________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ અધ્યાત્મયાગી કવિશ્રી નાનચંદ્રજી મહારાજ મારી દૃષ્ટિએ
3 –માલવકેસરી મુનિશ્રી સૌભાગ્યમલજી મ. સા. કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજના સંબંધમાં કંઈક લખી મોકલવાનો આદેશ વિદુષી મ. સ. શ્રી દમયંતીબાઈ તરફથી પ્રાપ્ત થયા. વૃદ્ધાવસ્થા, સ્વાસ્થ્યની પ્રતિકૂળતા તેમ જ દર્શનાથીઓની ભીડને લીધે સમયાભાવ હેાવા છતાં તેમના આગ્રહને ટાળી શકતા નથી.
આજે તેમના સબંધમાં લખવા બેઠો છું તે વર્ષોજૂની સ્મૃતિએ ચચિત્રની જેમ એક એક કરીને સ્મૃતિપટ ઉપર ઉપસી રહી છે. તે બધી સ્મૃતિએ અને અનુભૂતિએ શબ્દોના માધ્યમથી આજે અભિવ્યકત થવા ઈચ્છે છે, પરંતુ મારી સામે એક ગંભીર સમસ્યા એ છે કે મારી પાસે શબ્દો સસીમ છે અને અનુભૂતિ અસીમ છે. તેથી અસીમને સસીમમાં વ્યકત પણ કેવી રીતે કરી શકાય.
કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. નું સર્વપ્રથમ મિલન અને પરિચય સં. ૧૯૮૨ માં પ્રવર્તક શ્રી તારાચંદજી મ., પૂ. ગુરુદેવ શ્રી કિસનલાલજી મ., શ્રી બછરાજજી મ., શ્રી સૂર્યમુનિજી મ. તથા આ કિતના લેખક જયપુર ચાતુર્માસ પૂર્ણ કરી જ્યારે આખુ પહેોંચ્યા ત્યારે થયા હતા. તે વખતે અમારૂ માનસ આચાર્યશ્રી માધવમુનિજી મ. ને સ્વર્ગવાસ થયેલ હાવાથી વ્યથિત હતું, પરન્તુ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. ના દર્શન તથા તેમના અન્તરગ પરિચય મળતાં અમે તે વ્યથાથી ઘેાડીક ક્ષણા માટે મુક્ત થઈ ગયા અને અમારા જીવનના એક નવા અધ્યાય પ્રારંભ થયા. હું જે સંપ્રદાયના છુ, કવિવર્ય પણ તેજ સંપ્રદાયના હતા; તેથી એ શરીશના મિલનની સાથે સાથે એ દિલેાનું પણ મિલન થયુ અને તે એવુ મિલન હતું કે અમે એકબીજાથી જુદા પડવા છતાં પણ એક બીજાના હૃદયસિંહાસન ઉપર આસીન થઈ ગયા.
કવિશ્રીનું બાહ્યરુપ, ગૌરવર્ણ, સઢ શરીર, લાંભુકદ, ધવલ વસ્ત્ર અને નેત્રોમાં ચમકતી તેજરવી ષ્ટિ માનસપટલ પર એક ગંભીર વ્યકિતત્વની છાપ પાડી દેતી હતી. જ્યારે પણ કવિવર્ય શ્રીની મહાનતા અને ગંભીરતાના વિષયમાં વિચારું છું ત્યારે મારું મન અસીમ શ્રદ્ધાથી ભરાઈ જાય છે. તેમનામાં સાગરસમ ગંભીરતા, બાળક જેવી સરળતા અને હિમગિરિસમાન મહાનતા હતી. જીવનના કડવા-મીઠાં અનુભવા વચ્ચે પણ તેમના જીવનમાં સહજ શાંતિ અને પ્રસન્નતા કાયમ રહેતી હતી. કોઈ તેમના ઉપર પ્રશંસાના પુષ્પો ચડાવે અથવા વિરોધના વટાળ ઊભા કરે; તેઓ બધાનું સ્વાગત એક મીડી મુસ્કાન અને શાંત હૃદયથી કરતા હતા.
તેમના જીવનની મધુરતાની યાદ આવતાં મને એક સંસ્કૃત કવિની કેટલીક પકિતઓ તાજી થઈ આવે છે.
અધર મધુર – વન મધુર નયન મધુર સિતે મધુર,
હૃદય . મધુર ગમને મધુર મથુરાધિપતેરખિલ મધુર' । ચિરતે મધુર વસન મધુર ખલિતે મધુર, ચલિત મધુર ભ્રમિત મધુર મથુરાધિપતેખિલ મધુરમ્ ॥
વચન મધુર
-
આ જ પ્રમાણે તેઓશ્રીનુ ખેલવું, હસવું, ચાલવુ બધુ મધુર હતુ. તેમના વચનામાં ચાતુર્ય, માધુર્ય, ઔદાર્યની સાથે સાથે ગાંભીય પણ હતું.
તેમની વાણીમાં જાદુ હતા, તેમની વાક્પટુતાથી માત્ર સ્થાનકવાસી જૈન સમાજ જ નહિ, પરંતુ શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ ભારે મોટી સંખ્યામાં જૈનેતર લોકો પણ પ્રભાવિત હતા. આ જ કારણે સંપ્રદાય સિવાયના બીજા લોકો પણ તેમના પ્રત્યે ઊંડી નિષ્ઠા રાખતા હતા. તેમના ઉપદેશ, રાષ્ટ્રીય, સામાજિક, ધર્મ અને દર્શન વિ. વિષયો ઉપર થતા હતા. આધ્યાત્મિકતા તે તેમના મનના કણકણમાં ભરી હતી. તેમણે સંગ્રહિત કરેલી ‘આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા' અત્યધિક લોકપ્રિય થઈ એ જ તેનું પ્રમાણ છે. તે સિવાય અન્ય શાસ્ત્રીય અને આધ્યાત્મિક સાહિત્ય પણ વિશાળ માત્રામાં પ્રકાશિત થયેલ છે.
[૪]
Jain Education International
તેઓશ્રી બધા વિષયો ઉપર કવિતા રચતા હતા. તેમના કાવ્યોમાં ભાવ, ભાષાશૈલી ખૂબ રુચિકર દેખાય છે.
વ્યકિતત્વદર્શીન
For Private Personal Use Only
www.jainelibrary.org