમને વાણીને પ્રવાહ હતો. કલાકોના કલાકો સાથે બેસી જ્ઞાનની ચર્ચા થતી.
તેમના જીવનની વિશિષ્ટતા એ હતી કે પૂ. દેવચંદ્રજીસ્વામીની અપ્રમત્તા ભાવે સેવામાં સંલગ્ન રહેતા. ત્યારે પ્રથમ સેવા, બીજું બધું પછી. વ્યાખ્યાન ચાલતું હોય ને ગુરુદેવને બળ આવે તે હાથમાં લઈ નિર્દોષ જગ્યાએ પરઠવા જતાં. તેમને પ્રશંસાની કશી ભૂખ ન હતી, નિંદાની દરકાર ન હતી.
એકવાર પૂ. નાગચંદ્રજી મહારાજ તથા નાનચંદ્રજી મ. નું સંયુકત વ્યાખ્યાન થયું હતું. આહારપાણીની બાબતમાં પણ આત્મીયભાવ સ્પષ્ટપણે તરી આવતું હતું. અન્યને ઉત્કર્ષ જોઈ અમેદ ભાવ થતું. સમાજોત્થાન માટે સતત ઉદ્યમશીલ રહેતા. આજના યુવાને ધર્માભિમુખ બનીને વ્યવહારના જ્ઞાન સાથે આત્મ-જ્ઞાન પણ પામે એવી સતત તેમની ઝંખના હતી ને અમને પણ કહેતા કે આપણા યુવાને જે દરેક ક્ષેત્રે ઉજમાળ હશે તે જ આપણે ધર્મને ટકાવી રાખશું. [૧૮]
વ્યકિતત્વ દર્શન Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org