________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિપ્રથા
# સં સ્મરણો # એક મહાન વિભૂતિનો સંયોગ
૪ આચાર્ય શ્રી પૂ. આનંદઋષિજી મહારાજ સાહેબ
સ્થાનકવાસી જૈન સમાજના ઈતિહાસના આ સુવર્ણ અવસરે સન ૧૯રમાં જ્યારે અજમેરમાં પ્રથમ બૃહદ સાધુ સમેલન ભરાયું હતું ત્યારે પૂજ્યશ્રી નાનચંદ્રજી મ. સા. નો પ્રથમ પરિચય અને દર્શનને સુઅવસર મળ્યો હતો. યદ્યપિ તે વખતે મારી વય લઘુ હતી તે પણ તે વખતના સ્મૃતિચિહ્નો હજી પણ મારા માનસપટ પર વિદ્યમાન છે.
તેમનું વ્યકિતત્વ આકર્ષક હતું. ગૌરવર્ણ, તેજસ્વી મુખમુદ્રા અને ધવલ વસ્ત્રોથી આચ્છાદિત તેમનું ભવ્ય . ક્તિત્વ જનમાનસની અપાર શ્રદ્ધાનું કેન્દ્ર હતું. તેમના વ્યક્તિત્વની સહજ સરળતા, નિશ્ચળ સ્નેહ અને ઉદાર સહૃદયતા મુનિવૃન્દ માટે પણ અનુકરણીય હતાં. આરબાહ્ય એકરૂપ તેમનું નિર્મળ મન તેમના સાધુત્વની સહુથી મોટી ગરિમા હતી.
તેમની પ્રવચનશૈલી, વિદ્વત્તા અને કાવ્યકળા અમારા જેવા લઘુ-મુનિઓ માટે વિશેષરૂપથી પ્રેરણપ્રદ હતી. તેઓશ્રી ઉચ્ચ કોટિના વિદ્વાન અને કવિ હોવા છતાં પણ લૌકિક એષણાઓથી–ચશ-કીર્તિ-પ્રશંસાથી મુકત હતા. તેને તેમને જરા પણ મેહ ન હતે. કવિતા લખતા પરંતુ પોતાના નામને કઈ જગ્યાએ ઉલ્લેખ નહતા કરતા માત્ર સંત-શિષ્ય” લખીને પિતાની વિનમ્રતા પ્રદર્શિત કરી દેતા હતા.
પૂ. શ્રી અમોલકષિજી મ. સા. ની સાથે જ્યારે મારી તેમની સાથે વ્યકિતગત ચર્ચા થઈ તે તેમણે મને અધ્યયનની દિશામાં પ્રગતિ કરતા રહેવાને નિર્દેશ કર્યો. જ્ઞાનની સતત સાધનામાં રત તે મહાન વ્યકિતત્વ દ્વારા જ્ઞાન પ્રત્યે સમર્પિત રહેવાની શુભ પ્રેરણા મેળવવી એ મારા માટે એક મહાન સૌભાગ્યને અવસર હતે.
તેઓશ્રીની આત્માભિમુખતા અને આત્માનુશીલનના દિવ્ય ગુણોએ પણ મને વિશેષ પ્રેરણા આપી છે. મને પિતાની ચર્ચાના પ્રસંગમાં એકવાર કહ્યું કે “આજે શ્રાવકવૃન્દ આપણા પ્રત્યે અસીમ શ્રદ્ધા વ્યકત કરે છે અને આપણને વંદન કરે છે, પરંતુ શું આપણે તેને વ્ય સિદ્ધ કરી શક્યા છીએ? આ વાત વિચારણીય છે. આપણે અંતર્મુખ થઈને આપણને પિતાને જે છે અને ચારિત્રના ગુણને વિકાસ કરતાં કરતાં તેને લાયક બનાવવાનું છે. કેટલી ઉચ્ચ ભાવના હતી તેમની ! આજે પણ તે વાત આપણા બધા મુનિવૃન્દ માટે મનનીય છે.
મુનિપર એ જીવનશુધ્ધિને મહાન યજ્ઞ છે. અને આત્માનુશીલન તેનું મોટામાં મોટું અવલંબનરૂપ સાધન છે. જ્ઞાન અને આત્મસાધનાની તે વિભૂતિ પ્રત્યે આપણા બધાની વિનમ્ર શ્રધ્ધાંજલિ ત્યારે જ સફલીભૂત થઈ શકે કે જ્યારે આપણે સ્વયં તે દિશામાં આગળ વધીએ.
આજે સ્થાનકવાસી જૈન સમાજ તેમની જન્મશતાબ્દિ મનાવી તેમના પ્રત્યે પિતાની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યકત કરી રહેલ છે તે બિલકુલ ઉચિત જ છે. તેમની વાસ્તવિક ગરિમાનું મૂલ્યાંકન તે આપણે જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે સમર્પિત થઈને નિષ્ઠાપૂર્વક જિનશાસનની સેવા કરીને તેમાં જ રહેલું છે.
સંસ્મરણે Jain Education International
For Private & Personal Use Only
[૩] www.jainelibrary.org