SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરા ગુરુદેવ કવિવ્રય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ જ્યારે જ્ઞાનના પરિપાકરૂપ સમભાવનું અવલંબન લેવામાં આવે છે ત્યારે કર્મોને નિર્મળ કરનાર, મોક્ષના સાધનરૂપ પ્રશસ્ત ધ્યાન ઉત્પન્ન થાય છે એટલે સમભાવ જ સધ્યાનનું પ્રધાન અંગ છે. તેથી “ધ્યાન પણ સમભાવ છે અને સમભાવ એ જ ઉત્તમ સ્થાન છે.”– આમ ધ્યાન અને સમભાવનો કથંચિત્ અભેદ હોવાથી સમભાવને આધાર ધ્યાન પર અને ધ્યાનને આધાર સમભાવ પર છે. ક્ષપશમ અવસ્થામાં અપેક્ષાએ ધ્યાન અને સમભાવ અને ક્રિયારૂપ ઘટે છે. પણ જ્ઞાન પછી આવી સૂક્ષમ ક્રિયા કરનારા જગતમાં વિરલા જ હોય છે. ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મ ક્રિયાથી અનંત્ કર્મવર્ગણાઓનો નાશ થાય છે અને અનેક કર્મપ્રકૃતિએ મૂળમાંથી જ ટળી જાય છે. તેનાથી જ ક્ષણે ક્ષણે આત્મસુખ વેદાય છે. શુકલધ્યાનનું સામર્થ્ય પ્રગટે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પછી ક્ષાયિકજ્ઞાન થતાં સમતારૂપ ભાવચાત્રિમાં મનની ક્રિયાની આવશ્યકતા રહેતી નથી, તેથી તેમાં ગુણસ્થાનકે કેવલીને ફકત દ્રવ્યમન હોય છે, ભાવમન રહેતું નથી. - ટૂંકમાં આત્મજ્ઞાનનું ફળ સમતા છે. તે જ ભાવચારિત્ર છે, તે જ આનંદરૂપ છે, અને મોક્ષનું કારણ છે. સમતાથી વર્યાન્તશય કર્મોનો ક્ષયપશમ થવાથી વીલ્લાસમાં વિશેષ વૃદ્ધિ થાય છે અને અંતે આત્મા ક્ષપકશ્રેણિ આહીને મોક્ષ પામે છે. મનવૃત્તિઓ ચંચળ છે, જ્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ સ્થિર છે. તેથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ દેતા મનની સ્થિરતા થાય છે, રાગદ્વેષની પરિણતિને નાશ થાય છે અને સમભાવદશા પ્રગટે છે. જ્યારે આ આત્મા પિતાને દારિક, તૈજસુ અને કાશ્મણ એ ત્રણે શરીરથી ભિન્ન તથા રાગદ્વેષમોહથી રહિત અને સમસ્ત પર તથા પર્યાયેથી વિલક્ષણ જાણે છે, ભિન્ન સ્વરૂપ નિશ્ચય કરે છે ત્યારે જ તે સમભાવમાં સ્થિર થાય છે. માટે કામગથી વિરકત થઈ, શરીરની આસકિત છોડી સમભાવનું સેવન કરવું જોઈએ. સમભાવના પ્રભાવે જીવનમુકતદશા અનુભવાય છે, જે તેરમાં ગુણસ્થાનકે સગી કેવળીને તથા અપેક્ષાએ કષાયના ઉપશમાદિ ભાવે સમભાવરૂપ અમૃતને લેશ હોવાથી ચેથા ગુણસ્થાનકે પણ ઘટે છે. જ્યારે બાકીના ઉપર ઉપરનાં ગુણસ્થાનમાં શુકલ શુકલ પરિણુમથી સમભાવરૂપ અમૃતની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. આમ સમભાવના અસંખ્ય ભેદ છે. તેમાંથી સર્વોચ્ચ સમત્વની પ્રાપ્તિ થતાં પૂર્ણ યોગી બનાય છે. પૂર્વે મરુદેવી માતા, ભરત ચક્રવર્તિ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ચિલાતીપુત્ર વગેરે અનેક ભવ્યાત્માઓ ધ્યાન અને સમતારૂપ સૂમ ક્રિયાથીજ મેક્ષ પામ્યા છે. એજ રીતે અનેક છ વર્તમાનમાં મોક્ષ પામે છે અને ભવિષ્યમાં પણ પામશે. માટે શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનથી જગતના સર્વ જીવોને સમભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાઓ-એજ અભિલાષા. ૨૪૮ Jain Education Interational તત્ત્વદર્શન, org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy